________________
૪૯૮
શારદા સરિતા
વાર સવારી કરી હતી એટલે એમને ખબર ન હતી કે આ ઘેડો અવળી લગામને છે. એ ઘેડો પવનવેગે ઉપડશે. સૈન્ય ક્યાંનું કયાં રહી ગયું ને રાજાને ઘેડ ક્યાંને કયાં લઈ ગયો. જેમ લગામ ખેંચે તેમ ઘેડે પૂરવેગથી ચાલ્યું જાય. એટલે રાજાને ચિંતા થઈ કે આ ઘેડે મને પહાડ ને ખીણમાં લાવ્યા. હવે બચવાની આશા નથી. આ ઘેડો હમણું ઉછળશે અને મને આ ઉંડી ખીણમાં ફેંકી દેશે. તેના પગ નીચે ચગદી નાંખશે. એવા મારણે મરવું તેના કરતાં આ વૃક્ષની ડાળે લટકી જાઉં તો બચી જઈશ એટલે વૃક્ષની ડાળે લટકી ગયે તેથી ઘેડની લગામ છૂટી ગઈ ને ઘેડ પણ ઉભે રહી ગયે. પણ રાજાએ વિચાર કર્યો કે જે ઘડાએ મને મારા સૈન્યથી જુદો પાડે તેવા તેફાની ઘેડને મારે સંગ કરે નથી. ઘડાને જાતે કર્યો. નજીકમાં સરોવર જેવું ત્યાં હાથ–પગ ધોઈને બેઠા. આસપાસ દષ્ટિ કરતાં એક આશ્રમ દેખાય એટલે રાજા ત્યાં ગયા તે ત્યાં બધા તાપસોને જોયા. તાપસીએ એને આવકાર આપ્યું અને પોતાના ગુરૂ વિશ્વભૂતિ નામના કુલપતિ પાસે લઈ ગયા. રાજા કુલપતિને પ્રણામ કરીને બેઠા. કુલપતિએ તેના લક્ષણે ઉપરથી કલ્પી લીધુ કે આ રાજા હવે જોઈએ.
કુલપતિએ રાજાને મંગલ આશિષ આપીને કહ્યું-રાજન! તમે અહીં કયાંથી ને એકલા કેમ? ત્યારે રાજા કહે છે ભગવંત! આ સંસારમાં જીવ એક સ્થાનેથી બીજા સ્થાને જતાં કે દુઃખી થાય છે! હું મિત્રાવતી નગરીને હરિષેણ રાજા છું. ઘડા ઉપર સવારી કરીને જંગલમાં ફરવા નીકળેલ. પણ ઘેડે અવળી લગામનો હોવાથી એણે જંગલના રસ્તે દેડવા માંડ્યું. કેમેય કર્યો ઉભું ન રહ્યો. અંતે હું અહીં જંગલની નજીકના ઝાડની ડાળીએ વળગી પડયે ને આપના દર્શનનું સૌભાગ્ય હશે તેથી તે ઝાડેથી ઉતરીને અહીં આવ્યું. આ આશ્રમ કેને સ્થાપેલ છે? ત્યારે કુલપતિ કહે છે હે રાજન! ઋષભદેવ ભગવાનના વખતમાં પ્રભુના ભક્ત કચ્છ અને મહા કચ્છ નામના બે મોટા તાપસી થઈ ગયા. એમને સ્થાપેલ આશ્રમ ઘણા વખતથી છે. અહીં સંસારથી થાકેલા અને મનુષ્ય જીવનને સાર પામવાના ઈચ્છુક ભવ્યાત્માઓ આવીને તપશ્ચર્યા કરે છે એમ કહી સંસારથી નિવૃત્તિ પામેલા જીવનનું વર્ણન કર્યું અને સંસારની અસારતાનું સ્વરૂપ સમજાવ્યું.
આ સાભળતાં રાજાના મનમાં થયું કે અહો! કેવા ધન્ય અને પવિત્ર આત્માએ આ સંસારની માયાજાળ છોડીને અહીં તપમય જીવન જીવે છે. મારા જીવનમાં આવા ધન્ય અવસર કયારે આવશે કે હું પણ આ સંસારની વિટંબણું છેડીને આવું તપમય જીવન જીવીશ. શું આ માનવદેવ જીવનના અંતકાળ સુધી સંસારની માયાજાળથી વીંટાઈ જવા માટે છે? વિષયેથી ઉકળતા રહેવા માટે છે? જીવની કેવી મૂઢ દશા છે કે સંસારના સુખમાં આનંદ આવે છે. પછી ભલેને