________________
૪૯૭
શારદા સરિતા ને મૃગાવતીજી પિતાના સ્થાનકે આવ્યા ત્યારે ચંદનબાળા કહે છે: મૃગાવતી ! તમને કંઈ સમજણ ન પડી ! સમય થયો તે પણ આવ્યા નહિ. બસ, આટલા શબ્દો કહ્યા ને ચંદનબાળા સતી સૂઈ ગયા અને મૃગાવતીની આંખમાં દડદડ આંસુ પડ્યા. આ આંસુ શેના હતા? ગુરૂણીએ ઠપકો આપ્યો તેના નહિ. આજે જે ગુરૂણી શિષ્યાને આવું કંઈ કહે તે તરત કહી દે કે હું કોઈની નિંદા-કુથલી કરવા તે હેતી ગઈને પ્રભુની વાણી સાંભળવા ગઈ હતી. ગમે તેટલું સારું કાર્ય હોય પણ “જે વારું સમારે ” જે કાળે જે કાર્ય થતું હોય તે કરાય. પ્રભુના સમોસરણમાં સાધ્વીજીને જેટલો સમય રહેવાનું હોય તેટલો સમય રહેવાય. ગુરૂની આજ્ઞા થાય તે મનગમતું હોય તે પણ છેડી દેવું પડે.
મૃગાવતીજીને પિતાની ભૂલનું ભાન થયું. અહો! મેં મારા ગુરૂણીની આજ્ઞા ન માની. મેડા સમય સુધી રોકાઈ ત્યારે એમને કહેવું પડયું ને ! એ તે કેવા શીતળ ચંદન જેવા છે. મેં એમને ઉષ્ણુ બનાવ્યા. એમ સ્વદેષનું નિરીક્ષણ કરી અંતરથી પશ્ચાતાપ ઉપડયે. એ પશ્ચાતાપના આંસુ આવ્યા. આ ઉપરને પશ્ચાતાપ ન હતો. ચંદનબાળાના સંસાર પક્ષે મૃગાવતી માસી હતા. છતાં એ વિચાર ન કર્યો કે તું મારી ભાણેજ થઈને મને આ ઠપકો આપે છે? પણ એ વિચાર કર્યો કે મારા પરમતાક પૂ. ગુરૂણીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું! મૃગાવતીજી સ્વદોષનું નિરીક્ષણ કરતાં ને અંતઃકરણપૂર્વકને પશ્ચાતાપ કરતાં કરતાં આઠમે ગુણસ્થાનકે જઈ ક્ષપકશ્રેણી માંડી બારમે જઈ ઘાતી કર્મને ક્ષય કરી બારમાને અંતે કેવળજ્ઞાન પામી તેરમે ચાલ્યા ગયા ને આત્માના સુખ પ્રાપ્ત કર્યા.
દેવાનુપ્રિય! જ્યારે આત્મા સવળો પડે છે ત્યારે કામ કાઢી જાય છે ને અજ્ઞાની આત્મા સવળામાંથી પણ અવળો અર્થ ગ્રહણ કરે છે ત્યારે મુંઝવણને પાર નથી રહેતો. મૃગાવતીજીને આત્મા ગુરૂણીને ઠપકે સાંભળીને સવળે પડે ને આત્મઘરમાં આત્મદેવ આવી ગયા. સ્વઘરમાં જે સુખ છે તે પરઘરમાં નથી. તમે રાત્રે બાર વાગે જઈને કેઈનું બારણું ખખડાવશે તે લાકડીના માર પડશે ને પોતાના ઘરનું બારણું ખખડાવશે તો પ્રેમથી બારણું ખેલશે ને પત્ની મીઠે આવકાર આપશે. જ્ઞાની કહે છે શબ્દ-રૂપ-રસ-ગંધ ને સ્પર્શ એ બધા મુદ્દગલના ધર્મો છે. તેમાં રાગ ન કરે. પણું જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ આત્માના ધર્મો છે તેને રાગ કરે. પુદગલના રાગી બને સ્વઘરમાં સ્થાન નહિ મળે. પરઘર કરતાં સ્વઘરની લહેજત કઈ જુદી હોય છે. પરઘરમાં દુઃખ ભરેલું છે.
એક વખત હરિષેણ નામને રાજા પિતાની ચતુરંગી સેના સાથે જંગલમાં ફરવા નીકળ્યા. પોતે ઘેડા ઉપર બેઠા હતાં. નવે ઘેડો આવે તેના ઉપર રાજાએ પહેલી