________________
શારદા સરિતા
૪૫
તે ગામ પહોંચે ત્યાં સુધી વચ્ચે રસ્તામાં અનેક રસ્તા ફંટાય છે. પરંતુ તે દરેક માર્ગ પર પાટિયું લગાડેલું છે અને તે ગામનું નામ પણ લખેલું છે. જનાર મનુષ્ય લખેલા પાટિયા તરફ ધ્યાન આપતો નથી અને તેને પિતાને કયાં જવું છે તે પણ ખ્યાલ નથી તેથી તે અનેક પગદંડીઓ પર ઘૂમ્યા કરે છે, પરંતુ પિતાના નિશ્ચિત સ્થાન પર પહોંચી શકતો નથી. જો કે આમથી તેમ ઘુમતા અનેક દશ્યોને અનુભવ થાય છે, પરંતુ તે પિતાના ધારેલા સ્થાન પર પહોંચી શકતો નથી. જ્યાં સુધી તે માનવી પાટિયા પર લખેલા ગામના અક્ષરોની જાણકારી ન મેળવે ત્યાં સુધી તેને બધો પરિશ્રમ નકામે છે. જે તે પાટિયા પર લખેલા અક્ષરે વાંચી લે તે પોતાના સાચા માર્ગ પર ચાલીને આમતેમ ભટક્યા વગર સીધે પોતાના સ્થાને પહોંચી જાય છે, એટલું જ નહીં પણ પિતાના અસલ માર્ગે ચાલતાં બીજા રસ્તાઓનો અનુભવ પણ કરી શકે છે. તેમ જ્ઞાની કહે છે જેને આત્મદર્શન રૂપી ચાવી પ્રાપ્ત થઈ ગઈ છે તે પોતાના ઈષ્ટ માર્ગ પર ચાલ્યા જાય છે અને સાથે સાથે બીજા પદાર્થોના વિવિધ ધર્મોને પણ તે ચાવી દ્વારા જાણી લે છે. મારે કહેવાનો આશય એ છે કે આત્માને સાક્ષાત્કાર થવાથી સંસારના બધા પદાર્થોનું જ્ઞાન થઈ જાય છે. એટલા માટે કહ્યું છે કે જે એક આત્માને જાણે છે તે બધાને જાણે છે, જે બધાને જાણે છે તે એકને જાણે છે.
આ સંસારમાં મુખ્ય બે તત્ત્વ છે. એક જડ ને બીજુ ચેતન. જડ તત્વના ધર્મો અમુક અંશે પ્રત્યક્ષ છે. જેને લઈને જીવે જડ પદાર્થો પ્રત્યે આકર્ષાય છે. પણું મુખ્ય તત્ત્વ જે ચેતન આત્મા છે તેને આપણે નિહાળી શકતા નથી તેથી તેનું સહજ સ્વરૂપ પણ સમજી શકતા નથી. વિશ્વના દરેક પ્રાણીઓ શરીરાદિ બાહા વસ્તુની શુદ્ધિના ઉપાયે કરવામાં કઈ ખામી રાખતા નથી અને બાહ્ય પદાર્થોને પ્રાપ્ત કરવામાં જરાય પ્રમાદ કરતા નથી પણ આત્મા માટે પુરૂષાર્થ કરે છે?
આત્મસ્વરૂપને સમજ્યા પછી તેના જે સુખને અનુભવ થાય છે તે જડપદાર્થોના સુખ કરતાં અલૌકિક ને અનુપમ છે. આત્માનું સ્વરૂપ સમજવું તે કંઈ સરળ વાત નથી, પણ તેની પાછળ સતત પ્રયત્ન હય, સદ્દગુણને વેગ સાંપડી જાય, જડ પદાર્થો પરથી ચિત્ત ખસી જાય, વાસના –તૃષ્ણ અળગી થઈ જાય અને દિવસમાં એક વખત પાંચ-દશ મિનિટ પણ હું કેણ છું, મારું સ્વરૂપ શું છે, મારું સાચું સુખ કર્યું છે તેનું ચિંતન કરે તો જરૂર પિતાના સ્વરૂપને ખ્યાલ આવી જાય. શરીર એ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન છે. આયુષ્ય પૂરું થતાં શરીરનું બેખું અહીં પડી રહે છે. ને અંદરથી ચેતન તત્ત્વ ચાલ્યું જાય છે. ત્યારે લેકે કહે છે આ મરી ગયો છે. શરીર ગમે તેટલું રૂડું ને રૂપાળું હોય પણ એની કિંમત અંદર રહેલા ચેતન તત્ત્વથી અંકાય છે.