________________
૪૬૫
શારદા સરિતા પાથરીને બેસાડયા અને કેસરીયા દૂધ મંગાવ્યા. ટીચરે વિચાર કરે છે આવકાર તે મીઠે આપે ને મઝાના કેસરીયા દૂધ પીવડાવ્યા. માટે કંઈક વરસશે તે ખરા. ત્યારે બીજા કહે છે દૂધ પાઈને પતાવી દીધું. દૂધ પીવાઈ ગયું પણ અમે આ કારણે આવ્યા છીએ તેમ કહેવાની કેઈની હિંમત નથી ચાલતી. બધા ઉભા થઈ ગયા ત્યારે શેઠ પૂછે છે ભાઈ! તમે બધા ભેગા થઈને મારે ઘેર આવ્યા છે તે કંઈક કામે આવ્યા છે. પણ તમારા મુખ ઉપર સંકોચ દેખાય છે તે શા કામે આવ્યા છે! જલ્દી કહો. ત્યારે ટીચરો કહે છે આપણું ગામમાં કોલેજ બંધાવવી છે તેના ફાળા માટે અમે આવ્યા છીએ. ત્યારે શેઠ કહે છે બેલે–તમારી શું ઈચ્છા છે? ત્યારે ટીચરે કહે છે અમે આપને ત્યાંથી રૂા.૨૫,૦૦૦)ની આશા રાખી છે. બીજા બધા એકબીજાને ઠેસ મારવા લાગ્યા. હમણું શેઠનું હાર્ટ બેસી જશે. એમ અંદર અંદર મશ્કરી કરે છે. શેઠે વાત સાંભળ્યા પછી એક ચેક લખીને કવર દીધું ને કહ્યું કે મેં ફૂલ નહિ ને ફૂલની પાંખડી આપી છે. આપ પ્રેમથી સ્વીકારી લે. બધાને થયું કે શું દીધું હશે? જોઈએ તો ખરા. કવર ખેલ્યું તે રૂ. એક લાખને ચેક. આ જોઈ બધા આશ્ચર્ય પામ્યા. દિવાસળી માટે નેકરને ધમકાવનાર શેઠ લાખ લખવામાં ભૂલ્યા લાગે છે. આપણી ફરજ છે કે તેમને સત્ય જણાવવું જોઈએ તેથી બધા પાછા આવ્યા. શેઠ કહે કેમ ભાઈઓ! ફરીને આવવાનું બન્યું? શેઠ! અમે નીચે જઈને કવર ખેલ્યું તે અંદરથી રૂા. એક લાખને લખેલો ચેક જે. તે આપની ભૂલ તે નથી થતી ને? શેઠ કહે છે મારી ભૂલ નથી થઈ. છતાં તમને એમ લાગે છે તે લાવે મારું કવર પાછું. શેઠ કવર લઈને રૂમમાં ગયા ત્યારે આવનાર અમુક માણસો કહે છે પાછું આપવા જેવું ન હતું. હવે તે લાખના હજાર મળવા મુશ્કેલ છે. ત્યાં શેઠ બીજુ કવર લઈને આવ્યા. ને ટીચરને આપતાં કહ્યું ભાઈ ! મેં તમને જે કંઈ આપ્યું છે તે પ્રેમથી સ્વાકારી લેજે. એમાં મારી ભૂલ નથી થતી.
બધા જેવા અધીરા બન્યા છે. નીચે જઈને કવર ખોલ્યું તે રૂા. એક લાખ ને એકાવન હજારને ચેક છે. બધાને ખૂબ આનંદ સાથે આશ્ચર્ય થયું કે એક દિવાસળી માટે નેકરને ધમકાવનારી કંજુસ આટલા રૂપિયાની મમતા કેવી રીતે છેડે? આપણે આ વાતને ખુલાસો કરીએ. પાછા શેઠ પાસે આવીને ચરણમાં પડયા. શેઠ કહે છે તમે મહાજન છે. મારા પૂજનીક છે. મારે આપના ચરણમાં પડવું જોઈએ. તમને આ ન શોભે. ત્યારે કહે છે શેઠ! અમે તમને આવા ઉદાર હતા માન્યા. કારણ કે અમે આવ્યા ત્યારે તમે નેકરે ત્રણ દિવાસળી બગાડી તેથી તેને તમારો મારતા હતા, નેકરને ધમકી આપતા હતા અને અમને એક લાખ ને એકાવન હજાર રૂપિયા દાનમાં કાચી સેકંડમાં આપી દીધા, તો તેનું કારણ શું? શેઠ કહે છે, ભાઈ! હું કંજુસ નથી, કરકસરીયે છું. કરકસર કરવામાં કંઈ નાનપ નથી. થોડું થોડું ધન કરકસર કરીને બચાવીએ તે આવા સારા