________________
શારદા સરિતા
૪૮૧
હવે પુત્ર માટે થયે છે, તે એને રાજ્ય સેંપીને મારા આત્માનું કલ્યાણ કરવા જાઉં. ત્યારે નંદીવર્ધનના દિલમાં એવા દુષ્ટ વિચારે રમતા હતા કે જ્યાં સુધી મારા પિતાજી જીવે છે ત્યાં સુધી આ રાજ્યની લગામ મારા હાથમાં નહિ આવે ને કેણ જાણે એ ક્યાં સુધી જીવશે! ગમે તેમ કરીને બાપને મારી નંખાવું તે રાજ્ય કરવાની મઝા આવે. એમ ખૂબ વિચારને અંતે એક ઈલાજ હાથમાં આવ્યો. એ દુષ્ટ કામ કરવા માટે તેણે એક હજામને ફેડ ને કહ્યું કે તું રાજાની હજામત કરવા રોજ જાય છે તે આટલું કામ કર તે તેને પ્રધાનનું પદ આપીશ. પહેલાં તો હજામ અચકા પણું લક્ષ્મીની લાલચ એવી છે કે માણસ પા૫ના કામ કરતાં અચકાતું નથી. બીજે દિવસે હજામત કરવા ગયા. હાથમાં શસ્ત્ર લઈ ગયો છે પણ હિંમત ચાલતી નથી. બધી હિંમત ભેગી કરીને તેણે એક નાનકડે છ હાથમાં લીધે. પણ એના હાથ-પગ ધ્રુજવા લાગ્યા અને મારવા જતાં હાથમાંથી તે છરો ભેંય પડી ગયે. જા આને ભેદ સમજી ગયો કે નક્કી આમાં કંઈ કાવત્રુ લાગે છે. એમણે હજામને કહ્યું કે જો તું સાચું બેલીશ તો તારો ગુનો માફ કરીશ. ને સાચું નહિ બોલે તો મારી નાંખીશ. હજામે ધ્રુજતા હૃદયે સત્ય હકીકત કહી દીધી.
રાજાએ તરત નંદીવર્ધનકુમારને કેદમાં પૂરાવ્યો ને શહેરમાં દાંડી પીટાવી કે આજે બપોરના યુવરાજ નંદીવર્ધનકુમાર રાજ્યાભિષેક કરવાનો છે માટે આઝાદ મેદાન જેવા ચેકમાં હાજર થજે. લેકના મનમાં થયું કે રાજા એકદમ રાજ્યાભિષેક કરવાનું કેમ જાહેર કરે છે? લેકે મેદાનમાં હાજર થયા. રાજાએ લોખંડનું મોટું સિંહાસન અગ્નિમાં તપાવ્યું. અગ્નિ જેવું લાલચોળ થઈ ગયું છે. તાંબુ અને કલાઈ ઉકાળીને તેના કડકડતા રસ તૈયાર કરાવ્યા. આ બધું જોઈને પ્રજાજનો આશ્ચર્ય પામી ગયા કે રાજાએ તૈયારી તો રાજ્યાભિષેકની કરાવી છે અને અહીં તો કઈ ગુન્હેગારને સજા કરવાની હોય તેવી બધી તૈયારી છે. બધાના આશ્ચર્યની વચમાં રાજાએ માણસને કહ્યું કે નંદીવર્ધનને લઈ આવે ને કહેજે કે તારો રાજ્યાભિષેક કરવાનું છે. માનવમેદની ઠઠ ભરાઈ છે. નંદીવર્ધનને ત્યાં લાવવામાં આવ્યું અને ધગધગતા લેઢાના સિંહાસન ઉપર બેસાડી તાંબા ને કલાઈના ઉકળતા રસથી તેને અભિષેક કર્યો. ઉકળતું પાણુ સારૂં કે શરીર ઉપર પડી નીચે ઢળી જાય. પણ કડકડતો રસ શરીર ઉપર ચૂંટી જાય છે. જેમ રેતી ઉપર ચાલીએ તે પગ બળે પણ ઓગળી ગયેલા ડામરની સડક ઉપર ચાલીએ તો ડામર ચેટી જાય, તેમ આ નંદીવર્ધનના શરીરે ઉકળતા રસ રેડાયા, ને ધગધગતા સિંહાસને બેસાડીને મરાવી નાંખ્યો, એની રાક્ષસી ભાવનાનો કે કરૂણ અંજામ આવ્ય! કહ્યું છે કે
જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે,
બદલે ભલાબૂરાને અહીં ને અહીં મળે છે.* જેવી કરણી માણસ કરે છે તેનું ફળ તુરત મળે છે, કદાચ તરત નહિ મળે તે