________________
૪૮૨
શારદા સરિતા ગમે ત્યાં ને ગમે તે ભવમાં મળશે. પાપ કેઈને પીછો છોડનાર નથી, એવું સમજીને જીવનમાંથી પાપપ્રવૃત્તિને દૂર કરે.
આજે દૂબળી આઠમને પવિત્ર દિવસ છે. જ્ઞાની કહે છે પર્યુષણ પર્વમાં તમે આઠ દિવસ ખૂબ ધર્મારાધના કરી ને છેલ્લે સંવત્સરીના દિવસે સવારે ક્ષમા વિષેનું વ્યાખ્યાન સાંભળ્યું. બપોરના પાપની આલોચના કરી બધાને બચાવ્યા ને સાંજે પ્રતિક્રમણ કર્યું. પાપને યાદ કરી કરીને આલેચના કરી લીધી તેમ છતાં પણ ખૂણેખાંચે કષાયને કણી રહી ગયેલ હોય તો આજના દિવસે તેને દૂર કરી કષા, રાગ ને દ્વેષને દૂબળા કરે પણ ધર્મભાવનાના પરિણામ દૂબળા ન કરો.
જમાલિકુમાર વૈરાગ્યભાવથી નીતરતી પ્રભુની વાણી સાંભળીને આવ્યા છે. હવે સંસારમાં બેસી રહે તેમ નથી. માતા કહે છે બેટા! તું નાનું છે, તું દીક્ષામાં શું સમજે? તું દીક્ષાની આજ્ઞા માંગે છે. ત્યાગીને અને ભગીને કદી ન બને બંનેને રાહ જુદા હોય છે. હવે જમાલિકુમાર એની માતાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૬ ભાદરવા સુદ ૯ ને બુધવાર
તા. ૫-૯-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંતકરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે શાશ્વતી વાણી પ્રકાશી. ભગવંત કહે છે કે હે આત્માઓ! તમે જાગે. અનાદિકાળથી આત્મા ઉપર કર્મના થર જામ્યા છે તે પુરૂષાર્થ કર્યા વિના નહિ તૂટે. માનવજીવન પામીને આપણું લક્ષ કયાં હોવું જોઈએ? જલ્દી મારા કર્મો કેમ ખપાવું ને અજન્મ દશા કેમ પ્રાપ્ત કરું? પણ મારા માથે જે દુઃખ આવી પડયું છે તેને કેમ મટાડું એવું લક્ષ હોવું ન જોઈએ. કારણ કે દુઃખ કરેલા કર્મોનું ફળ છે દુઃખને સમતાભાવથી સહન કરે તે કર્મને ક્ષય થાય. તીર્થકર ભગવંતોના જીવનમાંથી આપણને આ વાત સારી રીતે
જાણવા મળે છે.
- બાષભદેવ ભગવંતે ફાગણ વદ આઠમના દિવસે દીક્ષા લીધી તે બીજા ફાગણ વદ આઠમ સુધી નહિ પણ વૈશાખ સુદ બીજના દિવસ સુધી દરરોજ ગૌચરી ગયા ને ગૌચરી લીધા વિના પાછા ફર્યા. લગભગ ૪૦૦ દિવસ સુધી ભૂખ્યા ને તરસ્યા રહ્યા. એક પાણીનું ટીપું વહરાવનાર કેઈ ન મળ્યું પણ દિલમાં નામ ખેદ નહિ. આ રીતે ભગવાનને ૪૦૦ દિવસના ઉપવાસ થયા પછી શેરડીને રસ મળે. આહાર પાણી ૪૦૦ દિવસ પછી મળ્યા છે ને તેમને કેવળજ્ઞાન દીક્ષા લીધા પછી ૧૦૦૦ વર્ષે થયું છે,