________________
શારદા સરિતા
૪૮૭ એવું જીવન જીવ્યા કે એમનું જીવન બીજા સાધુ-સાધ્વીજીઓને આદર્શરૂપ બની ગયું. એ પવિત્ર આત્માઓ પથ્વીચંદ્ર અને ગુણસાગર બનીને રાજગાદી ઉપર ને લગ્નસમારંભમાં કેવળજ્ઞાન પામીને મેક્ષમાં ગયા.
દેવાનુપ્રિય ! આ ઉત્તમ માનવજીવન પામીને આપણે પણ આવી સાધના કરવાની છે. ભગવાન કહે છે કે આપણું જીવન કેવું છે? “ગાયુ તત્તર તર ત્રાના૫૬ : સંપ :આયુષ્ય પવનની લહેરી જેવું ચંચળ છે ને સંપત્તિઓ અને આપત્તિઓ લાગેલી છે. એટલે ન તો આયુષ્ય સ્થિર છે, ન તો સંપત્તિ સ્થિર છે. પાણીના મજા આવે છે ને જાય છે તેમ ક્ષણેક્ષણે આયુષ્ય ઓછું થાય છે. કૂવામાં અરઘટ્ટની ઘડીએ ઘડી કૂવામાં પાણીને બહાર ફેંકયે જાય છે તેમ કાળનો સમયે સમય આયુષ્યના દળીયાને બહાર ફેંકયે જાય છે. માનવજીવનની ક્ષણક્ષણ અમૂલ્ય જાય છે. તે લાખ ઉપાયો કરવા છતાં પાછી મળે તેમ નથી “ર તમાકુર્મુ : પ્રત્યેષિ વેવ રાનશ્યા”
* ગયેલું આયુષ્ય મોટા ઇન્દ્રને પણ ફરીથી પાછું મળતું નથી. ઇન્દ્ર તેનું સંપૂર્ણ ઐશ્વર્ય આપી દે તે પણ ગયેલું આયુષ્ય પાછું મળતું નથી. મોટા ઈન્દ્રને પણ ભગવાઈ ચૂકેલું ક્ષણનું આયુષ્ય પાછું ન મળે તે શું તમને પાછું મળે? અરે તમારી સંપૂર્ણ સંપત્તિ આપી દે તે પણ પાછું મળે? કદી ન મળે તો પછી આ પાણીના રેલાની જેમ વહી જતા ભગવાઈ જતાં આયુષ્યમાં શા માટે પ્રમાદ કરો છો ? સંપૂર્ણ આત્મસાધના ન કરી શકે પણ પ્રભુના ધ્યાનમાં તે રહી શકે ને? પ્રભુના ધ્યાનમાં જેટલી ક્ષણે ગઈ તેટલી ધન્ય બની એમ સમજે.
પ્રભુની આજ્ઞાનું ધ્યાન ધરવું એટલે પ્રભુનું ધ્યાન ધરવા બરાબર છે. ઘરનું કામકાજ કરતાં પણ પ્રભુનું ધ્યાન ધરી શકે છે. જેમ કે ભાઈઓ વહેપાર કરતાં એમ વિચાર કરે આ વહેપાર એ ધર્મ વહેપાર નથી, પણ પાપને વહેપાર છે. તેમાં અસત્ય, અનીતિ, અધર્મથી બચાય તેટલે પાપને વ્યાપાર ઓછો થયે ને સંવરસાધના થઈ. આ પાપન વહેપાર પણ જિનેશ્વર પ્રભુની આજ્ઞાને ખ્યાલ રાખ્યો તે પ્રભુનું સ્થાન છે. આવી રીતે મારી શ્રાવિકા બહેને પણ રસોઈ કરતાં ખ્યાલ રાખે કે આ ચૂલો સળગાવી ને રસોઈ કરવી તે આરંભ સમારંભના કામ છે. ભગવાન એને આશ્રવ કહે છે અને એમાં જેટલી જીવરક્ષાની કાળજી રાખી, જતના રાખી એટલી સંવરસાધના છે. આ રીતે સંસારનું એકેક કાર્ય કરતાં પ્રભુની આજ્ઞાનો ખ્યાલ રાખે તે કંઈક જીવનને સુધાર થાય. જે ઇન્દ્રિઓના વિષયમાં પડયા રહેશે તે કઈ ગતિમાં ચાલ્યા જશે?
બંધુઓ ઈદ્રિના બધા વિષયે સંધ્યાના રંગ જેવા છે. સનેહીઓ, પત્ની અને સગાના સમાગમનું સુખ ઈન્દ્રજાળ જેવું એટલે નષ્ટ થનારું છે. આ સંસારમાં એવી એક પણ વસ્તુ નથી કે જે સદાકાળ ટકી રહે ને આનંદ આપે. જે જડ પદાર્થો સવારે