________________
શારદા સરિતા
૪૮૩
એક હજાર વર્ષ સુધી ભગવાન જમીન ઉપર બેસતા નહિ તે સૂવાની તો વાત ક્યાં? આવી ઉગ્ર સાધના કરતાં હજાર વર્ષમાં ફક્ત કેઈ કઈ વાર ઝેકું આવી ગયું હશે. તેને બધે સમય ભેગું કરીએ તે એક હજાર વર્ષમાં માત્ર એક અહેરાત્રિ-એટલે ૨૪ કલાક. વર્ષે સરેરાશ ગણુએ તે ફકત દેઢ મિનિટનો સમય થાય. આવી રીતે મહાવીર પ્રભુને પણ સાડાબાર વર્ષ ને પંદર દિવસમાં ફક્ત બે ઘડી એટલે ૪૮ મિનિટને પ્રમાદ. વર્ષે સરેરાશ ચાર મિનિટનો પ્રમાદ. આવી ઉગ્ર સાધના કરી. આપણે તે કેટલું ઉંધીએ છીએ. કેટલો કાળ પ્રમાદમાં ગયે તેને હિસાબ કરજે.
જેમ સૈનિકે લડાઈ કરવા જાય છે ત્યારે સાથે તેપ, તલવાર, બંદુક અને ટેન્ક સાથે રાખે છે તેમ ભગવતે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને ક્ષમારૂપી તેપ, તલવાર, બંદુકે અને ટેન્ક સાથે રાખી હતી. ભગવાન મિષભદેવના ૧૦૦૦ વર્ષ અને મહાવીર પ્રભુના સાડાબાર વર્ષ ને પંદર દિવસ તત્ત્વચિંતનમાં પસાર થઈ ગયા. ઉગ્ર ગરમી-ઠંડી-ભૂખ તરસ ને પરિગ્રહ તથા ઘર ઉપસર્ગો શાંતિથી, સમતાથી અને પ્રસન્નચિત્તે સહન કરતા હતા. અરિહંત ભગવંતે અનંત બળના ધણી હોય છે છતાં કઈ જગ્યાએ દુઃખને દૂર કરવાના બિલકુલ પ્રયત્ન ન કર્યો. અજ્ઞાની એવા ભરવાડે વિના અપરાધે મહાવીર પ્રભુના કાનમાં ખીલા ઠેકયા તે પણ પ્રભુ કંઈ ન બોલ્યા. અષભદેવ પ્રભુએ એક હજાર વર્ષ સુધી ઉગ્ર સાધના કરી ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે એ વિચાર આવે છે કે આવી ઉગ્ર સાધનાને અંતે કેવળજ્ઞાન પામીને પ્રભુ સંસારમાં કેમ અટકી ગયા? સીધા મોક્ષમાં કેમ ન ગયા? ઘાતી કર્મોને સાધનાથી તોડી નાંખ્યા તે આયુષ્ય આદિ ચાર અઘાતી કર્મોને કેમ ન તેડયા? તેનું સમાધાન એ છે કે ઘાતી કર્મો સાધનાથી તૂટે અને અઘાતી કર્મો ભોગવટાથી ખતમ થાય છે.
- જીવને કેવળજ્ઞાન પામવામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો નડે છે. એ ચાર કર્મ આત્મિક ગુણના એટલે કે પરમાત્મદશાના ઘાતક હોવાથી ઘાતી કર્મો કહેવાય છે ને બાકીના વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મી પરમાત્મદશાના ઘાતક નથી એટલે અઘાતી કર્મો કહેવાય છે. આત્મા ઉપર આઠેય કર્મોના અનંત અનંત સ્કંધ પડેલા છે. પણ અહિંસા-સંયમ તપની અને જ્ઞાન-દર્શન-ચારિત્રની તાકાત છે કે ઘાતી કર્મોના કંધને મૂળમાંથી ઉખાડી નાંખે છે. શુકલધ્યાન અને ક્ષેપક શ્રેણીમાં ઘાતી કર્મોના ભૂકકો ઉડી જાય છે પણ અઘાતી કર્મો ખપે નહિ, તેથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વજ્ઞ ભગવંતને રહેવું પડે છે, એ અઘાતી કર્મો ભેગવાઈને પૂરા થાય છે ત્યારે મોક્ષમાં જવાય છે. જ્ઞાની કહે છે સાધનાથી કેવળજ્ઞાન પામે, કેવળજ્ઞાન પામ્યા પછી મેક્ષ મળવાને એ વાત નિશ્ચિત છે.
દેવાનુપ્રિયે આપણને બધાને કેવળજ્ઞાન તે જોઈએ છે પણ હજુ દેહને