________________
શારદા સરિતા
૪૬૭ આ પવિત્ર દિવસમાં શ્રાવકેએ શું કરવું જોઈએ? આ પવિત્ર પર્યુષણ પર્વના દિવસમાં ગૃહસ્થાએ આઠ કર્તવ્યનું પાલન કરવાનું છે. (૧) શાસ્ત્રશ્રવણ (૨) યથાશક્તિ તપ (૩) અભયદાન (૪) સુપાત્રદાન (૫) બ્રહ્મચર્યનું પાલન કરવું (૬) આરંભ સમારંભ ત્યાગ કરે (૭) ચતુર્વિધ સંઘની સેવા કરવી (૮) ક્ષમાપના તેમજ આલોચના કરીને પ્રતિક્રમણ કરવું. આ રીતે ક્ષણે ક્ષણે જીવનમાં ધર્મ આરાધના કરવી જોઈએ. આ પર્વના દિવસોમાં વિશેષ વિવેકપૂર્વક ધર્મની આરાધના કરવી જોઈએ. મનના વિકારનું ઉપશમ કરવા માટે અને કેધ કષાને જીવવા માટે આનાથી સુંદર બીજો અવસર તમને કર્યો મળવાને છે? પર્યુષણના આઠ દિવસમાં પણ આજના દિવસનું મહત્વ વધારે છે.
જૈન ધર્મોમાં બધા પર્વે મહત્વના છે. પરંતુ પર્વાધિરાજનું મહત્વપૂર્ણ બિરૂદ તે પર્યુષણને આપવામાં આવ્યું છે. આ પર્વનું આગમન થતાં લોકોના મનમાં નવું ચેતન, નવી જાગૃતિ અને ભવ્ય ભાવનાને ચમકારે થાય છે. જે લેકેની જીભે કઈ દિવસ ધર્મનું નામ પણ આવતું નથી તે પણ આ પવિત્ર પુણ્યપળમાં ધર્મસાધના કરતા નજરે પડે છે. એક સપ્તાહની ભાવપૂર્ણ સાધના પછી પર્વને જે છેલ્લો દિવસ આવે છે તેને સંવત્સરી કહેવામાં આવે છે. તેનું બીજું નામ ક્ષમાપર્વ છે.
પૃથ્વીને પણ ક્ષમા કહેવામાં આવે છે. ધરતી પર છોતરાં, લાકડાં અને છાણ જેવી વસ્તુઓ પડે છે. આ બધી વસ્તુઓને પૃથ્વી ધીરે ધીરે પિતાના સ્વરૂપમાં ફેરવી નાંખે છે. બધી વસ્તુઓનું મૂળ સ્વરૂપ અદશ્ય થઈ જાય છે તેવી રીતે વિકૃત સંગને ભૂલી જઈને બીજાએ આપેલા દુઃખોને મનમાંથી દૂર કરી તેનું જરા પણ અહિત ન ઈચ્છવું તેનું નામ છે ક્ષમા. ક્ષમા એ વીર પુરૂનું ભૂષણ છે. જે કાયર હોય છે તે ક્ષમાશીલ નથી હોતો. મજબૂત શરીરવાળો હોય કે વાણીમાં શુરવીર હોય તેટલે અર્થ વીરને નથી થતો, પરંતુ જે દઢ મનોબળવાળે આત્મવીર હોય તેને વીર કહેવામાં આવે છે. જે કે ધનો પ્રસંગ આવે છતાંય ધાયમાન થતું નથી, કેઈ તેના પર ગાળો વરસાવે છતાં તેનો જવાબ મીઠા હાસ્યથી આપે છે, તોફાનમાં પણ જે દઢતાથી ઉભો રહે છે તે સાચે વીર છે.
બંધુઓ! ક્ષમા માણસને સહનશીલ અને શાંત બનાવે છે. ક્ષમા પોતાની અનંત શકિતને ઓળખવાને સંદેશ આપે છે. ક્ષમા કહે છે અપકાર પર અપકાર કરે, ગુન્હેગારને શિક્ષા કરીને નિર્બળ બનાવ એ તો દુર્જનનું કાર્ય છે પણ અપકાર કરનાર પર પણ ઉપકાર કરવો, ગુન્હેગારને પ્રેમથી વશ કરે અને ક્ષમાથી પાપીના હૃદયનું પરિવર્તન કરવું એ કાર્ય ઉત્તમ પુરૂષોનું છે. માણસ ભૂલ કરે તે સ્વાભાવિક છે. પરંતુ તેને ક્ષમા આપવી એ દૈવી ગુણ છે. કેઈની સાથે ઝઘડો થયો હોય કે વૈર બંધાયું હોય તેને દાયમાં સંઘરી રાખવું તે પાશવીવૃત્તિ છે. દૈવીવૃત્તિ નથી. ગુન્હેગારના ગુન્હાને