________________
૪૭૪
શારદા સરિતા
થાય એટલી ઉચ્ચકક્ષાએ તમે પહોંચી ગયા છે. પણ આજે તમારે માસખમણની તપશ્ચર્યાના પારણાનો દિવસ છે એટલે મારી આજ્ઞા લઈને તમે પારણુ માટે શહેરમાં બૈચરી જશે ત્યાં તમને કેધ કષાયના ઉદયનું નિમિત્ત મળશે. એ નિમિત્ત મળતાં તમે તમારું ભાન ગુમાવી બેસશે. વધુ પ્રમાણમાં તમને કેધ કષાયને ઉદય થશે અને તે કારણે થોડા સમયમાં થનારૂં કેવળજ્ઞાન દૂર હડસેલાઈ જશે.
મહાવીર પ્રભુ સર્વજ્ઞ હતા. ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળની વાતો જાણતા હતા. વર્તમાનમાં દમસાર મુનિનો આત્મા કેટલો ઉંચે ચઢેલો છે. એ પ્રાપ્ત થયેલી વિશુદ્ધ પરિણામની ધારા કેટલા સમય ટકવાની છે? અને ભવિષ્યના અનુકૂળ પ્રતિકૂળ સંગેની હાજરીમાં એ આત્માને ઉદ્ધાર થવાનો છે કે પતન આ બધી વાતે પ્રભુ જાણતા હતા અને એ જાણપણું હોવાથી પ્રભુએ દમસાર મુનિને ઉપર પ્રમાણે કહ્યું હતું. દમસાર મુનિ આત્માથ, નિકટ મુકિતગામી અને ભાવચારિત્રવત આત્મા છે. આત્માના ઉત્કર્ષ માટે એમને સતત પુરૂષાર્થ છે. આત્માની અશુદ્ધ પર્યાય પલટાય ને શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે માટે તેને આત્મા સદા જાગૃત છે. મારે આત્મા ઉત્તરોત્તર ગુણસ્થાનકની ભૂમિકા ઉપર આરોહણ કરે તે ઈષ્ટ છે. આત્માના અધઃપતનના કારણરૂપ કેધ વિગેરે અશુદ્ધ પગ જરા પણ ઈષ્ટ નથી. ભગવંતના કથન મુજબ એક પ્રહરમાં કેવળજ્ઞાન થવાની વાત જાણીને જેમના હૈયામાં અપરંપાર હર્ષ પ્રગટ થયે હેય તે આત્માને પ્રાપ્ત થનારી કેવળજ્ઞાન રૂપી અનંત લક્ષ્મી દૂર હડસેલાઈ જવાની વાત કેમ રૂચે? એટલે દમસાર મુનિ પ્રભુના વચને સાંભળીને ઉપકારી પ્રભુને વિનયપૂર્વક કહે છે હે પ્રભુ! ગમે તે પ્રકારનું મને અશુભ નિમિત્ત મળશે છતાં હું એ નિમિત્તને આધીન નહિ બનું. મારા અંતરમાં કષાય આવવા નહિ દઉં. પ્રભુ! કે તે ચંડાલથી પણ વધુ ભયંકર છે. મારા આત્માને અપવિત્ર બનાવનાર છે એમ જાણ્યા પછી એ નિર્દય ચંડળને આધીન હું નહિ બનું. પ્રતિકૂળ નિમિત્તની હાજરીમાં પણ મારા આત્માને શુદ્ધોપાગમાં ટકાવી રાખીશ.
દમસાર મુનિની ભાવના ઉચ્ચ કક્ષાની છે અને તેથી આવા શબ્દો ઉચ્ચારે છે. પરંતુ ભગવાન તો દમસાર મુનિનું ભાવિ જાણતા હોવાથી મૌન રહ્યા. દસાર મુનિ ભગવંતની પાસેથી ઉભા થઈને વંદન કરી પોતાના સ્થાને ગયા અને ગૌચરીને સમય થતાં પાત્રાનું પડિલેહણ કરી ગૌચરી માટે નજીકના શહેરમાં જવા રવાના થયા. મુનિરાજ ઈથસમિતિમાં સાવધાન હતા. ચૈત્ર-વૈશાખના સખત તડકા હતા. મધ્યાન્હન સમય હતો એટલે ધરતી ખૂબ તપી હતી. એટલે નીચેથી પગ શેકાઈ જતા હતાં. અને ઉપરથી માથું ખૂબ તપતું હતું. તપથી શરીર સૂકકે ભૂકકે થઈ ગયું હતું. તેમાં પણ ઉષ્ણુ પરિષહનું નિમિત્ત મળ્યું. એટલે મુનિને વિચાર આવ્યું કે આ શહેરમાં