________________
૪૬૮
શારદા સરિતા હૃદયમાંથી કાઢી નાંખીને તેની સાથે પ્રેમથી વર્તવું તે દૈવીવૃત્તિ છે. મહાત્મા ઈસુ ખ્રિસ્તને જ્યારે શૂળીએ લટકાવવા લઈ જવામાં આવતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે એ પરમ પિતા ! આ લેકોને માફ કરજે.
શ્રમણ સંસ્કૃતિના અગ્રદૂત ભગવાન મહાવીર ક્ષમાના પરમ ઉપાસક હતા. હજરત મહમ્મદ પણ ક્ષમાના કટ્ટર હિમાયતી હતા. સંત તુકારામ, મહાત્મા ગાંધીજી, મીરાંબાઈના જીવનમાંથી પણ ક્ષમાને બોધપાઠ મળે છે. ક્ષમા આપણું જીવન છે, ક્ષમા એ ધર્મ છે અને આપણે પ્રાણ છે. તેના પુણ્યપ્રવાહમાં સ્નાન કરનાર માણસ એક વખત તે જરૂર બોલશે કે,
ખામેમિ સવે જીવા, સર્વે જવા વિ ખમંતુ મે, મિત્તી એ સવ્ય ભુસુ, વેર મજમું ન કેણઈ.
હું બધાં જીવેની ક્ષમાયાચના કરું છું. સર્વ જીવો મને ક્ષમા આપ. સર્વ જીવોની સાથે મારે મિત્રતા છે. મારે કોઈની સાથે વેર નથી.
શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણને બૃહદ કલ્પસૂત્રના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે भिक्खुय अहिगरणं कटु तं अहिगरणं आविओसवेत्ता, नो से कप्पइ गाहावइ कुलं भत्ता वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तये वा, वाहिया विचार भूमि वा विहार भूमि वा तिक्ख मित्तए वा पविसित्तएवा।
હે સાધક! જે કઈ શ્રમણ સાથે કઈ કારણસર તારે કજિયે થઈ જાય તે તારે તેની ક્ષમાયાચના કરી લેવી. ક્ષમાયાચના ન થાય ત્યાં સુધી તારે આહારપાણી ન લેવા જોઈએ. શૌચાદિક ક્રિયાઓ પણ ન પતાવવી જોઈએ અને સ્વાધ્યાય પણ ન કરવી જોઈએ. જેમ કેઈના ઘરમાં આગ લાગે છે ત્યારે તેને માલિક પહેલા આગ એલવી નાખે છે અને પછી જમવા બેસે છે. ઘરમાં ભયંકર આગ લાગી હોય ત્યારે જે તે જમવા બેસી જાય તો તમે તેને શું કહેશે? “મૂર્ખ.” તેમ જ્ઞાની કહે છે જેના અંતર્મનમાં કે ધની પ્રચંડ જવાળા સળગતી હોય, જેની આંખો ક્રેથી લાલચળ થઈ ગઈ હોય તેના માટે આવા સમયે ભોજન કે અભ્યાસ કરવાનું બરાબર છે?
મહાત્મા ઈસુએ બાઈબલમાં કહ્યું છે કે તમે પ્રાર્થના કરવા માટે દેવમંદિરમાં જાય છે. ત્યાં પહોંચ્યા પછી તમને યાદ આવે કે અમુક પાડોશી સાથે મારે મતભેદ થયા છે તે મંદિરના બારણેથી પાછા વળજે અને પહેલાં જઈને પેલા પાડોશી સાથે મનમેળ કરી આવજે. પછી દેવમંદિરમાં આવજે. માણસ જ્યારે સામા માણસ સાથેનું વેર લેવાની વૃત્તિ કાઢી નાંખે છે અને તેણે કરેલા અપરાધને માફ કરવાની હિંમત કરે છે તે વખતે તેને આત્મા પ્રબળ શકિત ધરાવતો થઈ જાય છે. આટલી પ્રબળ શકિતને ભૂતકાળમાં તેને ક્યારે ય અનુભવ થયેલું હોતું નથી.