________________
શારદા સરિતા
૪૭૦
અનુત્તર વિમાનના દેવેને દિવ્ય સુખમાં જરા પણ ઉપાદેય ભાવ હતો નથી પણ હેયભાવ હોય છે અને તે કારણે તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને આ ક્ષેત્રમાં માનવજન્મ પ્રાપ્ત કરીને એક-બે ભવમાં મેક્ષમાં પહોંચી જાય છે. આ બધે પ્રભાવ ચારિત્રને છે.
પૂર્વભવમાં કરેલી તપશ્ચર્યાના પ્રભાવે અનુત્તર વિમાનમાં આહારસંજ્ઞા અતિ અલ્પ હોય છે અને તે પણ તેત્રીસ હજાર વર્ષે પ્રગટ થાય છે. પૂર્વભવમાં પાળેલા બ્રહ્મચર્યના પ્રભાવે અનુત્તર વિમાનમાં મૈથુનસંજ્ઞાને અતિ મંદ ભાવ હોય છે. પૂર્વભવમાં આરાધેલા દાનધર્મના પ્રભાવે અત્યંત વૈભવ અને વિકાસની સામગ્રી હેવા છતાં પરિગ્રહ સંજ્ઞા ખુબ મંદ હોય છે અને પૂર્વભવમાં સંયમની આરાધના કરતા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સારી રીતે પાલન કર્યું છે તેના પ્રભાવે ભય સંજ્ઞા અર્થાત્ મન-વચન અને કાયાની ચંચળતા અલ્પ બની ગઈ છે. અનંતજ્ઞાની ભગવંતોએ દાન-શીયળ-તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ બતાવ્યો છે. તે આહારાદિ ચાર સંજ્ઞાઓનો વિનાશ કરવા માટે બતાવ્યું છે. માન-પ્રશંસા માટે દાન કરવાનું નથી પણ પરિગ્રહસંજ્ઞા ઘટાડવા માટે દાન આપવાનું કહ્યું છે. મૈથુનસંજ્ઞા ક્ષય કરવા માટે શીયળ પાળવાનું છે. આહારસંજ્ઞા ઘટાડવા અને અનાહારક દશા પ્રાપ્ત કરવા માટે તપની જરૂર છે અને ભવસંજ્ઞા વિનાશ માટે ભાવધર્મની આરાધના કરવાની છે.
અનંતકાળથી આ સંસારી જીવોને આહારની ભૂખ, વિષયની ભૂખ અને ધનની ભૂખ લાગેલી છે અને તેને માટે આ આજ્ઞાની જીવે અત્યાર સુધી આંખ મીંચીને અવળી દેટ મૂકી છે પણ પરિણામે ભૂખ ઘટવાને બદલે ભૂખ વધી છે. આ ભૂખને ઘટાડવા માટે જીવનમાં તપ અને ત્યાગની અવશ્ય જરૂર છે. સંસારના સુખ માટે દેટ લગાવવાથી કર્મો નહિ ખપે. જે આત્માઓને લગની લાગે છે કે ક્યારે મારા કર્મો ખપાવું અને ક્યારે કેવળજ્ઞાન પામું? તેની દેટને વેગ જુદો હોય છે.
દમસાર નામના મહાન મુનિનું દષ્ટાંત સાંભળવા જેવું છે. મોક્ષમાં જવાને માટે કેટલી લગની લાગી હતી? એ ઉત્તમ આત્માને કેવા વૈભવે મળ્યા હતા, તેને ત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કર્યું. તે સાંભળો તે તમને ખ્યાલ આવશે!
શાસનપતિ શ્રમણ ભગવંત મહાવીર પ્રભુ પ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક વખત કૃદંગલા નામની નગરીના ઉદ્યાનમાં પધાર્યા. કૃતંગલા નગરીમાં સિંહાથ નામના રાજા હતા. તેમને દમસાર નામને કુંવર છે. પ્રભુ મહાવીર પધાર્યાની વધામણી સાંભળી તેના રોમે રોમે આનંદ થયો. રાજાએ ગામમાં પડહ વગડાવ્યો કે જેમના દર્શનથી દુખ દૂર થાય છે, જેમના નામસ્મરણ માત્રથી જીવના પાપ ધોવાઈ જાય છે તેવા અનંત જ્ઞાની પ્રભુ મહાવીર પધાર્યા છે. જેને દર્શન કરવા આવવું હોય તે આવે. ખૂબ પ્રજાજનો સહિત સિંહરથ રાજા પિતાના કુંવરને લઈને પ્રભુના દર્શન કરવા જાય છે, પ્રભુને