________________
શારદા સરિતા
વિના રહેતી નથી. ત્યારે રાજાએ લખ્યું – “સંતોf વિનતિ ” જે કદાચ દેવ કે પશે કે ભાગ્ય રૂઠી જશે તે ભેગું કરેલું પણ નષ્ટ થઈ જશે, માટે સુખ સંગ્રહમાં નથી પણ પરિગ્રહની મમતા ઘટાડવામાં છે. નાણાં જેમ વાપરશે તેમ વધશે. કૂવામાંથી પાણી કાઢવામાં આવે તેમ નવું પાણી આવે છે અને જે ન વાપરે તે કૂવાનું પાણી બંધાઈ જાય છે તેમ તમે નાણુને સારા કાર્યમાં નહિ વાપરે તો તે તિજોરીમાં અકળાઈ જશે. નદીના પાણી વહે છે એટલે નિર્મળ રહે છે ને ખાબોચીયામાં બાંધેલું પાણી ગંદુ થઈ જાય છે.
વહેતાં પાણી નિર્મળા, બંધા ગંદા હૈય, માટે નાણાંને સદુપયોગ કરો. તમારે આંગણે ભૂખે ગરીબ આવશે તે તને એને વધેલી એંઠ આપશે તે તમને એંઠ ખાવા મળશે. કેઈને લૂખું દેશે તે તમને લૂખું મળશે.
એક ગામમાં કૅલેજ ન હતી. સ્કૂલના ટીચરને વિચાર થયો કે અહીં આટલા બધા વિદ્યાર્થીઓ છે તેમને કોલેજ કરવા બહારગામ જવું પડે છે. તે આપણે કૉલેજ બંધાવીએ. પહેલા આપણે બધા ટીચરે પાંચ પાંચ હજાર રૂપિયા કાઢીએ, વિદ્યાર્થીઓ ભણીગણીને સુખી થશે પછી આપણને આપશે, ને નહિ આપે તે વાંધો નથી. આપણે બધા પાંચ પાંચ હજાર કાઢીએ અને બાકીના મોટા શેઠીયાઓને ત્યાં જઈને ફાળે કરી લાવીશું. પાંચ પાંચ હજાર રૂપિયા ટીચરેના નેંધાઈ ગયા. બીજા પૈસા લેવા માટે ટીચરો ભેગા થઈને ફળો કરવા નીકળ્યા. પણ પહેલાં કયાં જવું તે ખબર પડતી નથી. એ તે અનુભવીને ખબર પડે. રમણીક ભાઈ કઠરી, નગીનભાઈને ખબર પડે કે ક્યાં જઈએ તો વધુ પૈસા મળે અને શેઠીયાઓને ગેળા ગેળ કરી નાંખે. (ડસાહસ). આ બિચારાને અનુભવ ન હતો. એક મોટી હવેલીમાં સીડી ચઢીને ઉપર ગયા તે શેઠ નોકરને તમારો મારીને કહેતો હતો બેવકૂફ! એટલી ખબર નથી પડતી. એક દિવાસળીથી ત્રણ ફાનસ સળગાવી શકાય તેના બદલે તેં તે ત્રણ ત્રણ દિવાસળી બગાડી.
નોકર કહે છે શેઠજી! માફ કર. મેં ત્રણ ફાનસ સાથે રાખ્યા હતા અને એક દિવાસળીથી બધા ફાનસ પેટાવી દેત, પણ પવન આવ્યું તેથી દિવાસળી ઓલવાઈ જતી હતી માટે ત્રણ દિવાસળી બગાડવી પડી. આ સાંભળીને ફાળો કરવા આવનાર ટીચરો વિચાર કરવા લાગ્યા કે એક પિતાનું બાકસ અને તેમાં તે ઘણી દિવાસળી આવે. એવી જણ દિવાસળી નેકરે બગાડી તે શેઠે તમારો માર્યો તે આપણે તેની પાસે માંગણી કરીશું તો તે લાકડી જ મારશે? પહેલે ઘેર અપશુકન થશે માટે પાછા ફરે. બધા પાછા ફરે છે. ત્યારે એક ડાહ્યા પુરૂષ કહે છે ભાઈ! જુઓ ખરા, આપે છે કે નહિ? જરા શાંતિ રાખે. આમ વાત કરે છે ત્યાં શેઠ ઓરડાની બહાર આવ્યા. પેલા લેકેને જોઈને કહે છે પધારે ..... પધારે. બધા ટીચરોને જાજમ