________________
૪૬૦
શારદા સરિતા પણ છેટું ના કરે. બીજાનું અનુકરણ કરવાથી જીવ કેવા અવળે પાટે ચઢી જાય છે તેનું એક દષ્ટાંત યાદ આવે છે. - એક ગામમાં એક પંડિત બ્રાહ્મણ રહેતું હતું. સૌ એને પંડિતજી કહેતા. પંડિતજી દરરોજ સવારમાં નાહી ધોઈને ગાયત્રીનો જાપ કરતાં. એ પંડિતજીના ઘર સામે કુંભારનું ઘર હતું. કુંભારના આંગણામાં એક ગધેડું બાંધેલું રહેતું. એ ગધેડાને રેજ પ્રભાતના પહોરમાં ભૂંકવાની આદત હતી. બરાબર પંડિતજીને ગાયત્રીને પાઠ કરવાને અને ગધેડાને ભૂંકવાનો એક સમય હતે. પંડિતજી વિચાર કરે કે આ ગધેડો પવિત્ર જીવ છે. જેગી જેવો લાગે છે. રોજ મારા ગાયત્રીના પાઠમાં સૂર પૂરાવે છે. ઉત્તમ જીવ સિવાય આવું ન બને.
એક દિવસ પંડિતજી ગાયત્રીને પાઠ કરવા બેઠા. પણ રેજના નિયમ પ્રમાણે ગધેડાને સૂર ન સંભળાવે એટલે પંડિતજીને થયું કે આજે રોજની જેમ અવાજ ન આવે, તે એ જીવનું શું થયું હશે ? એ તે જોગીદાસ જે આત્મા છે. પંડિતજીને ગાયત્રીના પૂજાપાઠમાં ચિત્ત ન ચુંટયું, જેમ તેમ પૂજાપાઠ પતાવીને પંડિતજી કુંભારને ઘેર ગયા. ત્યાં જઈને પૂછયું કે આજે જોગીદાસ મહારાજ કયાં ગયા છે? ત્યારે કુંભાર કહે છે જોગીદાસ વળી કેણ? મારે ઘેર જોગીદાસ મહારાજ છે નહિ. ત્યારે કહે છે તમારે ઘેર ઉત્તમ જીવ જોગીદાસ મહારાજ રહે છે. એ જ મારી ગાયત્રીમાં મને સૂર પૂરાવે છે. કુંભાર સમજી ગયે કે મારો ગધેડે એના પૂજાપાઠના સમયે ભૂકે છે. માટે આમ કહે છે. કુંભાર કહે છે એ તે મારે ગધેડે ને? પડિતજી કહે છે આવા પવિત્ર જીવને ગધેડે ન કહેવાય. એ તે જોગીદાસ મહારાજ કહેવાય, પણ એ કયાં ગયા? ત્યારે કુંભારે કહ્યું–પંડિતજી! એ તે રાત્રે મરી ગયો. આ વાત સાંભળીને પંડિતજી શેકમગ્ન બની ગયા ને રડવા લાગ્યા. અહો ! આજે તો ગજબ થઈ ગયે. આવા પવિત્ર અને ઉત્તમ જોગીદાસ મહારાજ મરી જાય એ કંઇ જેવી વાત છે. મારે એમની પાછળ કંઈક તો કરવું જોઈએ ને? ન કરું તે ખરાબ લાગે.
પંડિતજી ખૂબ ગરીબ હતા. તેમણે વિચાર્યું કે હું તેમની પાછળ કંઈ દાન-પુણ્ય કરી શકે તેવી મારી શક્તિ નથી. તે ઓછામાં ઓછું માથું મુંડાવીને નદીમાં સ્નાન તે કરવું જોઈએ. તે જ જોગીદાસ મહારાજ મારા મિત્ર કહેવાય. પંડિતજી માથું મુંડાવી નદીમાં સ્નાન કરીને ઘેર જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં નગરશેઠ સામાં મળ્યા. બિચારા પંડિતજી તે જોગીદાસ મહારાજના શેકમાં ઉદાસ બની ગયા હતા. નગરશેઠે પૂછયુંપંડિતજી! તમે માથું કેમ મુંડાવ્યું છે? ને આટલા બધા ઉદાસ કેમ? ત્યારે કહે છે શેઠજી! આજે તે ગજબ થઈ ગયે. જોગીદાસ મહારાજ સ્વર્ગવાસી થઈ ગયા. ત્યારે શેઠ કહે છે તે મારે પણ કંઈક કરવું પડે ને? પંડિતજી કહે કે હા–જરૂર કરવું જોઈએ.