________________
૪૪૪
શારદા સરિતા કમળાને રોગી સર્વત્ર પીળું દેખે છે તેમ અવગુણી જીવ સર્વત્ર અવગુણ દેખે છે.
દષ્ટિ દૃષ્ટિમાં ફેર-એક ખેડૂત ખેતરમાં ખેડી રહ્યો હતો. તે વખતે એક માણસ આકુળ-વ્યાકુળ થતો ત્યાં આવીને કહે છે ભાઈ! મને પાણી પીવડાવે. બહુ તરસ્ય થઈ ગયો છું અને પાણી પાયું. પછી ખેડૂત પૂછે છે ભાઈ! તમે આટલા બધા ચંચળ ચિત્તવાળા કેમ દેખાવ છે? ત્યારે કહે છે ભાઈ! શું વાત કરૂં! મારું ગામ ખરાબ છે. ગામમાં એક પણ માણસ સારો નથી. એટલે ગામ છેડીને ભાગી આવ્યો છું. તમારૂં ગામ કેવું છે? ત્યારે ખેડૂત કહે છે ભાઈ! અમારું ગામ તે તારા ગામ કરતાં પણ ખરાબ છે. અંદર જવા જેવું નથી. સીમાડેથી વિદાય થઈ જા. ખેડૂતને દીકરે બાજુમાં ઉભો હવે તેને વિચાર થયે કે અમારું ગામ કેવું પવિત્ર છે. ગામના લોકે કેટલા સદાચારી છે. લૂંટફાટનું નામ નથી. બહેન-દીકરીઓ મધ્ય રાત્રે એકલી ચાલી જાય તે પણ કઈ ઉંચી દષ્ટિ ન કરે. દારૂ-જુગાર કઈ જાતનું વ્યસન નહિ ને મારા બાપુજી આમ કેમ કહેતા હશે? પોતાના ગામનું છેકરાને ગૌરવ હતું. યુવાનીનું લોહી ઉછળે છે. હાથમાં ધારીયું લીધું. ગામને ખરાબ કહેનારા બાપનું ગળું કાપી નાંખ્યું. બાપને મારવા જાય ત્યાં બીજે માણસ આવ્યા. એ પણ પહેલાની જેમ આકુળ-વ્યાકુળ હતો. તેને ખેડૂતે પૂછયું ભાઈ ! તમે કેમ ચિંતાતુર ને આકુળ-વ્યાકુળ દેખાવ છે? ત્યારે કહે છે ભાઈ ! મારા અવગુણની શી વાત કરૂં! અમારા આખા ગામના લકે એવા ગુણવાન અને પ્રેમી છે કે ન પૂછો વાત. હું એક ખરાબ છું. અવગુણને ભરેલો છું તેથી મને થયું કે મારા સંગે આખું ગામ બગડશે એટલે ગામ છોડીને ભાગી આવ્યો છું. તે ભાઈ કહે તે ખરા કે તમારું ગામ કેવું છે? ત્યારે ખેડૂત કહે છે ભાઈ! અમારું ગામ સ્વર્ગભૂમિ જેવું પવિત્ર છે. તમે અમારા ગામમાં રહો. તમને આનંદ આવશે. ત્યારે છોકરો વિચાર કરે છે બંનેને જુદા જુદા જવાબ આપવાનું કારણ શું? બાપ કહે છે દીકરા! જે પહેલા આવ્યો હતો તે બધાને ખરાબ કહેતો તેથી પિતે જ ખરાબ હતો એવો ખરાબ માણસ આવે તે આપણું આખા ગામને બગાડે તેથી મેં એને એવો જવાબ આપી પાછો વાળે છે. આ માણસ કહે છે કે મારું આખું ગામ સારું છે. હું પોતે ખરાબ છું તેથી તે ગુણવાન છે. આ માણસ રહે તે આપણને ઘણું લાભ છે. ગુણવાનને સંગ કરવાથી આપણે પણ ગુણવાન બનીએ છીએ.
ભગવાન કહે છે હે દેવાનુપ્રિય! આ પવિત્ર પર્યુષણ પર્વમાં તમે વૃત્તિઓમાંથી વિકારના કચરાને કાઢી નાખે. પારકાના દોષ જેવા કરતાં સ્વદોષનું નિરીક્ષણ કરી એકેક દોષને દૂર કરે. દૂર્ગુણ દૂર થશે તે વૃત્તિમાં વૈરાગ્ય ભાવ આવશે અને જીવનની પ્રકૃતિએ સુધરશે. આજે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ છે. ખરેખર બ્રહ્મચર્યના તેજ અલૌકિક હોય છે.
એક બાદશાહની બેગમ ગર્ભવતી હતી. પૂરા દિવસે થઈ જવા છતાં તેને પ્રસૂતિ