________________
૪૫૪
શારદા સરિતા એને સંદેહ થયે. ખૂબ ધારી ધારીને જોતાં નિશ્ચય થયે કે આ સેન રાણી જ છે. બીજું કેઈ નહિ. એને ખૂબ કૈધ આવી ગયે. દાંત કચકચાવ્યા. આ પાપીણીએ મારૂં મસ્તક ઉડાવવાના કામ કર્યા. હજુ એને શું બાકી રહી ગયું છે કે માઝા મૂકીને ખુલે મેઢે વેશ્યાની જેમ નાચે છે. એણે તે ગજબ કર્યો છે. એને જરા પણ લજજા આવે છે? તલવારના એક ઘા એ એના બે ટુકડા કરી નાંખ્યું. આ કદી નહિ જોયેલું દશ્ય જોઈને ગુસ્સાને પાર ન રહ્યો. પણ બાદશાહની સભામાં તેનું કંઈ ચાલે તેમ ન હતું. ગુસ્સો દબાવી દીધું. સનરાણું પણ નૃત્ય કરતાં કરતાં હાડાના મુખ ઉપરના ભાવ નિહાળી રહી હતી. પણ એને પોતાનું કાર્ય સાધવું હતું તેથી કંઈ લક્ષમાં લીધા વિના અદ્દભુત નૃત્ય ક્ય કર્યું. નત્ય પૂરું થતાં તાળીઓના ગડગડાટ થયા. આખી સભા ખુશ ખુશ થઈ ગઈ. ધન્ય છે બુંદીકેટામાં આવી નર્તકી વસે છે.'
બાદશાહે વચન માંગવાનું કહ્યું" અદ્દભુત નૃત્યકળા જોઈને બાદશાહ સોન ઉપર પ્રસન્ન થયે. ને કહ્યું હે નર્તકી! તારી કળાકૌશલ્યથી હું ખુશ થયે છું. તારે જે જોઈએ તે માંગી લે. હું આપવા તૈયાર છું. નર્તકી કહે છે જહાંપનાહ! મારે કંઈ નથી જોઈતું. ત્યારે કહે છે કંઈક માંગ. નકી કહે છે સાહેબ! થોડા વખત પહેલાં અહીંનો એક ગુંડો આવ્યે હતો તે મારી એક લાખ સોનામહોરે ચરી ગયો છે. તે મને અપાવી દે. મારે બીજું કંઈ નથી જોઈતું. બાદશાહ કહે છે દિલ્હીને ગુડે ત્યાં પહોંચી ગયા ? બને નહિ, છતાં પણ કહું છું કે તું એને ઓળખે છે? તેનું નામ તું જાણે છે? ત્યારે સેન કહે છે એ પોતે કહેતું હતું કે મારું નામ શેરખાં છે અને હું બાદશાહની પાસે રહેનાર ચાકર છું ને દિલ્લીમાં રહે છું. સને છૂપી રીતે શેરખાને જે હતો. એટલે કહ્યું અન્નદાતા! તે અહીં હશે તે હું તેને ઓળખી લઈશ. આમ કહીને તેણે સભાજનો તરફ દષ્ટિ કરી અને જ્યાં શેરખાં બેઠે હતા તે તરફ દૃષ્ટિ ફેંકીને કહ્યું ને તેના તરફ આંગળી ચીંધીને કહ્યું આ ગુંડે મારી લાખ સોનામહોરે ચોરી ગયા છે. આ બધું નાટક જોઈને ચાંપરાજ હાડે તે સજડ થઈ ગયો. બાદશાહે કહ્યું શેરખાં! અહીં આવ શેરખાંના તે હાજા ગગડી ગયા. લથડતા પગે ત્યાં આવ્યું. બાદશાહ કહે તમે આની લાખ સોનામહેર ચોરી લીધી છે?
શેરખાં કહે જહાંપનાહ! મેં તે આ બાઈને સ્વપ્નમાં પણ જોઈ નથી અને એનું ઘર પણ નથી જોયું ને હું એને ઓળખતે પણ નથી. ત્યારે સનરાણી કહે છે નામદાર! એને પૂછો તે ખરા! એણે મને જોઈ નથી. મારી સોનામહોરે લીધી નથી પણું મારી સાથે મારા મહેલમાં છ મહિના રહીને કેવી મેજ ઉડાવી છે એટલીવારમાં બધું શું એ ભૂલી ગયો? શેરખાંના કપડા ઢીલા થઈ ગયા. શરીર ધ્રુજવા લાગ્યું (હસાહસ). થોથવાતી જીભે કહે છે સાહેબ! એ તે મારી મા છે. હું તેને ઘેર ગયે