________________
શારદા સરિતા
૪૫૩ મારી પાસે આવવાની હિંમત ન ચાલી એટલે ધૂતારી વેશ્યાને આશ્રય લીધે હશે. ને તે જ ફઈબા બનીને આવેલી. ખેર, જે થયું તે થયું. હવે તેમાંથી બચવા પ્રયત્ન કરું. અને હાડ રાજાને બચાવી લઉં. હજુ ચાંપરાજ દિલ્હી પહોંચ્યું નથી.
આ તરફ પહાડસિંહ મિત્રને જામીન બન્યો છે. ચાંપરાજ સમયસર ન પહોંચે તે પિતાનું મસ્તક આપવાનું છે એટલે છેલ્લે પિતાની પત્નીની રજા લેવા ગયે. પિતાને પતિ મિત્રને આપેલું વચન પાળવા પિતાના જીવનનું સમર્પણ કરવા જઈ રહ્યો છે. આ જોઈને પહાડસિંહની પત્નીનું હૈયું નાચી ઉઠયું. ધન્ય છે તમને ! તેણે પતિના કપાળમાં કંકુને ચાંલ્લે કરી આશિષ આપ્યા. અહો કેવી આ સ્ત્રીઓ હશે ! આ જમાનામાં આવી આર્ય અને વીર નારીઓ મળવી મુશ્કેલ છે. પહાડસિંહ સભામાં ગયો. સભા ઠઠ ભરાઈ છે ચાંપરાજ હજુ આવ્યું નથી તેની રાહ જોવાઈ રહી છે.
સનરાણીની યુકિત - સોનાણીએ દરબારમાં ખબર આપ્યા કે બુંદીકોટાથી એક નર્તકી આવી છે. તે સંગીતકળા અને નૃત્યકળામાં હોંશિયાર છે. અગાઉ રાજકુમારીઓ તથા શ્રીમંતની પુત્રીઓને ૬૪ કળા શીખવવામાં આવતી. તેમાં સંગીત-નૃત્ય બધી કળાઓ આવી જાય છે અને આવા સમયે તે ખૂબ ઉપયોગી નીવડે છે સનરાણી ૬૪ કળામાં પ્રવીણ હતી અને તેમાં કંઠ અને નૃત્ય કરવાની કરવાની કળા તે અદ્દભુત હતી. બાદશાહ નૃત્યકળા અને સંગીતકળાને શોખીન હતું. અહીં પહાડસિંહ માટે ફાંસીને માંચડે તૈયાર કર્યો હતો. છતાં બાદશાહે કહ્યું પહાડસિંહને મોડા ફાંસી આપીશું નર્તકીને કહો જલ્દી આવે ને નૃત્ય કરે આખી સભા વિસ્મય પામી ગઈ. સોનને જોઈતું હતું તે મળી ગયું અને તરત નર્તકીને સ્વાંગ સજી સભામાં દાખલ થઈ.
એક તરફ ફાંસીને માંચડો તૈયાર થયું છે. પહાડસિંહ ઉપર મતના નગારાં વાગે છે. આ કરૂણતા ભરેલા વાતાવરણમાં સનરાણીએ આનંદભર્યું વાતાવરણ સર્યું એવું સુંદર નૃત્ય કર્યું અને સંગીતના મધુર સ્વર છેડયા કે જેનારને કલાકમિનિટ જે લાગ્યું. દેવાનુપ્રિયે! જેને જેમાં રસ હોય તેમાં તેને સમય કયાં ચાલ્યો જાય છે તે ખબર પડતી નથી. અનુત્તર વિમાનના દેવને તત્ત્વના ચિંતનમાં તેત્રીશ સાગરેપમનું આયુષ્ય કયાં પૂર્ણ થાય છે તેની ખબર પડતી નથી. આ સભા નૃત્ય જોવામાં ને સંગીતના સૂર સાંભળવામાં તલ્લીન છે. આવા સમયે પરસેવાથી રેબઝેબ વસ્ત્રો થઈ ગયા છે. મેઢા ઉપર થાકથાક દેખાય છે એવી સ્થિતિમાં ચાંપરાજે સભામાં પ્રવેશ કર્યો.
સેનને નૃત્ય કરતી જોઇ ચાંપરાજને આદેશ સેનને નૃત્ય કરતી જોઈ નર્તકીના વેશમાં પણ ચાંપરાજ તેને ઓળખી ગયો. અહો ! મારા પહેલાં આ અહીં ક્યાંથી પહોંચી? હું માર માર ઘાડી લઈને આવ્યો છું અને આ મારા પહેલાં કેવી રીતે આવી હશે?. શું આ હું સ્વપ્ન જોવું છું કે સાચું છે?