________________
૪૫૬
શારદા સરિતા
ભરવી પડતી હતી તેમાંથી તેને બાદશાહે મુક્ત કર્યો. ચાંપરાજ હાડાની કિર્તી ચારે તરફ ફેલાઈ અને સનરાણીના શીયળની સુવાસ ચારે તરફ મહેકી ઉઠી. જયારે જગતના લાખે ને કરડે ફીટકાર વચ્ચે શેરખાંની જીવનલીલા સમાપ્ત થઈ.
દેવાનુપ્રિયા ! આજે સમય ઘણે થઈ ગયું છે. પણ ટૂંકમાં મારે તમને એટલું કહેવું છે કે જીવનમાં બ્રહ્મચર્યની જ્યોત જલે તે વૃત્તિમાં વૈરાગ્ય આવે અને વૃત્તિમાં વૈરાગ્ય આવે તે પ્રવૃત્તિમાં આવે. આ ભારતની સ્ત્રીરત્નોનાં નામ ઈતિહાસના પાને
વલંત છે. વીર પુરૂષોને જન્મ આપી વૈરાગ્યના પથે વાળનારી માતાઓ છે. હવે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપવામાં આવે છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૩
વિષય: “માનવજીવનના મૂલ્યાંકન” ભાદરવા સુદ ૪ ને શુક્રવાર
- તા. ૩૧-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન !
સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતોએ જગતના જીવોના ઉદ્ધાર માટે શાસ્ત્રવાણીનો ઉપદેશ કર્યો છે. આગમમાં આત્માનો ઉદ્ધાર કરવાના ભરપૂર ભાવો ભર્યા છે. આત્માની આરાધનાના મંગલકારી પર્વને આજે સાત દિવસ છે. દિવાળી આવે છે ત્યારે કંઇકની આંખમાં આંસુ હોય છે. લેણીયાત પૈસા માંગે ને પાસે હોય નહિ તે દિલમાં કેટલું દુઃખ હોય છે! જ્યારે પર્યુષણ પર્વ એવું છે કે કેઈની આંખમાં આંસુ ન આવે. કઈ લેણીયાત ઉઘરાણી કરવા ન આવે પણ એકાંત કર્મના દેણ ચૂકવવા માટેની આરાધના કરી શકાય.
આજના વ્યાખ્યાનો વિષય છે “માનવજીવનના મૂલ્યાંકન” માનવજીવનનું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે છે? ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે તુસ્ત્ર વરુ માજી મદુર્લભમાં દુર્લભ કઈ ભવ હોય તે મનુષ્યભવ છે. આવા દુર્લભ માનવ ભવમાં ચાર અને દુર્લભ છે તે કયા?
चत्तारि परमंगाणि दुल्लहाणीह जन्तुणो। माणुसत्तं सुइ सध्धा, संजमम्मि च वीरियं ॥
ઉત્ત. સૂ. અ. ૩, ગાથા ૧ મનુષ્યત્વ, કૃતવાણીનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પુરૂષાર્થ મોક્ષ પામવા માટેના આ ચાર અંગે જીવને મળવા મહાન દુર્લભ છે. આ ચારમાં બે માનવદેહ અને શાસ્ત્રશ્રવણ એ બે નિમિત્તે કારણે છે અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા, સત્યા સત્યનો નિર્ણય,