________________
૪૪૮
શારદા સરિતા
સુધી ચાંપરાજ હાડાને દિલ્હીમાં નજરકેદ રહેવાનુ અને પક્ષની કબૂલાતા પર સહી લેવાઇ ગઇ! ચાંપરાજને એની પત્ની ઉપર વિશ્વાસ હતે કે પ્રાણ છોડશે પણ મારી સેાના રાણી ચારિત્ર નહિ છોડે. એવી એ પવિત્રતાની મૂર્તિ છે. સાક્ષાત દેવી છે એટલે ભલેહું દિલ્હી રહે. મારે એને કહેવાની કે સ ંદેશા મોકલવાની કાંઇ જરૂર નથી હાડાના દિલમાં શાંતિ અને વિશ્વાસ હતા. એલેા તમને તમારી પત્નીને કે પત્નીને તમારા આટલે વિશ્વાસ છે? “શેરખાંનુ ભુ દીકોટાગમન ’:
શેરખાં ખીડું ઝડપીને ખીજે દિવસે ખુદીકાટા જવા રવાના થયા. ત્યાં જઇને એક ધર્મશાળામાં ઉતો. ખુદીકોટામાં ફરવા લાગ્યા. ત્યાંના પ્રતિષ્ઠિત પ્રજાજનને શેરખાંએ પૂછ્યું' તમારા રાજા કાણુ છે? અને તે અહીં છે કે નહિ ? ત્યારે પ્રજાજના કહે છે એતા રાજ્યના કામે દિલ્હી ગયા છે. એમનું નામ ચાંપરાજ હાડા છે ત્યારે શેરખાં પૂછે છે એની રાણી કાણુ છે? તેની રહેણીકરણી કેવી છે? પ્રજાજના કહે ભાઈ તમે અજાણ્યાં લાગે છે. અમારા મહારાજાની સેાનરાણી એટલે મહાન પવિત્ર શક્તિના અવતાર છે. એના અશુચી પુદ્ગલામાં પણ એવી તાકાત છે કે રાગીના રોગ મટી જાય. ભૂત-પલિત ભાગી જાય. કાઈ એની સામે કુદૃષ્ટિથી જોઇ શકે નહિ. જુએ તેા ખળીને ખાખ થઈ જાય એવા એના સતીત્વને પ્રભાવ છે. ઘણાંને પૂછ્યું પણ શેરખાંને એક જ જવાબ મળ્યેા. ખુદીકાટામાં રહીને શેરખાંએ ઘણાં પ્રયત્ના કર્યા પણ રાણીની અડગતા આગળ શેરખાંની કાઇ કરામત ચાલી નહિ. શેરખાં સતીનું મુખ જોવા પણુ પામ્યા નહિ. આમ કરતાં ચાર મહિના ગયા પણ શેરખાંની યુકિત હજુ કામ લાગી નથી. તેથી ખૂબ મૂંઝાયા. ખીડું ઝડપી આવ્યો છું પણ કંઈ નહિ થાય તે ચાંપરાજને શીર દેવુ પડશે. આના કરતાં ગમે તે યુકિત કરૂ પણ હું સેાનરાણીનું શીયળ ખંડન કરી આભ્યા છુ ને તેને ત્યાં રહી આન્યા છું તેની ખાત્રી થાય તેવી તેની એકાદ બે ચીજો મળી જાય તે નિશાની તરીકે ત્યાં ખતાવી શકાય.
શેરમાં વેશ્યાને ઘેર ગયા. ભૂખ વિચાર કરી શેરખા બૂટ્ટીકાટાની મહાચતુર મદનસેના નામની વેશ્યાને ઘેર ગયા. તેને પેાતાની બધી વાત કહી સભળાવી અને કહ્યું તું મહાચતુર છે. જો તું સાનરાણીના ગુપ્ત અવયવનું ચિન્હ જોઇ આવ અગર હાડાએ યાદગીરીમાં આપેલી તેની એક એ પ્રિય વસ્તુઓ લાવી આપે તે તારી મહાન ઉપકાર માનીશ અને તારે જિંદ્મગીભર આવા ધંધા ન કરવા પડે એવી ન્યાલ કરી ઇશ. મઢનસેનાએ પહેલાં તે જવાની ના પાડી અને કહ્યું હું ગમે તેવી ચતુર હા... પણ એ સતીની પાસે મારી યુતિ ફાવે તેમ નથી. શેરખાંએ કહ્યું તું જે માંગીશ. તે આપીશ, પણ મારું કામ કરી દે. ખૂબ આજીજી કરી એટલે વેશ્યાએ કામ કરી આપવાની ખાત્રી આપી એટલે શેરખાંને શાંતિ વળી.