________________
૪૫૦
શારદા સરિતા
કે ફઈબા, તમારી રાહ જોઈને ગયા. ભોળી સોન કહે છે ફઈબા! તમારે પ્રેમ ઘણે છે. મારે તમને રોકવાની ખૂબ ઈચ્છા છે. પણ તમે ના પાડો છો એટલે હું વધુ શું કહું? પણ ફઈબા, આપના ભત્રીજાની ગેરહાજરીમાં મારાથી આપને સેવામાં ખામી આવી હાય કે આપને એ છું આવ્યું હોય તો માફ કરજે અને ફરીને આ વહુને સેવાને લાભ આપવા જરૂર પધારજો. આટલું બોલતાં સરળ સોનરાણીની આંખમાં આંસુ આવી ગયા. ફઈબા કહે છે બેટા ! તારો પ્રેમ ને લાગણી એવા છે કે મને જવાનું મન નથી થતું પણ હવે રહી શકું તેમ નથી. મારે ભત્રીજે મને મળે નહિ તેનું મને ખૂબ દુઃખ છે. પણ બેટા ! તેં જરા પણ ખામી આવવા દીધી નથી. મેં મારી ખૂબ સેવા કરી છે. મને તારે વિયેગ ખૂબ સાલશે. પણ બેટા ! મારી એક ઈચ્છા છે કે યાદગીરી તરીકે મારા હાડાની તલવાર ને રૂમાલ તારી પાસે છે તે મને આપે તે ઘેર બેઠા બેઠા તું મને યાદ આવીશ ત્યારે તેને જોઈને માનીશ કે મારો ભત્રીજો ને વહુ મને મળ્યા, એમ બોલતી સનરાણીના આંસુ લૂછવા લાગી.
નરાણની વ્યથા”:- ફઈબાની માંગણી સાંભળી સેન પૃથ્વી ઉપર પડી ગઈ. એને ખૂબ આઘાત લાગે. કારણ કે ચાંપરાજ હાડા જ્ય રે બહાર જતો ત્યારે સેન આ કટાર ને રૂમાલ પ્રેમના પ્રતીક તરીકે લઈ લેતી, અને તેની પૂજા કરતી. આ બે ચીજો આપવાનું સોનાનું મન ન હતું. શાંત થઈ, બેઠી થઈને કહે છે ફઈબા ! તમે તે મારું હાર્ટ માંગી લીધું. જેમ હાટે વિના માણસ જીવી શકતે નથી તેમ આ મારા પતિની આપેલી પ્રિય વસ્તુઓ મને મારા હાર્ટ કરતાં પણ પ્રિય છે. આપ બીજું કંઈક માંગે. ત્યાં ફઈબાનું મે મચકોડાઈ ગયું ને મેટું ચઢી ગયું. ત્યારે સોન વિચાર કરે છે કે ફઈબા પ્રત્યે સ્વામીનાથને. ખૂબ માન છે. ફઇબાને આ વસ્તુઓ નહિ આપું તે એ મને ઠપકે આપશે અને આપું છું તે મને પાલવતું નથી શું કરવું? પણ ફઈબાના મનોભાવ જાણીને સોનરાણીએ અનિચ્છાએ કટાર અને રૂમાલ આપી દીધા. એટલે ફઈબાને જોઈતું હતું તે મળી ગયું. ખુશખુશ થઈ ગયા. કોઈને ખબર ન હતી કે આનું પરિણામ શું આવશે ! વેશ્યા પૂરેપૂરું નાટક ભજવીને પિતાના ઘેર ગઈ.
અહીં શેરખાની મુદતને ચાર દિવસ બાકી હતાં. તે રાહ જોઈને બેઠો હતે. તેણે જઈને સનરાણીના ગુપ્ત ચિન્હની વાત કરીને કટાર ને રૂમાલ આપી દીધા. હવે શેરખાંના ખોળીયામાં પ્રાણ ને પગમાં જેમ આવ્યું. પિતાનું કામ થયું તેથી તેને ખૂબ આનંદ થયો. વેશ્યાને ખૂબ ઉપકાર માની વેશ્યાને અઢળક સંપત્તિ આપી. શેરખાં વરતુઓ લઈને બુંદીકેટથી રવાના થયે.
દિલહીમાં શેરખાંનું આગમન" - શેરખાં બુંદીકેટાથી નીકળી દિલ્હી, આવી ગયે. બરાબર છ મહિના પૂરા થયા છે. અકબર બાદશાહને દરબાર ઠઠ ભરાય છે.