________________
શારદા સરિતા
૪૪૯
મદનસેનાની યુકિત - મદનસેના ભારે ચતુર હતી. તેમાં પણ સનરાણીના જીવનથી પરિચિત હતી એટલે છળકપટ વિના ફાવી શકે તેમ ન હતું. એણે વેશ્યાનો સ્વાંગ ઉતારી ક્ષત્રિયાણને સ્વાંગ સજય અને ખૂબ દૂર દેશાવરથી આવતી હોય તેમ નોકર-ચાકર અને વાહનો આદિ ઠાઠમાઠથી બુંદીકેટામાં પ્રવેશ કર્યો ને રાજમહેલમાં ખબર મોકલ્યા કે ચાંપરાજહાડાના ફઈબા આવ્યા છે. સોનાણીને આ ખબર મળતાં ખુશ થઈ ગયા. હાડાના ફઈબા પધાર્યા અને તે પણ તેમની ગેરહાજરીમાં પધારે એટલે જરાપણ ખામી ન આવવી જોઈએ. ખૂબ વાજતેગાજતે ફઈબાનું સ્વાગત કરાવ્યું. હાડા પાસેથી ઘણીવાર ફઈબાના વખાણ સાંભળી સોનને ફઈબાને મળવાનું મન થતું તે ફઈબા ઘેર પધાર્યા છે. એટલે સેનને ફઈબા પ્રત્યે ખૂબ માન ઉપર્યું. સોનરાણમાં જેટલી વીરતા હતી તેટલી સરળ પણ હતી. ફઇબા સનરાણી સાથે મીઠી મીઠી વાતે કરે, પ્રેમ બતાવે કે સોનનું કમળ હૃદય પીગળી જતું.
દેવાનુપ્રિયે ! આજે સાચા કરતાં બેટને પ્રકાશ વધુ હોય છે. બટું સાચાને ઝાંખુ પાડી દે છે તે રીતે વેશ્યાના કૃત્રિમ પ્રેમે સનરાણીનું હૃદય જીતી લીધું. ભલી સોનરાણીને ખબર ન હતી કે આ ફઈબાના વેશમાં વિષભરી વેશ્યા છે. સોનાની પતિપારાયણતા અને સતીત્વને પ્રભાવ જોઈ વેશ્યાને વિચાર આવતો કે અહો, કયાં આની પવિત્રતા અને કયાં મારી અધમતા ! આ અવાજ તેના હૃદય સુધી પહોંચે તે પહેલાં શેરખાંની સંપત્તિ એની આંખે આંજી નાંખતી હતી. ફઇબા પૂછે છે સન ! મારે હાડે કયાં ગયે છે? મારે તે હવે જલ્દી જવું છે. ત્યારે કહે છે ફઈબા ! તે દિલ્હી ગયા છે. થોડા દિવસમાં આવવા જોઈએ. શી ઉતાવળ છે? જવાશે. આપ પધાર્યા છે તેથી મને બહુ આનંદ આવે છે. અને આપના ભત્રીજાને મળ્યા વિના કેમ જવાય? તમે જાવ અને એ આવે તો મને ઠપકો મળે. મારા ઉપર દયા કરી થોડા દિવસ રોકાઈ જાવ. વેશ્યા કહે ભલે, બે-ત્રણ દિવસ રાહ જોઉં છું. હવે સેન અને વેશ્યા વચ્ચે ગાઢ પ્રેમની ગાંઠ બંધાઈ ગઈ હતી. વળી હાડાસાહેબના ફઈબા એટલે દિલની બધી વાત ન કરતી. સેને જ્યાં જાય ત્યાં સાથે ને સાથે રહેતી. એક દિવસ વિશાળ હાજમાં એક કપડું પહેરીને સોનરાણી સ્નાન કરતી હતી. કપડા ભીંજાઈ જવાથી અંગોપાંગ દેખાઈ જાય છે તે રીતે રાણીની જમણી જાંઘ પર લાખાનું ચિન્હ હતું તે વેશ્યા જેઈ ગઈ. એટલે તેને ખૂબ આનંદ થા. પિતાનું કામ પૂરું થવાથી હૈયું હર્ષથી નાચી ઉઠયું.
- આ તરફ શેરખાની મુદત પૂરી થવા આવી છે એટલે વધુ રહી શકે તેમ ન હતું એટલે ફરીને કહ્યું. સોન! મારે જવું છે. મને ઘરેથી નીકળ્યા ઘણો વખત થઈ ગયો છે. હવે રેકાઈ શકું તેમ નથી. મને હાડાને મળવાની ખૂબ ઈચ્છા હતી તેથી તારા આગ્રહને માન આપી વધુ રોકાઈ ગઈ. પણ તે આવ્યું નહિ. તે તું મારા વતી તેને કહેજે