________________
શારદા સરિતા
૪૪૩ થાય છે અને જે ઉચ્ચાર થાય છે તે આચાર બને છે. વિચાર બગડે તે ઉચ્ચાર બગડે, અને ઉચ્ચાર બગડે તે આચાર બગડે છે. માટે મન ઉપર ખૂબ કંટ્રોલ રાખે.” મનુસ્મૃતિમાં કહ્યું છે કે “મન પર્વ મનુષ્યનાં ૨ વમોક્ષયોઃ” મન શુભપ્રવૃત્તિમાં જોડાય તે કર્મના બંધનોને તેડી નાખે છે ને અશુભમાં જોડાય તે નરકે પણ લઈ જાય છે. રૂપક-એક કવિએ કેશને ઠપકો આપતાં કહ્યું કે તું સારી નથી. ત્યારે કેશ કહે છે મારે શું વાંક છે કે મને આટલી બધી ધુત્કારી નાંખે . ત્યારે કહે છે તું તે એકલા કેલસા બેદી લાવે છે. ત્યારે કેશ કહે છે તેમાં મારે દેષ નથી. મને કઈ કુંભાર માટીની ખાણે લઈ જાય તે માટી ખેદું, કેલસાની ખાણે કેલસા અને હીરાની ખાણે હીરા નીકળે. બાકી મારો દોષ નથી. દોષ ખોદનાર છે. કેશ તેની છે છતાં પણ હીરા, માટી કે કેલસા મેળવવા એ ખોદનારના હાથની વાત છે. તેમ મનને શુભમાં પ્રવર્તાવવું કે અશુભમાં તે આપણું હાથની વાત છે. મન વિશુદ્ધ બને તે વૃત્તિમાં વૈરાગ્ય આવે અને વૃત્તિમાં વૈરાગ્ય આવે તો પ્રવૃત્તિમાં આપમેળે આવે તે સત્ય છે. પણ મનમાં જે સડે પેઠે તે વૃત્તિમાં પેસી જશે અને વૃત્તિમાં પેઠો તે વર્તનમાં પણ સડે આવી જશે, માટે ખૂબ સાવધાની રાખો.
આંગળી પાકી અને ડોકટર પાસે ગયા તો ડોક્ટર કહેશે કે સેપ્ટી થઈ ગયું છે આટલી આંગળી કપાવી નાખે તે ભવિષ્યનો વિચાર કરીને તરત કપાવી નાખે છે તે રીતે જ્ઞાની કહે છે મનમાં આવેલ એક પાપી વિચાર સારા જીવનને બગાડે છે માટે મનમાં પાપને આવવા ન દેશે.
જૈન દર્શનમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આ ચાર દોષ બતાવ્યા છે. અતિકમ એટલે પાપ કરવાના પરિણામ થાય. વ્યતિક્રમ એટલે પાપ કરવાની ભાવના દઢ થાય, અતિચાર એટલે પાપ કરવા તૈયાર થવું અને અનાચાર એટલે પાપનું સેવન કરવું. અતિચાર સુધી આવેલે હજુ પાછા હઠી શકશે પણ જ્યાં પાપનું સેવન થઈ ગયું પછી પાપને ભોગવ્યા સિવાય તારે છૂટકારે નથી. માટે પાપ કરવાની વૃતિ થાય કે તરત તમે નાબૂદ કરે. આજે તેલાઘરને દિવસ છે. દિવાળી આવે છે ત્યારે બહેને ઘરને સાફસુફે કરે છે, તેમ આત્માની સાફસૂફી કરી વૃત્તિઓમાં વૈરાગ્યને વસાવવા માટેનું અનુપમ સંવત્સરી મહાન પર્વ પરમ દિવસે આવે છે. મહિના અગાઉથી દાંડી પીટાય છે. ચાર ધર ગયા. હવે આ ચેતવાનું છેલ્લું ધર છે. હજુ તૈયારી ન કરી હોય તે આજથી કરી લેજો અને તમારી વૃત્તિમાંથી સંસારના રાગ-દ્વેષ અને કષાય રૂપી કચરા કાઢી નાંખશે. અંદર જે ક્યરે ભર્યો હશે તે સારી વસ્તુમાં પણ કચરો દેખાશે. જેમ કે ઈ માણસને કમળ થયેલ હોય તે તેની સામે સફેદ વસ્તુ મૂકીને પૂછવામાં આવે કે આ તને કેવું દેખાય છે? કહેશે કે મને પીળું દેખાય છે. એ આંખને દેષ નથી પણ અંદર રહેલા કમળાને દેષ છે.