________________
૪૪૧
શારદા સરિતા છે તેથી એકબીજાના સુખ દેખાયા. હરિશ્ચંદ્ર બોલી ઉઠ્યા-કેણુ તારામતી? તારામતી કહે પ્રાણનાથ! પતિને જોઈને તેને હિંમત આવી. કહે છે પ્રાણનાથ! આપ હવે આ બધું સંભાળી લે. રાજા કહે-આ શું? આપણું હિતને શું થઈ ગયું? તારામતીએ પિતાની કહાણી કહી. સાંભળીને રાજાનું હૃદય ભરાઈ આવ્યું. પણ બીજી ક્ષણે પિતાના કર્તવ્યનું ભાન થયું ને કહ્યું તારામતી! આ રોહિતને અગ્નિસંસ્કાર કરવા માટે એક ટકે ટેકસ આપવો પડશે. તારામતી કહે છે નાથ ! આ ખાપણના લાકડા પણ અંધારામાં મહા મુશીબતે વણીને ભેગા કર્યા છે. પેટપૂરતું ખાવા મળતું નથી ત્યાં ટકો કયાંથી લાવું? શું આ પુત્ર મારો છે તે તમારે નથી? તમે આટલો કર માફ ન કરી શકે. રાજા કહે છે- તારી વાત સાચી છે. હું અત્યારે કર જતો કરું પણ મારે માલિકને શું જવાબ આપે ? તારી પાસે કર માંગતાં મને પણ ઘણું દુઃખ થાય છે. પણ સત્યને ખાતર આપણે રાજપાટ છેડી વેચાઈ ગયા, તે એક ટકા માટે સત્યને વેચાય ? તુંજ કહે. તું મને સત્યવ્રતથી ચૂકવાની સલાહ આપે છે ખરી? રાજાના શબ્દ સાંભળી તારામતી સત્યવ્રતમાં મક્કમ બની. નાથ ! સત્ય માટે આપણે પુત્ર તે શું, દુનિયાના બધા પદાર્થો તૃણવત છે. પણ હવે ટેકસ માટે શું કરવું? વિચાર કરતાં રસ્તો મળે તેણે કહ્યું સ્વામીનાથ ! ટેકસ માટેના ટકાના બદલામાં આ મારી અડધી સાડી ફાડીને આવું છું. એમ કહી સતી પિતાની અડધી સાડી ફાડીને રાજાને કરેપેટે આપે છે. આ વખતનું દશ્ય ભલભલા ક્રૂર હદયના માણસને પણ પીગળાવી નાખે તેવું હતું. આ મશાનમાં હરિશ્ચંદ્ર રાજા અને તારામતી સિવાય કેઈ ન હતું. તેણે સતી પાસેથી કર લીઘે ન હેત તો કોણ જાણવાનું હતું ? છતાં સત્યને ખાતર પિતાની ફરજ અદા કરી. કરપેટે અડધી સાડી લઈને અગ્નિસંસ્કાર કરવાની રજા આપી અને જયાં અગ્નિસંસ્કાર કરવા જાય છે ત્યાં ધેધમાર વરસાદ પડે અને અગ્નિ બૂઝાઈ ગઈ.
આ કુદરતી વરસાદ ન હતું. જે દેવે હરિશ્ચંદ્ર રાજા અને તારામતીની કસોટી કરી હતી તેણે વરસાવ્યો હતો. રોહિતને સર્પદંશ થવામાં પણ દેવની માયા હતી. તે મરી ગયે ન હતું. હવે તેમની કસોટી પૂરી થઈ હતી. પરીક્ષા લેનાર દેવે વિચાર્યું કે ગુલામીના દુખમાં પુત્રને વિયાગ થયે તે પણ સત્યને છેડયું નહિ. આથી વિશેષ કસોટી કઈ હોય? દેવ મનમાં વિચારતું હતું કે કેવી અડગ સત્યનિષ્ઠા ! ત્યાં દેવાંગનાઓ પૂછે છે સ્વામીનાથ ! તમે શું વિચારમાં છે? દેવે હરિશ્ચંદ્રની કસોટી કરી હતી અને તેઓ આવા દુઃખમાં પણ કેવા દઢ રહ્યા. આ સાંભળી દેવીના રૂંવાડા ખડા થઈ ગયા. આવા સત્યવાદી પુરૂષના દર્શન કરવા જોઈએ. ચાલે, ત્યાં જઈએ. ત્યાં દેવ અને દેવીઓ મશાન ભૂમિમાં આવ્યા અને ચરણમાં પડીને માફી માંગીને કહ્યું કે મેં આપને ખૂબ કષ્ટ આપ્યા. ઈન્દ્ર મહારાજાએ જેવા આપના વખાણ કર્યા હતા તેવા જ આપે છે. દેવ