________________
શરદા સરિતા
૪૩૯
છે ત્યારે બ્રાહ્મણને પુત્ર કહે છે આ શું હેંગ માંડયા? દીકરાની સાથે તારે પણ મરવું છે? તું મરી જઈશ તે અમારી ૫૦૦ સેનામહોરેનું શું થશે? બ્રાહ્મણે બળતામાં ઘી હોમ્યું. દુર્જને હંમેશા બળતામાં ઘી હોમે છે. તારામતી બેભાન હતી. તેણે બ્રાહ્મણના શબ્દ સાંભળ્યા ન હતા. તે શુદ્ધિમાં આવી એટલે કહે છે મારા પુત્રને સર્પદંશ થયો છે. તે આપ મારી સાથે આવે. હું એકલી છું. બ્રાહ્મણને તારામતીના પુત્રની પડી ન હતી. એને તો કામની પડી હતી. તેણે કહ્યું તારે જવું હોય તે જા. અમે કઈ આવવાના નથી ને તું જહદી આવતી રહેજે. કોઈ ચાવવા તૈયાર ન થયું ત્યારે છોકરાઓને લઇને તારામતી ત્યાં આવી પહોંચી.
તારામતીને વિલાપ”-હિતના શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું, તે બેભાન બનીને પડે છે. તેને ખેાળામાં લઈને માતા ઢળવા લાગી. બેટા ! મારા સામું તે જે. તું કેમ બેલ નથી? તને આ ઉંમરે કમાવા જવાની રજા આપી એટલે નારાજ થયે છે કે શું બેટા! મેં તો તને પહેલાં ના કહી હતી. પણ તેં કહ્યું કે હું મારી જાતે કમાઈશ ને ખાઈશ. બેટા! એક વાર તે તારી માતાના સામું જે. હું તારા પિતાને શું જવાબ આપીશ? હું એક વખત તને તારા પિતાને સોંપી દઉં પછી મને નિરાંત થાય. જવાબ તે દે. હવે હું તને કદી મારાથી અળગે કરીશ નહિ. બેટા! તેં તે મને કેવી આશાઓ આપી હતી? તું તે કહેતા હતા કે હું તે થોડા વખતમાં દશ હજાર સોનામહોર કમાઈ આવીશ અને તમને બંનેને ગુલામીમાંથી મુકત કરીશ. તે તે બેલ્યા વચન પણ ન પાળ્યા. આમ બોલીને બાળકને ઢઢળવા લાગી. છાતી સમે ચાંપવા લાગી પણ આ બાળક ક્યાંથી બેલે?
તારામતી રેહિતને લઈ સ્મશાનમાં ગઈ" બધા માણસેએ પણ કહ્યું બહેન! તમારા રહિત મરણ પામે છે. સાંજ પડવા આવી છે. હવે તમે તેને અગ્નિસંસ્કાર કરી આવે. એટલે તારામતી રોહિતને લઈને જાય છે.
હરિશ્ચંદ્ર રાજા ઘેર તારામતી રાણું, નીચ ઘર ભરીયા પાણું રહિત લઈને શમશાને ચાલી, પછી એ ડાકણું કહેવાણી કરમની એવી છે એ કહાનીકરમની એવી છે એ કહાની કે રાણી રંકને ઘેર વેચાણું કરમની એવી છે એ કહાની
બધા માણસો એક પછી એક વિદાય થવા લાગ્યા. દેવે એની કસોટી કરતાં પાછા પડતા નથી પણ રાજા કે શાણુ બંનેમાંથી એક પણ ડગતા નથી. એકલી અટુલી અંધારી ઘર રાત્રિમાં પુત્રના શબને લઈને અગ્નિસંસ્કાર કરવા મશાનમાં આવી. અગ્નિસંસ્કાર કેમ કરે તે ખબર નથી. પાસે પાઈ પણ હતી નહિ. એટલે જંગલમાંથી