________________
૩૦૬
શારદા સરિતા કરવું નથી. આ શિષ્ય તરી જાય છે. ગુરૂ કેવા હોવા જોઈએ તે તરે અને બીજાને તારે તેવા નકા સમાન ગુરૂ હેવા જોઈએ. આજે દુનિયામાં ગુરૂ ઘણાં વધી ગયા છે પણ ગુરૂ ગુરૂમાં ફેર છે.
કાણે ચ કાષ્ટ તરતા યથાસ્તિ, દુગ્ધ ચ દુધે તરતા યથાસ્તિ, જલે જલે ચાં તરતા યથાસ્તિ, ગુરૂ ગુરી ચાં તરતા યથાસ્તિ!"
લાકડા અનેક પ્રકારના હોય છે. સાગનું, સીસમનું, બાવળનું, થેરીયાનું આદિ લાકડા છે અને સુખડનું લાકડું એ પણ લાકડું છે. એક બાજુ બધા પ્રકારનાં લાકડાની મેટી ગંજ ખડકી દે અને બીજી બાજુ સુખડની એક ભારી મૂકી દે. તે કિંમત કેવી? સુખડના લાકડાવાળો ન્યાલ બની જાય છે. એટલે લાકડા લાકડામાં ફેર છે. તેમ દૂધ દૂધમાં પણ ફેર છે. ગાયનું, ભેંસનું, બકરીનું, આકડાનું, થેરીયાનું બધા દૂધ હોવા છતાં બધાના ગુણમાં અંતર છે. ગાય-ભેંસનું દૂધ શરીરને પુષ્ટિ આપે છે અને આકડા-થોરીયાનું દૂધ પીવે તો માણસ મરી જાય છે. પાણી પાણીમાં અંતર છે. કેઈ ગામનું પાણી પીએ તે ખાધેલું જલદી પચી જાય અને કઈ ગામનું પાણી એવું હોય છે કે એને પીવાથી પેટ ભારે રહે. ખાધેલું પચે નહિ. તેમ ગુરૂ-ગુરૂમાં પણ ફેર હોય છે. એક ગુરૂ એવા હોય કે પિતે તરે અને બીજાને તારે અને એક ગુરૂ એવા હોય કે પોતે ડૂબે ને બીજાને ભવસમુદ્રમાં ડૂબાડે છે. જે જે આવા ગુરૂઓથી ભરમાઈ ન જતા.
આત્માને જગાડનાર ગુરૂ કેવા હોવા જોઇએ? જે ગુરૂને સમગ્ર જીવન સમર્પણ કરવાનું છે. આત્મ સર્મપણ કરવાનું છે તે ગુરૂ કેવા હોય? જે ગુરૂ પાસે જવાથી આત્માના અજ્ઞાનના અંધકાર ઉલેચાય ને જ્ઞાનને પ્રકાશ થાય એવા ગુરૂ પાસે જવું, ગુરૂ પણ એવા હોવા જોઈએ કે પિતાની પાસે આવીને બેસનારને સાચે રાહ બતાવે. નૈકાને સામે પાર લઈ જવામાં જેમ નાવિક મુખ્ય કારણ છે તેમ ગુરૂ સંસાર સાગર પાર કરવામાં મુખ્ય આધાર છે. ગુરૂઓ જગતમાં બે પ્રકારના હોય છે.
“જુવો વઢવ : ક્ષત્તિ, રાણકથાવાર :
गुरवो विरला सन्ति, शिष्यचित्तोपकारकाः॥" કેટલાક ગુરૂઓ એવા હોય છે કે જે પિતાના માટે, પિતાના નામ ને કીર્તિ માટે, પિતાની જરૂરિયાતો માટે શિષ્ય પાસે ધન ખર્ચાવનારા હોય છે. આવા ગુરૂઓ જગતમાં ઘણું મળશે. પણ શિષ્યના અંતરાત્માને ઉપકાર કરનારા, શિષ્યવર્ગનું આત્મ કલ્યાણ ઈચ્છનારા ગુરૂઓ ઘણા ઓછા મળશે.
આમ ગુરૂ-ગુરૂ વચ્ચે ઘણું અંતર છે. એક શિષ્યના વિત્તને હરણ કરે છે બીજા શિષ્યના ચિત્તને ઉપકાર કરે છે. શિષ્યના ચિત્તને ઉપકાર કેણ કરે? જેને પરિગ્રહનું બંધન ન હોય, પરિગ્રહને માથે ભાર ન હોય તે. નૌકા તરે કયારે? જ્યારે તેમાં વધુ