________________
૪૧૬
શારદા સરિતા મંગાવજો. પણ એ સંકટમાં સપડાઈ જાય ત્યારે પત્ર લખે ખરા? પછી પત્ર લખતાં બંધ થઈ જાય. મુંબઈમાં રહેતા હોય, સુખી હોય ત્યારે એના ઘેર જવા આવનાનું, બધે વ્યવહાર હોય પણ એ ગરીબ થઈ જાય ત્યારે એની ખબર લેવાની સગાઈ ન રહે. રસ્તામાં સામા મળે તે પણ આડું જુએ, રખે નજર એક થશે તે એ મારી પાસે આવશે અને મારે મદદ કરવી પડશે. પણ જ્યારે સગા કે સ્નેહી સુખી હોય ત્યારે એની ખબર ન લે તે વધે નહિ. પણ દુઃખના સમયે ખબર લે તે એનું અંતર તમને કેટલી આશિષ આપે!
નિસ્વાર્થ ભાવે કરેલી ભક્તિનું ફળ પેલો માણસ કહે છે શેઠ! બોલો, આપને કેટલી જરૂર છે? ત્યારે શેઠ કહે છે ભાઈ ! પાંચ-પચાસ હજારે પતે એમ નથી. શેઠ! આપ કહો કેટલા આપે તો ભીડ ભાંગે. વિના સંકેચે કહી દે. શેઠ કહે છે પચાસ લાખ રૂપિયા મળે તે હું સમાજમાં ઉભું રહી શકું તેમ છું. તરત પચાસ લાખનો ચેક લખી આપો. શેઠ તે સજજડ થઈ ગયા. આ શું? એની કેટલી ઉદારતા! શેઠ કહે છે ભાઈ ! તેં મને મરતો બચાવ્યો છે, તારો મારા ઉપર મહાન ઉપકાર છે. તું માનવ નથી પણ દેવ છે. કોઈ માણસને દુઃખ વખતે દેવ ઓચિંતી સહાય કરે છે તે તેને કેટલો આનંદ થાય છે. તેમ મને આજે આનંદ થયે.
દેવાનુપ્રિય! જે તમને મળ્યું હોય તે તમે કઈને આપતા શીખો. લાખ ને કરેડની મૂડી અહીં રહી જવાની છે. સમય આવે પૈસા ખાવા કામ નહિ લાગે. ગાડીમાં તમે મુસાફરી કરતા હે તે વખતે હાથમાં વીંટી હોય કે ખિસ્સામાં દશ-પંદર હજાર રૂપિયાની નોટ હેય ખાવા માટે ભાતું અને પીવા માટે પાણી રાખ્યું નથી અને ભર જંગલમાં ટ્રેઈન અટકશે તો રૂપિયાની નોટો ખાવા કામ લાગે ખરી? એ તમારી ભૂખ કે તરસ નહિ મટાડે. પણ લુખા સુકા રોટલાનું બટકું અને પાણીને લેટે તમારી ભૂખ તરસ મટાડશે. આ ભવમાં કોઈને ઠારશે તે તમને કઈ ઠારશે. કહેવત છે ને કે “કરે તેવું પામે ને વાવે તેવું લણે” તમે પૂર્વભવમાં વાવીને આવ્યા છે તે આ ભવમાં ભણી રહ્યા છે. પણ આ ભવમાં વાવશે નહિ તે બીજા ભવમાં કયાંથી લણશો?
આત્માને પ્રગતિના પંથે લઈ જવા માટે ધર્મની જરૂર છે. પરભવના સુખ માટે પણ ધર્મની જરૂર છે. ખાવું-પીવું ને મોજમઝા ઉડાવવી તે પ્રગતિને માર્ગ નથી. પણ ધમરાધના કરી મોક્ષમાં જવાનો પુરુષાર્થ કરે તે પ્રગતિનો માર્ગ છે. ગુલાબનું ફૂલ તમે છોડ ઉપરથી તેડીને સુઘે તે તમને સુગંધ આપશે. તેને પગ નીચે કચરી નાખે, - ધૂળમાં મસળી નાંખે કે પાણીમાં નાંખીને ઉકાળો તે પણ તમને સુવાસ આપે છે.