________________
શારદા સરિતા
૪૧૭
ત્યારે તમે બીજાને શું આપો છો ! તેને ખૂબ વિચાર કરજે. આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસ ચાલે છે. આજે ચોથે દિવસ આવી ગયે. દિવસો પાણીને પૂરની જેમ ચાલ્યા જાય છે. આ દિવસે માં બને તેટલું ધર્મધ્યાન કરે, કરાવો અને કરનારને અનમેદન આપો. હજારે જેમાં એકાદ જીવ જે ધર્મ પામીને સંયમમાગે જશે તે ભગવાન કહે છે લાખ અને કરેડેના દાન કરતાં પણ તેનું મહત્ત્વ વધારે છે. કહ્યું છે કે –
પ્રતિમાસે કરે દાન જે દશ લાખ ગાયનું
તેનાથી સંયમી શ્રેષ્ઠ, ભલે ન આપે તે કશું.
જે માણસ દર મહિને દશ લાખ ગાયનું દાન આપે છે તેના કરતાં સંચમી પુરૂષે ભલે કંઈક ન આપતા હોય તો પણ તે શ્રેષ્ઠ છે. કારણ કે સંયમપંથ એ પ્રગતિને પંથ છે. અહીં તે એકાંત નિર્જરા સિવાય બીજું કંઈ નથી અને સંસારમાં તે ડગલે ને પગલે પાપ ને પાપ. પાપ સિવાય કંઈ નથી. સંયમી પુરૂષો કેટલા જીવોને અભયદાન આપે છે. પંચમહાવ્રતધારી સંતે કેટલા સંતોષી! આજનું મળે તો કાલની ચિંતા નહિ. આજે ન મળે તે પણ આનંદ. જરા પણ ગ્લાનિ નહિ. ભાવ વધ્યા ને ઘટયા, કઈ જાતની ચિંતા નહિ. બસ, સ્વાધ્યાય, મનન અને ચિંતનમાં લીન રહેવાનું. કેઈ જાતની ફિકરચિંતા નહિ. ગમે તેવા સારા આહાર-પાણી અને વસ્ત્ર મળે તે પણ જરૂરિયાતથી વધુ સંગ્રહ કરવાની વૃત્તિ નહિ અને તમને તો થોડું મળે તો વધુ મેળવવાની ભાવના જાગે છે. ન ચાહો ત સ્રોહો રાહ ોહો વિકૃ૬ ! જેમ લાભ મળે તેમ લેભ વધતું જાય છે.
કરોડપતિ બનવાના કેડ -પહેલાના જમાનામાં એક શ્રીમંત શેઠ હતા. , આજે તો બે-પાંચ લાખના આસામીની કઈ વેલ્યુ નથી. કરોડપતિ હોય તે શ્રીમંત ગણાય. મુંબઈમાં તે ઘણું કરેડપતિ હશે. એ જમાનામાં પૈસાને આટલો બધે પુગે. ન હતે. પૈસાની કિંમત હતી, એક રૂપિયાનું અનાજ મળતું, એક રૂપિયાનું ચાર શેર ઘી મળતું. દૂધ-શાકભાજી બધું સહુ મળતું હતું. એ સમયે આ શેઠ પાસે ૯ લાખ રૂપિયા હતા. એને થયું કે હવે એક લાખ રૂપિયા મળી જાય તો કરોડપતિ બની જાઉં અને મારા બંગલા ઉપર કરોડપતિની દવજા ફરકે. એને કરોડપતિ બનવાના, કેડ જાગ્યા. જુઓ, પૈસાને લેભ લાગે પણ મનમાં એમ થાય છે કે હું શ્રાવક બન્ય છું તે હવે સાધુ બની જાઉં અને પંચપરમેષ્ટિમાં મારે નંબર લગાવું. આવા કેડ જાગશે તે આત્મા પ્રગતિના પંથે જશે અને પૈસા કમાવાના કેડ જાગશે તે અવનતિના પથે જશે. શેઠ કરોડપતિ બનવા ખૂબ મહેનત કરે છે, એમ કરતાં નવ્વાણું લાખ ને નવાણુ હજાર મળી ગયા, એક હજાર રૂપિયા બાકી રહ્યા. એક હજાર મેળવવા માટે સતત મહેનત કરે છે પણ કેડપતિ બનવાનું લલાટે લખાયું નથી એટલે હજાર મેળવવા