________________
૪૨૬
શારદા સરિતા આત્માનું અખંડ અને નિત્ય સુખ મેળવવા માટે અન્યાય, અનીતિ, અધર્મી અને અસત્યને ત્યાગ કરે પડશે. આપણે આજના વ્યાખ્યાનો વિષય છે જીવનમાં સત્યની જરૂરિયાત.” આજને માનવ એમ માને છે કે દુનિયાનો બધે વ્યવહાર અસત્યથી ચાલે છે. પણ જ્ઞાની કહે છે કે જેટલે વ્યવહાર સત્યથી ચાલે છે તેટલે અસત્યથી ચાલતું નથી. સત્યને ભગવાનની ઉપમા આપી છે. કહ્યું છે કે સર્વ વડુ મજાવં ] સત્ય એ ભગવાન છે. આજે માનવ જીવન ટકાવવા માટે આહાર-પાણી અને હવાની જરૂર છે તેમ જીવનમાં સત્યની જરૂર છે. સૂર્ય ઉદય થાય ત્યારે અંધકારને નાશ થાય છે ને ગંદકી સૂકાઈ જાય છે તેમ તેના જીવનમાં સત્યને સૂર્ય ઉદયમાન થાય છે, તેના જીવનમાંથી બીજા દુર્ગણે નાશ પામે છે અને જીવન તેજોમય ને સુંદર બને છે. સત્ય વિના માનવ એક પગલું ભરી શકતું નથી. કેવી રીતે?
તમે દુકાનેથી ઘેર આવ્યા. તમારે જમવું છે ત્યાં તમે ના પાડે તે ચાલે ખરું? ત્યાં સાચું બોલવું પડેને? બહારગામ જવું છે તે જે ગામ જવું છે તેની જ ટિકીટ માંગે ને? કે બીજી માગે? બોલે, ત્યાં સત્ય જ બેવવું પડયું ને? સત્યને માટે મહાન પુરૂએ પિતાના જીવનનું બલિદાન આપ્યું છે. તમે રાજા હરિશ્ચંદ્રની ફિલ્મ તો ઘણુવાર જોઈ હશે, પણ હજુ કઈ હરિશ્ચચંદ્ર બન્યા નથી. ફિલ્મ જોયા કરતાં જીવનમાં સત્ય અપનાવવું તે વિશેષતા છે. માણસ ગમે તેવો ડા, શાણો ને સુંદર હોય પણ જે એના જીવનમાં સત્ય, નીતિ અને સદાચાર નથી તે કાંઈ વિશેષતા નથી. કહ્યું છે કે
गंधेन हीनं कुसुमं न भाति, दन्तेन हीनं वदनं न भाति ।
सत्येन हीनं वचनं न भाति, पुण्यने हीन पुरुषो न भाति ॥
ફૂલ ગમે તેટલું સુંદર હોય પણ જો એમાં સુગંધ નથી તે ફૂલની કાંઈ કિંમત નથી. દાંત વિના મુખની શોભા નથી. સત્ય વિના વચનની કિંમત નથી અને પુણ્યહીન પુરૂષની કિંમત નથી. સત્ય અને શીયળના શણગારથી માનવીની શોભા છે.
આત્મા સદગુણનો ભંડાર, સત્ય શીયળને શણગાર:
એની શોભા અપરંપાર....એની શોભા અપરંપાર
જેની વાણીમાં એકાંત સત્ય ભર્યું છે તે જ્યાં જાય ત્યાં તેના પ્રત્યે સર્વને શ્રદ્ધા અને વિશ્વાસ બેસે છે. જીભ એક છે તેમ વચન પણ એક રહેવું જોઈએ. પિતાનું વચન પાળવા રામચંદ્રજી વનવાસ ગયા. સત્ય વચનનું પાલન કરવા હરિશચંદ્ર રાજા અને તારામતી રાણીને વેચાઈ જવું પડયું. આટલા વર્ષો વીતી ગયા પણ ઈતિહાસના પાને રામચંદ્ર આદિ મહાન પુરૂષના નામ સુવર્ણાક્ષરે લખાઈ ગયા છે. એ મહાન પુરૂષની કથા સંભળાવી કેટલા માણસે એમના નામ ઉપર પેટ ભરે છે. આ શેનો પ્રતાપ છે? એ મહાન જીવનમાં રહેલ સત્યને. આજનો વિષય છે “જીવનમાં સત્યની જરૂરિયાત” તે