________________
૪૩૦
શારદા સાત રાજા હરિશ્ચંદ્રને માનવી પાસે ડગાવવાનો નિર્ણય કર્યો. દેવે ઉપગ મૂકીને જોયું કે આ દુનિયામાં રાજા હરિશ્ચંદ્રને હરાવી શકે તે કોણ છે? ચારે તરફ દષ્ટિ કરતાં જણાયું કે વિશ્વામિત્ર ત્રાષિ મહાન તપસ્વી છે. એ રાજા હરિશ્ચંદ્રને ડગાવી શકશે. દેવની વિશ્વામિત્ર ઋષિ પાસે જવાની હિંમત ન ચાલી પણ તેમને કોપી બનાવવાના ઉપચાર શરૂ કર્યા. બે દેવાંગનાઓને સ્ત્રીના વેશમાં વિશ્વામિત્રના બગીચામાં જઈને શું કરવું તેની સૂચના આપીને મેકલી. દેવના કહેવા પ્રમાણે એ બંને સ્ત્રીઓ વિશ્વામિત્રના બગીચાને ખેદાન મેદાન કરવા લાગી. છોડવા ઉપરથી ફળ ને ફૂલ તેડી નાંખ્યા અને ઝાડના ઝાડ ઉખેડી નાંખ્યા. ઋષિ દયાનમાં બેઠા હતા ત્યાં જઈને શિષ્યએ ખબર આપી કે આપણું આશ્રમના બગીચામાં કઈ બે સ્ત્રીઓ આવી છે અને બગીચાને ખેદાનમેદાન કરી રહી છે. આ સાંભળી વિશ્વામિત્રના કેધને પાર ન રહ્યો પણ સ્ત્રી જાતિને શ્રાપ આપે તે બરાબર નથી એમ વિચારી એ બે સ્ત્રીઓને પોતાના તપોબળ વડે ઝાડ સાથે ચટાડી દીધી.
હવે હરિશ્ચંદ્ર રાજાની શું સ્થિતિ થઈ હતી ! રાજા સાત સાત દિવસ જંગલમાં રઝળીને પિતાના મહેલે પાછા આવ્યા છે. સાત દિવસના નકકર ઉપવાસ થવાથી રાજાનું મન પવિત્ર અને શુદ્ધ બની ગયું છે. તેને સમજાઈ ગયું કે સોનાના શીંગડાવાળા હરણ મંગાવવાના બહાને રાણીએ મારી વિષયની આગ બૂઝાવવાની યુક્તિ રચી છે એટલે પોતે આપેલા વચન મુજબ રાણના મહેલે ન ગયા અને પિતાના મહેલે ગયા. રાણીને ખબર પડી કે રાજા પાછા આવ્યા છે. પણ હવે તેની સાથે ભોજન મેકલવું તે વિચારમાં ને વિચારમાં રાણું સૂઈ ગયા ને ઉંઘ આવી ગઈ.
“રાજાની શાન ઠેકાણે આવી બીજા દિવસથી રાજાએ પહેલાની જેમ રાજ્ય વહીવટ સંભાળી લીધે. નિયમસર રાજસભામાં જવા લાગ્યા અને ન્યાયસિંહાસને બેસી ગ્ય ન્યાય આપવા લાગ્યા. બધું કામ પિતે સંભાળી લીધું. રાજાના જીવનમાં એકાએક પરિવર્તન થવાથી પ્રજાને નવાઈ લાગી. પણ રાજ્યની વ્યવસ્થા બરાબર થવાથી પ્રજાને ખૂબ સંતોષ થયો. લાંચ રૂશ્વત બંધ થઈ ગઈ અને ન્યાય-નીતિ અને સત્યની પ્રતિષ્ઠા સ્થપાઈ ગઈ. અધ્યામાં આનંદ આનંદ છવાઈ ગયે.
- સત્યને પ્રભાવ - એક દિવસ સવારે રાજા ફરવા જઈ રહ્યા હતા. રાજા હરિશ્ચંદ્રને સત્ય વ્રતમાંથી ડગાવવા આવેલા દેવે રાજાને વિશ્વામિત્રના બગીચા તરફ જવાની પ્રેરણા આપી, રાજા બગીચા પાસે પહોંચ્યા ત્યાં ઋષિના શાપથી ઝાડ સાથે ચૂંટી ગયેલી બંને સ્ત્રીઓ અમને કોઈ બચાવે, કેઈ બચાવો. સત્યવાદી હરિશ્ચંદ્રના રાજ્યમાં જુલમ થઈ રહ્યા છે એમ બોલતા કાળે કલ્પાંત કરતી હતી. રાજા હરિશ્ચંદ્ર આ સ્ત્રીઓની બૂમે સાંભળીને ત્યાં આવ્યા અને સ્ત્રીઓને ઝાડેથી છોડાવવા સ્પર્શ કર્યો કે તરત સત્યના