________________
૪૩૨
શારદા સરિતા શું ગુનો કર્યો? આ સાંભળી વિશ્વામિત્ર ઝંખવાણું પડી ગયા, ને બોલ્યાઃ પ્રજાએ આપેલ ન્યાયને હું માન્ય રાખું છું. હવે હું રજા લઉં છું. એમ કહીને ત્રષિ ઉભા થયા અને સભાજને સહિત રાજા ઉભા થઈ ગયા.
'' “ઋષિએ બીજો ઉપાય અજમાવ્યો”
ઉભા થયા પછી અષિ કહે છે, હે રાજન! તમે રાજનીતિ તો જાણે છો ને? આમ તે રાજનીતિની મેટી મેટી વાતો કરે છે. પણ તમારા આંગણે આવેલા યાચકને દાન આપવાનું તો સમજતા નથી. અષિ તમારા આંગણે દાન લેવા આવ્યા છે તે યાચકને દાન આપવાનું રાજનીતિમાં નથી? જતાં જતાં બીજો ઉપાય અજમાવ્યો. રાજા કહે છે, ગુરૂદેવ! હું રાજનીતિ બરાબર જાણું છું. જે આપ યાચક તરીકે આવ્યા છે તે જે માંગો તે આપવા તૈયાર છું. હું મારું તે આપીશ ને? ગુરૂદેવ આપના કરતાં રાજ્ય અધિક છે? હું મારું તે આપવા તૈયાર છે તે સમુદ્ર સહિત આખું રાજ્ય માગું છું. બેલે, આપવા તૈયાર છે? અષિએ સમુદ્ર સહિત આખા રાજ્યનું દાન માગ્યું ત્યારે પ્રજામાં હાહાકાર મચી ગયે. સૌ બોલવા લાગ્યા. ઋષિએ ગજબ કર્યો. એમને રાજ્ય શું કરવું છે? રાજા કહે ભલે, આપવા તૈયાર છું. હાથમાં પાણીની ઝારી લીધી. તે સમયમાં પ્રથા હતી કે જેટલી પૃથ્વી દાનમાં આપવી હોય તેટલી દાન આપતી વખતે બોલવામાં આવતી. રાજાએ પૃથ્વીનું પિંડ અને પાણીની ઝારી હાથમાં લઈને ઋષિને સમુદ્ર સહિત આખું રાજ્ય આપવાનો સંકલ્પ કરવા જાય છે ત્યારે વિશ્વામિત્ર કહે છે: રાજા! દાન આપી દીધા પછી તારી કંઈ સત્તા રહેશે નહિ. તારી શું પરિસ્થિતિ થશે તેને વિચાર કર્યો છે? રાજાએ પણ દઢતાથી જવાબ આપે, કે હે ગુરુદેવ! જે દાન કરે છે તે પાછળનો વિચાર કરતા નથી. દાન આપવું તે રાજધર્મ છે. તે બજાવવા માટે તત્પર રહેવું જોઈએ. રાજાની દઢતાથી પ્રજા સ્તબ્ધ થઈ ગઈ. શું હરિશ્ચંદ્ર રાજાની ટેક છે! રાજાએ તે સંકલ્પ કરી લીધે. કષિને થયું રાજા હેરાન થશે તે સત્યવ્રતમાંથી ડગશે એટલે વળી ત્રીજો રસ્તો શોધી કાઢયે.
હે રાજન ! દાન આપ્યા પછી દક્ષિણ તો આપવી જોઈએને? કે તે મારે યાદ કરાવવું પડે છે. ગુરૂદેવ ! હું ભૂલી ગયા. હમણાં આપે છે. ભંડારીજી ! ગુરૂદેવને ભંડારમાંથી એક હજાર સોનામહોરે આપી દે. ત્યારે ઋષિ કહે છે કે હે રાજન ! તમે મને રાજ્ય તે દાનમાં આપી દીધું. હવે રાજ્યના ખજાનામાંથી એક પાઈ પણ આપવાનો તમને અધિકાર નથી. રાજાને પિતાની પરિસ્થિતિનું ભાન થયું. એક હજાર સોનામહોર આપવાનું બેલાઈ ગયું પણ હવે આપવી કેવી રીતે ? ત્યારે સભામાંથી પ્રજાજનો બોલી ઉઠ્યા. રાજાવતી અમે હજાર સેનામહોરો આપી દઈએ છીએ. ત્યારે કષિ કહે છે બીજા આપે તે દક્ષિણ મારે જોઈતી નથી. રાજા દક્ષિણ આપવા ઈચ્છતા હોય તો પિતાની