________________
શારદા સરિતા
૪૨૯
શિંગડાવાળું હરણ ન લાવે ત્યાં સુધી રાણીના મહેલે તે જવાય નહિ. પેાતાના મહેલે જઇને સૂઇ ગયા. શણીને ખબર પડી કે મહારાજા આવી ગયા છે. રાજાના ગયા પછી મહારાણી તારામતીએ કઈં ખાધું પીધું ન હતું. તે પણ રાજાની રાહ જોઈને બેઠા હતા. તારામતીએ દાસીને કહ્યું-મહારાજા થાકીને ભૂખ્યા તરસ્યા આવ્યા હશે, તુ ભેજન કરાવવા જા. ત્યારે દાસી કહે છે મા! હું ન જાઉં તમે જાવ. ત્યારે રાણી કહે છે મે રાજાને ભેાવિલાસથી મુકત કરવા માટે આ યુકિત રચી છે અને તેમને મારા મહેલે આવવાની ના પાડી છે અને જો હું ત્યાં જાઉં તે તેમની કામવાસનાને ઉત્તેજન મળે કે ખીજુ કાંઇ ? દાસી કહે છે તમને રાજા પાસે એકાંતમાં જતાં ડર લાગે છે તેા મને આપના કરતા વધુ ડર લાગે ને? રાજની કામાંધતાથી સૈા પરિચિત હતાં. એટલે રાણી કહે છે તારી વાત સાચી છે. હવે શું કરવું ? તારાતિ રાણી નિષ્ઠુર ન હતી. તેને રાજાની ખૂબ દયા આવી. પણ એમનું જીવન સુધારવા માટે આમ કરવું પડયું છે. તે વિચારમાં રાણી ઉંધી ગયા. રાજા તેમના મહેલમાં છે ને રાણી જુદા હવે શું અન્ય તે સાંભળેા.
હવે શું કરવું મહેલમાં છે.
44
રાજાના સત્યની પ્રશંસા ”
એક વખત દેવાની સભા ભરાઈ હતી. તે સમયે ઈન્દ્ર મહારાજાએ અપ્સરાઓને હ્યુ કે આજે તમે સત્યનું નાટક ભજવે. જેથી સત્યને મહિમા સહુને સમજાય. ત્યારે દેવે પૂછે છે. મહારાજા! આજે સત્યનું નાટક કરવાનું શું પ્રયેાજન છે? ત્યારે ઇન્દ્ર મહારાજે કહ્યું – મૃત્યુલેાકમાં રાજા હરિશ્ચંદ્ર સત્યવ્રતમાં એટલા અડગ છે કે દુનિયાના જમ્બરમાં જખ્ખર માનવી તેા શુ પણ દેવલાકના દેવ પણ તેને સત્યવ્રતથી ડગાવવા સમર્થ નથી. આ સાંભળી હલકી કોટિના દેવને ઈર્ષ્યા આવી કે ઈન્દ્ર મહારાજા માનવીના આટલા બધા વખાણ કરે છે અને આપણા વખાણુ નથી કરતાં! ઉચ્ચ કોટિના દેવા માનવીની પ્રશંસા સાંભળીને ખુશ થાય છે અને હલકા દેવેશ ઇર્ષ્યાની અગ્નિથી મળી જાય છે. એણે ઈન્દ્ર મહારાન્તને કહ્યુ આપે હરિશ્ચંદ્રના ખૂબ વખાણ કર્યા છે તે હું તેને ડગાવવા જાઉં છું. ત્યારે ઈન્દ્ર કહે છે ખુશીથી જાવ. પણ એટલુ નેાંધી રાખજો કે હું જેની પ્રશંસા કરું તે સેા ટકા દૃઢ મનેાખળવાળાની કરું છું ખીજાની નહિ. એ દેવ ઈન્દ્રના વચન પર વિશ્વાસ રાખે તેવા ન હતા. એ મૃત્યુલેાકમાં આવ્યે.
* ઇર્ષ્યાળુ દેવ પરીક્ષા કરવા માટે મૃત્યુલામાં આવ્યે
દેવે વિચાર કર્યા કે ઇન્દ્ર મહારાજાએ હરિશ્ચંદ્ર રાજાના આટલા બધા વખાણુ કર્યા તે એ સત્યવ્રતમાં અત્યંત દૃઢ હશે તેમાં શંકા નથી. આવા માનવને ડગાવવે સહેલ નથી, છતાં હું તેને ડગાવીશ. એને ડગાવવા શુ કરવું તે વિચ:ર કરી લીધા કે હમેશાં લેાઢું લાઢાને કાપી શકે છે તેમ માનવી માનવીને હરાવી શકે એમ વિચારી દેવે