________________
શારદા સરિતા
૪૧૫
અંદર જવા દે. ત્યારે પહેરેગીર શેઠને પૂછે છે કે એક માણસ આપના સરનામાનું કાર્ડ લઈને આવ્યો છે ને એ આપને મળવા માંગે છે, એને આવવા દઉં? શેઠ કહે છે ભલે આવે. કાર્ડ લઈને અંદર જાય છે, ને શેઠને પ્રણામ કરીને કહે છે, આપે દસ વર્ષ પહેલા દરિયા કિનારે મને આ કાર્ડ અને ૨૫,૦૦૦ રૂ. ને ચેક આપે હતો ને કહ્યું હતું કે તારે જરૂર પડે ત્યારે મારે ઘેર આવજે. તે શેઠજી! હું આવ્યો છું. શેઠના મનમાં થયું કે આ મારી પાસે મદદની આશાથી આવ્યા છે. હું એને શું આપુ?
શેઠ કહે છે ભાઈ! તું થોડે મોડો પડે. મેં તેને કહ્યું હતું ને તું આવ્યો પણ તને આપવા જેવું મારી પાસે હવે કંઈ નથી. મને મારું કર. આવનાર વ્યકિત કહે છે, શેઠ! તમે તે મને ઘણું આપ્યું છે. મારા જીવનનો ઉદ્ધાર કર્યો છે. હું એવો લેભી હતું કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે. કદી કોઈ ગરીબના સામું જે ન હતો. મારા દિલમાં દયાને છાંટ ન હતો. પણ આપનું ધન મારા ઘરમાં આવ્યું ત્યારથી મારા દિલમાં દયાના ઝરણાં વહ્યા ને મારા જીવનનું પરિવર્તન થઈ ગયું. જેમ મશીનમાં અશુદ્ધ પદાર્થો શુદ્ધ થઈને બહાર નીકળે છે, મેલા કપડાં મશીનમાં નાંખવામાં આવે તો સ્વચ્છ થઈને બહાર આવે છે તેમ આપના જીવનમાં રહેલી નીતિના પ્રભાવથી મારું જીવન પવિત્ર બની ગયું છે. હું આપની પાસે લેવા નથી આવ્યું પણ આપને મળવા અને આપના પવિત્ર દર્શન કરી પાવન બનવા આવ્યો છું પણ હું આપને એક વાત પૂછું છું કે હું ઘરમાં આવ્યું ત્યારે આપના હાથમાં કાચની પ્યાલી હતી. આપ મોઢે માંડવાની તૈયારીમાં હતા અને આપે મને જોઈને તે ખાલી સંતાડી દીધી તો એમ કરવાનું કારણ શું? શેઠ કહે છે ભાઈ ! એ તમારે જાણવાની જરૂર નથી. ત્યારે કહે છે જે હોય તે મને કહે. હું જાણ્યા વિના જવાને નથી. એ તો અહો લગાવીને બેસી ગયે. ખૂબ પૂછયું ત્યારે શેઠ કહે છે ભાઈ ! મારા જીવનનો અંત લાવવા માટે ઝેરની પ્યાલી પીવા બેઠો હતો અને તું આવી ગયે. આવનાર ભાઈ કહે છે આપને આ રીતે જીવનને અંત શા માટે લાવવો જોઈએ? શેઠ કહે છે ભાઈ ! મારે દુનિયામાં મેં બતાવવાને વખત નથી રહ્યા. મને બહાર નીકળતાં શરમ આવે છે. મેં આજ સુધી કેઈનું દિલ દુભાવ્યું નથી. મને મળ્યું તે ફૂલ નહિ ને ફૂલની પાંખડી આપી છે. હવે કઈને આપવાની શતી પાઈ રહી નથી. ખૂબ મૂંઝાયો છું.
આવનાર માણસ કહે છે શેઠ! આપ શા માટે મુંઝાવ છો? હું આપની પડખે ઉ છું. આપ સુખી હતા ત્યાં સુધી હું ન આવ્યું. પણ તમારું કાર્ડ રેજ જેતે. તમારું નામ મારા દિલમાં કોતરાઈ ગયું છે. પેપરમાં આપના સમાચાર વાંચીને હું આવ્યો છું. બંધુઓ! તમારા સગાવહાલા દેશમાં રહેતા હોય, એ સુખી હોય ત્યારે તમે પ્રેમથી પત્ર અવારનવાર લખતા રહે છે અને ભેગું લખે છે કે જોઈતું કરતું