________________
શારશ્તા સરિતા
૪૧૩
નવી નવી શોધ થઈ રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સંસારના રાષ્ટ્ર વૈજ્ઞાનિક હરીફાઈઓમાં એકબીજાને હરાવવાનો પ્રયત્ન કરે છે. માનવ મંગળ ગ્રહ ઉપર પહોંચવા અને ચંદ્રકમાં વિહાર કરવાની તૈયારી કરી રહ્યો છે. રોકેટ, ઉપગ્રહ અને અંતરિક્ષ વાહનોથી માનવ આકાશમાં ઉડવાનો પ્રયત્ન કરે છે. ખરેખર સાચા અર્થોમાં કહું તો આજના માનવને જમીન ઉપર ચાલવાનું તો આવડતું નથી અને તે ચંદ્રલેકમાં પહોંચવાની યેજના ઘડી છે. માનવ જમીન ઉપર કયાં ઉભે છે અને કયાં તેને પગ છે તેનું પણ તેને ભાન નથી. પરંતુ તે ચંદ્રક અને મંગળ ગ્રહ ઉપર રહેવાનું વિચારી રહ્યો છે. આ કેટલી આશ્ચર્યની વાત છે!
વિજ્ઞાનની આંધીમાં મનુષ્ય પોતાનું ઘર ભૂલી જાય છે. વિકાસ અને ઉન્નતિના સાચા રસ્તાને ભૂલીને ન જાણે તે કઈ આડાઅવળા રસ્તા ઉપર જઈ રહ્યો છે અને પાછો સમજે છે કે તે પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. હવે એ વિચારવાનું છે અને સમજવાનું છે કે ઉન્નતિને સાચે રસ્તે કર્યો છે? અભ્યદયનો રાજમાર્ગ શું છે? માનવને આ વિચારવાનું અને સમજવાનો સુઅવસર મળે છે. સંસારના દરેક પ્રાણીઓને એકેન્દ્રિયથી લઈને તિર્યંચ પચેન્દ્રિય સુધીના પશુ-પક્ષીઓને આ વિવેકશકિત પ્રાપ્ત થઈ નથી. મનુષ્યનું એ અહોભાગ્ય છે કે તેને વિચારવાની અને સમજવાની અનુપમ શક્તિ પ્રાપ્ત થઈ છે. એકેન્દ્રિય વિગેરે પ્રાણી અકામ નિર્જરાના કારણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરેન્દ્રિય અને પચેન્દ્રિય બને છે અને પછી પ્રગતિના પંથ પર આવે છે. પરંતુ તેની આ પ્રગતિ વિચારણપૂર્વક નથી. પ્રગતિ માટે શું કરવું જોઈએ તે સમજ્યા વગર અકામ નિર્જરા અથવા ભવિતવ્યતાનાં બળ પર તે આગળ વધે છે, પરંતુ માનવમાં વિચારવાની શકિત અદ્દભુત છે. જેના કારણે તે સમજી વિચારી, ચિંતન-મનન કરીને પિતાની પ્રગતિનો માર્ગ રજુ કરી શકે છે. માનવમાં કઈ દાન કરે, કઈ શીયળ પાળે, કઈ તપ કરે અને કેઈ આ બધું કરે છે તેની અનુમેહના કરે છે. કેઈ અંતઃકરણપૂર્વક મનમાં શુભ ભાવના ભાવે છે કે હું આ બધું ક્યારે કરીશ? અને સમય આવે ત્યારે કરી લે છે. તે સાચી પ્રગતિ સાધે છે. જેન હોય તેના જીવનમાં દયા ભારોભાર ભરી હોય છે. અરે કંઈક એવી વ્યક્તિઓ પણ હોય છે કે જેને ન હોય, એકબીજાને કદી જોયા ન હોય છતાં બીજા પ્રત્યે કેટલી સહાનુભૂતિ બતાવે છે. આ
એક વખત એક મોટા શ્રીમંત શેઠ પિતાની ગાડી લઈને દરિયા કિનારે ફરવા માટે ગયા. તે વખતે એક માણસ દરિયા કિનારે આંટા મારતા હતા ને ચારે બાજુ દષ્ટિ કરતો હતો. આ જોઈને પેલા શેઠના મનમાં થયું કે આ માણસ દુઃખી દેખાય છે અને દરિયામાં પડીને આપઘાત કરવાની ઈચ્છા કરતા હોય તેમ લાગે છે. પણ મને જોઈને સંકોચાય છે. માણસ મરવા કયારે આવે? કોઈને મરવું ગમતું નથી પણ એ