________________
૪૧૨
શરદા સરિતા છે. જેનો આજે ભારતમાં મોટા ભાગે અભાવ છે. તેનું પાલન કર્યા વિના અને ધર્મના મૂળભૂત તત્વોને જીવનમાં ઉતાર્યા વિના સુખ કેવી રીતે મળી શકે? આસ્તિક હોય કે નાસ્તિક હોય, સામ્યવાદી હોય કે સમાજવાદી હોય, પણ બધાને ધર્મના આ નિયમ સ્વીકાર્ય છૂટકે છે. ધર્મના કાયદાનું પાલન કરવું તેનું નામ ધર્મ છે. ત્યાં સુધી જીવનમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. બીજા દેશોની અપેક્ષાએ ભારત ધર્મપ્રધાન દેશ છે. ભારતમાં બધા ધર્મો છે. જેન-બૌદ્ધ-ઈસ્લામ-ઈસાઈ-વૈષ્ણવ વિગેરે ધર્મોના ધર્મસ્થાનકે બીજે ક્યાંય નથી એટલા ભારતમાં છે. તેથી ભારત ધર્મપ્રધાન દેશ ગણાય છે. અન્ય દેશ નહિ. જેટલો તપ-ત્યાગ ભારતમાં છે તેટલો બીજે કયાંય નથી. છતાં આજે ભારતની કરૂણાજનક સ્થિતિ કેમ છે? ભારત બીજા દેશે કરતાં દુઃખી છે તેનું કારણ શું ? “ધર્મણવ હૃતોત્તિ ઘર્મોક્ષિત: રક્ષતિ. ” ધર્મનું રક્ષણ કરવાથી આપણું રક્ષણ થાય છે ને ધર્મને નાશ કરવાથી આપણે નાશ થાય છે માટે તમે ધર્મનું રક્ષણ કરે.
આજે તમે બધા જેન કુળમાં જગ્યા એટલે માને છે કે અમે જેન છીએ. પણ શું જૈન કુળ તમારો ઉદ્ધાર કરશે? એક પકડ પકડી છે તે છૂટતી નથી. જેમ એક શેઠ યાત્રાએ ગયાં ને નોકરને કહ્યું કે તું તાળું સાચવજે. નેકર સમજે કે શેઠે તાળું સાચવવાનું કહ્યું છે. એટલે નોકર તાળું પકડીને બેસી રહેતે. ચેરેને થયું કે શેઠ યાત્રાએ ગયા છે પણ એનો નોકર તાળું ઝાલીને બેસી રહે છે. હવે આપણે ચેરી શી રીતે કરવી? ચેરેએ શેઠના મકાનના પાછળના કરામાં બાકોરું પાડયું. અંદર પિઠા. તિજોરી તેડવા માંડી એટલે ખળભળાટ થયે પણ નેકરે તે એક વાત પકડી કે અંદર ગમે તે થાય મારે શું જવાનું! મારે તે તાળું સાચવવાનું છે. ખબર પડી કે ઘરમાંથી માલ ચોરાય છે તો પણ ચેત્યે નહિ. શેઠનું ઘર ખાલી થઈ ગયુ. શેઠ યાત્રાએથી આવ્યા અને જોયું તે ઘર ખાલીખમ. નોકરને કહે છે તેને ઘર સેંપીને ગયે હતો છતાં આમ કેમ? ત્યારે નકર કહે છે ઘરમાં ગમે તે થયું તેની સાથે મારે કંઈ નિસ્બત નથી. મારે તે તાળાની સાથે નિસબત છે. જોઈ લે. તાળું સાબૂત છે ને? ત્યારે શેઠ કહે તાળું સાચવવાને અર્થ શું? તાળું સાચવવાની સાથે આખું ઘર સાચવવાની જવાબદારી હતી. તેમ જ્ઞાની કહે છે તમે ઉપરથી જૈનના નામનું તાળું લગાડયું છે, પણ અંદરથી જૈનત્વને માલ ચોરાઈ રહ્યો છે પણ ચેતનદેવ જાગતું નથી. તે આત્મકલ્યાણ ક્યાંથી થશે અને પ્રગતિના પંથે ક્યાંથી જવાશે? સંસારની સેંકડે પ્રગતિ કરી પણ આત્મા માટે કેટલી કરી?
સંસારમાં દરેક વ્યકિત પિતાની પ્રગતિને ઈચ્છે છે. માનવ માત્ર ઉન્નતિને માટે, પ્રગતિને માટે, કાન્તિ, ઉત્કાનિત અને વિકાસને માટે પ્રયત્ન કરે છે. આજે બધા બેલી રહ્યા છે કે અમે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ખરેખર વિજ્ઞાને ભૌતિક ક્ષેત્રમાં આશ્ચર્યજનક પ્રગતિ કરી છે. દિન-પ્રતિદિન વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. દરરોજ