________________
૩૧૬
શારદા સરિતા
એને મર્મ કઈ સમજતું નથી. આ કેવલી પ્રરૂપિત દયાધર્મ મળ્યા પછી ક્ષણે ક્ષણે એવી જાગૃતિ રહેવી જોઈએ કે મારાથી હવે પાપને બંધ કરાય નહીં. પણ આજને માનવી પૈસા માટે જૈન ધર્મને ન શોભે તેવા પાપ કરવા તૈયાર થાય છે. વિશ્વમાં વધતા જતા ભૌતિકવાદે માનવીની પવિત્ર ભાવનાઓનો ભૂકકો કરી નાખે છે. ક્ષણિક સુખના સાધને ખાતર માનવી સંસ્કાર અને ધર્મનીતિને નેવે મૂકી દે છે. હમણાં એક પત્રિકામાં વાંચવામાં આવ્યું છે તે આપની સમક્ષ રજૂ કરૂં છું.
એક જૈન કુટુંબ ખૂબ સંસ્કારી. એ ઘરમાં કાંદા-કંદમૂળ કદી ન આવે. રોજ ચૌવિહાર કરવો, સંતદર્શને જવું. એવા ખાનદાન અને સંસ્કારી કુટુંબને સુરેશ નામને છોકરે અમેરિકા ભણવા ગયે. ખૂબ હોંશિયાર હતો. એટલે થોડા સમયમાં અમેરિકાથી મેકેનિકલ એજીનીયરીંગની ડીગ્રી મેળવી ભારતમાં આવ્યા. અહીં તેને કેમિકલ ફેકટરીમાં રૂા. ૧૦૦૦) ને મહિને પગાર, રહેવા સારે ફલેટ અને એમ્બેસેડર કાર અને વર્ષમાં એક વખત મહિના માટે ફરવા જવાને બધો ખર્ચ. ટેલિફેન, નેકર-ચાકર બધું ફેકટરી તરફથી મળ્યું. આટલી સગવડ અને હજારને પગાર મળવા છતાં સરોશના મનમાં એમ થતું કે હું અમેરિકા જઈને ભણું આવ્યો છતાં મને હજાર રૂપિયાને જ પગાર. મારા માટે આ નેકરી હલકી ગણાય. એનાથી ચઢિયાતી કરી મળે તે એને જોઈતી હતી. જેનમાં સંસ્કારી કુટુંબને દીકરો છે. આટલું મળવા છતાં એની તૃષ્ણ છીપી નહિ. એનાથી મટી ફેકટરીઓમાંથી એને માટે ઓફરે આવતી પણ એને બધું ઓછું લાગતું હતું. કારણ કે આજને માનવ પૈસાને પ્રતિષ્ઠાનું પ્રતીક સમજે છે. એટલે પ્રતિષ્ઠા મેળવવા ગમે તે રીતે એ ધન મેળવવા ફાંફા મારે છે.
સરોશ સારી નેકરી માટે તપાસ કરતો હતો. એમ કરતાં એક દિવસ પેપરમાં જાહેરાત વાંચી કે આવી ડીગ્રી મેળવીને આવેલા એજીનીયરની જરૂર છે. જો આ સર્વિસ સ્વીકારશે તે મહિને ત્રણ હજારને પગાર, એરકંડીશન ફલેટ, ફેરેનની કાર, નોકર-ચાકર, રસોઈયે અને દર વર્ષે એક વાર ફરેનની મુસાફરી. સરોશને આવી નેકરી જોઈતી હતી. પણ એમાં પાપનું કામ હતું. છતાં પૈસા મેળવવા સરેશનું મન તે તલપાપડ થઈ રહ્યું હતું. પણ એના માતા-પિતા હા પાડશે કે નહિ તેની ચિંતા હતી. શા માટે ચિંતા હતી? કે એ નોકરીમાં એક મોટું નવીન ટાઈપનું કતલખાનું ખેલવાનું હતું. તેમાં ગાય-ભેંસ, બકરા-ડુક્કર આદિ પ્રાણીઓની કતલ કરવા માટે મેટા મશીનની બેઠવણ કરવાની હતી. એ મશીન એવું બનાવવાનું હતું કે પ્રાણીઓની કતલ થતાં એક બાજુ ચામડું ને હાડકાં જુદા પડી જાય. અને બીજી બાજુ લેહી-માંસ જુદા પડી જાય અને ત્રીજી બાજુ ચરબી ને પ્રાણીઓના કલેજાં જુદા પડી જાય અને આ વસ્તુઓને સફાઈદાર બનાવી, એને પિક કરી ફેરેન મેકલવાની ચેજના કરવાની હતી. તે ઉપરાંત એ