________________
શારદા સરિતા
૩૬૫
મનમાં એવા ભાવ ન આવ્યા કે આ દીકરાને મેં ઉછે. એની માતાએ મારી નાખવાનો ઓર્ડર આપ્યો હતો છતાં મેં તેને પ્રેમથી ઉછેર્યો અને એ અત્યારે મને આવા દુઃખ દે છે? એના કરતાં ન જિવાડા હોત તો શું ટું? આવો વિચાર ન કરતાં શું વિચારે છે. સિંહરાજાના માથે પુત્ર તલવારનો ઘા કર્યો તે વખતે પિતે “નામે જિણણું" જિન ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. પ્રભુને નમસ્કાર કરતાંની સાથે એ વિચારે છે કે મને પીડા આપવામાં મારા કર્મોનો દોષ છે. કારણ કે આ જીવને જગતમાં અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળવામાં બીજા તો નિમિત્ત માત્ર છે. ખરું કારણ તે પિતાના પૂર્વ કૃત કર્મ છે. પિને પૂર્વભવમાં જેવા કર્મો બાંધ્યા હોય તેવા અહીં ભોગવવા પડે છે. માટે ખરે દોષ તે કર્મ અને કર્મ બાંધનાર આત્માનો છે. એમાં બીજાને દોષ શા માટે આપ ? પોતાના કર્મને દોષ જેવાથી સાવધાની રહે છે, શાંતિ રહે છે. સારી ભાવના રહે છે. બીજા પર પેટા વેષ-દુધન-દીનતા વિગેરે કરવા પડતા નથી. કમની વિચારણા એટલે તવની વિચારણા. અને “નમો જિણુણું” એટલે અરિહંતનું શરણ. આ બે કેટલા સુંદર આલંબન છે!
“સિંહ રાજાનું મૃત્યુ – રાજાએ મરણ વખો નમે જિણાણેનું ધ્યાન ધરી લીધું અને જૈન શાસનનો ટવ સિદ્ધાંત જીવે કરેલા કર્મોને ભેગવવા પડે છે." ચાહે જીવન સારું હોય કે ખરાબ હોય પણ મુખ્ય તો કર્મ કારણ છે અને બીજા બધા તો નિમિત્ત છે. આ ભાવનામાં રાજા દઢ થાય છે ત્યારે ક્રૂર આનંદકુમાર ફરીને તલવારનો ઘા કરે છે એટલે રાજા ત્યાં મૃત્યુ પામે છે. આખા ગામમાં ખબર પડી કે આનંદકુમારે સિંહ રાજાને તલવારનો ઘા કરીને મારી નાંખ્યા. આખું ગામ તેને ધિક્કારવા લાગ્યું. આખા નગરના લોકો તેના મહેલ પાસે આવીને આનંદકુમારને ધિક્કારવા લાગ્યા ને બોલવા લાગ્યા કે રાજાની શરમે આપણે આનંદને કાંઈ કરી શક્યા નહિ. હવે તો પૂરો કરી નાંખીએ બાપને મારનારો અધમ રાજા પ્રજા ઉપર શું જુલ્મ નહિ કરે. આ આનંદકુમારને બહાર નીકળવું ભારે પડી ગયું. પ્રજા ખૂબ ઉશ્કેરાઈ ગઈ છે ત્યારે કંઈક સજજન માણસો કહે છે ભાઈ ! આપણું મહારાજાની આજ્ઞા છે કે મારા નિમિત્તે આનંદને એક શબ્દ પણ ન કહેશો. એ સમભાવ રાખીને સમાધિ મરણે કાળ કરી ગયા અને તમે શા માટે કર્મ બાંધે છે? લુષિત ચિત્તવાળા અધમ દીકરાએ પવિત્ર મહાત્મા જેવા પિતાને નાશ કર્યો છે. એણે અનંત સંસારનાં આંધણ મૂકી અનંત દુઃખોના રાંધણ તૈયાર કરી દીધા.
દેવાનુપ્રિયે! કુમારે મહારાજાને મારી નાંખ્યા પણ એમની સમતા ગજબ હતી એટલે રાજાનું કંઈ ન બગડયું. એ તો માનવશરીરનો ત્યાગ કરી દિવ્ય શરીર અને દિવ્ય વૈભવ પામ્યા. સિંહારાજા સમાધિ મરણે મરીને કાળ કરીને ત્રીજા દેવલોકમાં ગયા