________________
શારદા સરિતા
૩૭૫
આ જીવનના આંગણીએ આવેલા આત્મશુધ્ધિના આ સેાનેરી અવસરને ઉમંગ અને ઉત્સાહથી અપનાવીને આત્મકલ્યાણ માટે કટીબધ્ધ બનીએ. આ પ` આત્મશુધ્ધિનુ મહાન પવિત્ર પર્વ છે. દિવાળી આવે ત્યારે બહેનેા વાસણાને માંજીને સ્વચ્છ ને ઉજળા મનાવે, ઘરને વાળીઝૂડીને શુધ્ધ મનાવે, કપડાં ધોઈને સ્વચ્છ ને શુધ્ધ કરે તેમ આ પર્વ માનવીના તનને, મનને અને વચનને શુધ્ધ કરવાનું કહે છે. વસ્તુ જો શુધ્ધ. ન હોય તેા તેને ઉપયોગ કરવામાં આનંદ કે ઉલ્લાસ નથી આવતે તેમ જીવનશુધ્ધિ વગર કાર્યમાં આનંદ કે સ્મ્રુતિ ન આવે. આવા આત્મશુધ્ધિના અવસર જીવનમાં વારંવાર નથી આવતા મહા ભાગ્યશાળી આ અવસરને સદુપયેગ કરી આત્મશુધ્ધિ કરે છે.
બંધુએ ! જેમ તમારા ઘેર કેાઈ રાજા કે વડા પ્રધાન આવવાના હોય તે તેના સ્વાગત ને સન્માન–સત્કાર માટે તમે કેટલા ઉલ્લાસથી તૈયારી કરે છે ! આસપાસથી ગકી દૂર કરી આંગણું સ્વચ્છ બનાવી આંગણું સુશેભિત બનાવે છે. તેારણુ–ઝુમ્મર આદિ ખાંધીને ઘરને કેટલું સજાવા છે ! અને એ આવે ત્યારે તેમનુ સ્વાગત કેટલું કરે છે ! ત્યારે તેમને ખૂબ ઉલ્લાસ હાય છે તેવી રીતે આપણા જીવનમાં પર્યુષણુપનુ શુભ આગમન થયું છે, તેા ભાવભીના હૃદયથી આપણે તેનુ સ્વાગત કરવાનુ છે. હૃદયનું આંગણું અને મનના મંદિરને સ્વચ્છ મનાવી અંતઃકરણમાં છૂપાયેલી મેહની અજ્ઞાનતાને દૂર કરી વિવેક-જ્ઞાનની જ્યેાતિ પ્રગટાવવાની છે. આત્માની વિભાવ પરિણતીઓને દૂર કરી રવાભાવિક ગુણારૂપી રત્નાની રાશિથી આત્માને સજાવવા છે.
પર્યુંષણપત્ર એ મહાન પર્વ છે. સ પ તામાં મેરૂ પર્વત, સ મત્રામાં નવકારમંત્ર, સર્વ સમુદ્રોમાં સ્વંયભૂરમણુ સમુદ્ર અને નદીએમાં ગ ંગા નદી શ્રેષ્ઠ છે તેમ સર્વાં પર્ધામા પર્વાધિરાજ પર્યુષણુપર્વ મુગટમણુ સમાન શ્રેષ્ઠ છે. ખીજા દિવસેાની અપેક્ષાએ આ પર્વના દિવસેામાં ઉત્સાહ વિશેષ રહે છે. જે આત્માએ જાગૃત બનેલા છે તેના માટે તે બધા દિવસેા સરખા છે, પણ જેએ મેનિદ્રામાં પડેલા છે તેમને જાગૃત કરી નવીન પ્રેરણા આપવા માટે આ પર્વના દિવસે ગાઠવવામાં આવ્યા છે. આ દિવસેામાં નવીનતા, ઉલ્લાસ અને સ્મૃતિના અનુભવ થાય છે. જે માણસેા ઉપાશ્રયે નહિ આવતા હાય તેમને પણ ઉપાશ્રયે આવવાનું મન થાય છે.
પર્વાધિરાજ પર્યુષણ ધર્મની મેાસમ છે. વહેપારીએ સીઝનના દિવસેામાં ખૂબ પરિશ્રમ કરીને ધન કમાઈ લે છે. પછી આખું વર્ષ આનમાં વીતાવે છે. પછી તેને પોતાના જીવનનિર્વાહની બહુ ચિંતા કરવી પડતી નથી. પણ જે વહેપારી સીઝનના સમયમાં પ્રમાદ કરી અવસરને ગુમાવી દે છે તેને આખું વર્ષ પસ્તાવું પડે છે. તેવી રીતે ભવ્ય જીવે પર્યુષણુપર્વની ધાર્મિક મેાસમમાં ધર્માંશધના દ્વારા લાભ લે છે તે