________________
૪૦૨
શારદા સરિતા તમે દુઃખનો વિનાશ કરવા અને સુખની પ્રાપ્તિ કરવા જ્ઞાનરૂપી સુધારસનું પાન કરી સંસારસમુદ્રને પાર કરવા માટે, કર્મોને ક્ષય કરવા માટે આ પર્યુષણના પવિત્ર દિવસોમાં જ્ઞાનપૂર્વક તપ વિગેરે શુભ અનુષ્ઠાન કરે. પાપકર્મથી નિવૃત બને અને શુભ કાર્યોમાં પ્રવૃત બને. શુભ ધ્યાનથી પુણ્ય બંધ થાય છે ને અશુભ ધ્યાનથી પાપનો બંધ થાય છે અને શુદ્ધ ધ્યાનથી કર્મોની નિર્જરા થાય છે.
સમ્યક દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર વિના દયાન થઈ શકતું નથી. જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા ત ઉપર રૂચિ એટલે શ્રદ્ધા ને પ્રતીતિ કરી તે તને યથાર્થ રૂપે જાણવા અને સાવદ્ય પાપકારી પ્રવૃત્તિથી નિવૃત થવું તે સમ્યદર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. પુરૂષના સમાગમથી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કે ધાદિ કષાયથી મલિન થયેલું મન વિશુદ્ધ બને છે. આરંભાદિ કાર્યોથી વિરતી પામે છે અને નિજ તત્વને જાણકાર બને છે. માટે આત્માના શાશ્વત સુખ માટે, મોક્ષના શાશ્વત આનંદ માટે સમ્યકદર્શન, જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં પ્રવૃત્તિ કરો, પરિગ્રહ પરની મૂછ ઘટાડે, સત્ય – ક્ષમાદિ ગુણોમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરો, હિંસાદિ કાર્યોથી વિરતી પામો. સંસારના બંધનો નાશ એ આત્માનો આનંદ અને એ આત્મ નું સુખ છે ને એનાથી આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. આ મનુષ્યજન્મને ધાર્મિક અનુષ્ઠાન કરી સફળ બનાવે.
સર્વાર્થસિદ્ધ વિમાનના મહાન અદ્ધિવંત અને પુણ્યવંત દેવોને સિદ્ધક્ષેત્ર કેટલું દૂર છે? તેમના વિમાનની દવાથી ફક્ત બાર જન મુકિતશીલા ઉંચી છે અને સિદ્ધ શીલાના એક યજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગ ઉપર સિદ્ધ ભગવંતો અનંત અવ્યાબાધ આત્મિસુખની લહેરમાં બિરાજે છે. સ્વાર્થસિદ્ધ વિમાનના દેને સિદ્ધક્ષેત્ર આટલું નજીક હોવા છતાં પણ તે દેવે ત્યાંથી સીધા મોક્ષમાં જવાને શક્તિમાન નથી પણ આ માનવદેહ દ્વારા આત્મસાધના કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ બની શકાય છે. માટે સમજી લો કે બીજા ભાવ કરતાં માનવભવનું મહત્વ કેટલું અધિક છે માટે પ્રમાદને ત્યાગ કરીને આ પર્યુષણ પર્વમાં આત્મસાધનામાં જોડાઈ જાવ. પ્રમાદ એ આત્માને શત્રુ છે. પ્રમાદને તમારા આત્મામાં પ્રવેશવા ન દે અને પરિગ્રહની મમતા છોડે. જેટલો પરિગ્રહ ઘટાડશે તેટલા પાપના ભારથી હળવા બનશે. એટલે પરિગ્રહ વધુ તેટલું દુઃખ વધુ પરિગ્રહ ઘટાડશે તેટલું સુખ તમારી નજીક આવશે. ભગવાને બતાવેલા ચારિત્રમાં સ્થિર થયેલે સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવના સુખને પણ ઉલ્લેધી જાય છે.
ભગવતી સૂત્રના ચૌદમા શતકના નવમા ઉદ્દેશામાં ભગવતે કહ્યું છે કે એક માસની દીક્ષા પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર દેવના સુખને ઉલ્લંઘી જાય છે અને બાર મહિનાની પર્યાયવાળો શ્રમણ અનુત્તર વિમાનવાસી દેના સુખને ઉલ્લંઘી જાય છે.