________________
૪૦૬
શારદા સરિતા
મને વૃત્તિ બગડી. લેભી મિત્રે હોટલમાં જઈને એક માણસને ફેડે ને કહ્યું કે અમે બે મિત્રે ચા પીવા આવીએ ત્યારે તારે ચાના બે ગ્લાસ લાવવાના, તેમાં એક ગ્લાસમાં ખૂબ ઉચે દારૂ નાંખવાને અને તે ગ્લાસ મારી સાથેના માણસને આપવાનો ને મને બીજે ગ્લાસ આપવાનો. બધું આગળથી સમજાવી આવ્યું. પછી બંને મિત્રે ચા-નાસ્ત કરવા હટલમાં ગયા, અને તેના કહેવા મુજબ પેલો માણસ ચાના બે ગ્લાસ લાવે ને ઈશારાથી સમજાવી દીધું. પેલો તે બિચારો નિષ્કપટી ને સરળ છે. એને તે રવનેય
ખ્યાલ નથી કે મને મારી નાંખવાનું કાવત્રુ રચાયું છે. બંને જણા ચા પીને બહાર નીકળ્યા. જેણે કદી દારૂનું એક ટીપું પીધું નથી તેને તે નશે જલદી ચઢે છે. તેમાં પણ પુલપાવર ઉંચી જાતને દારૂ હોવાથી થોડીવારમાં એના હાથ–પગ તૂટવા લાગ્યા. મિત્રને કહે છે ભાઈ! મારો જીવ ગભરાય છે અને મને કંઈક થઈ જાય છે તો ચાલ ડૉકટર પાસે જઈએ ત્યારે કહે છે ભાઈ! ડૉકટર પાસે જવાની કંઈ જરૂર નથી. હમણાં ગરમી ખૂબ પડે છે એટલે તને એવું થાય છે. ચાલે, આપણે ખુલ્લી હવામાં જઈએ એટલે તેને સારું થઈ જશે. ટેકસીવાળાને પણ અગાઉથી કહી રાખેલું હતું એટલે બંને જણે ટેકસીમાં બેસી ગયા. સૂચના મુજબ ટેકસીવાળો જ્યાં કે માણસ ન હોય તેવા દરિયા કિનારા આગળ લઈ ગયો અને ત્યાં ઉતારીને ટેકસી છૂટી કરી દીધી. આટલ સમય થયું છે એટલે પેલે તે ખૂબ બેભાન બની ગયો છે. પેલાએ ચારે તરફ દૃષ્ટિ ફેરવી કે મને અહીં કેઈ જેતું તે નથી ને? હું આને દરિયામાં ફેંકી દઉં. દરિયાની ભરતીમાં તણાઈ જશે પછી મારે કંઈ ચિંતા નહિ. હું વીસ લાખને માલિક એકલો બની જઈશ. આમ વિચાર કરીને એને દરિયાની પાળ ઉપર લાવીને સૂવાડ. દરિયામાં ભરતી ખૂબ આવી છે. ઠંડી હવા આવી રહી છે એટલે એનામાં થોડું ચેતન આવ્યું. આંખે ખેલી તે તેને દરિયાની પાળ ઉપર સૂવાડ છે. પૂછે છે મિત્ર! મને અહીં કેમ સૂવાડે છે. અને તું મને ધકકે મારે છે? ત્યારે કહે છે તારા અને મારા વચ્ચે જે દશ લાખની દીવાલ છે તેને દૂર કરવા અને તારા દશ લાખના માલિક મારે બનવું છે. ત્યારે મિત્ર કહે છે તારે મારા દશ લાખ રૂપિયા જ જોઈએ છે ને? ખુશીથી લઈ લે પણ મને ધકકે ન માર. મને જીવતે છોડી દે. ત્યારે કહે છે તેને જીવતે રાખવા અહીં નથી લાગે. હવે છવાડું તે મારું પિકળ ખુલ્લું જ થઈ જાય ને? બિચારો ખૂબ કરગરે છે, રડે છે પણ પૈસાના લોભથી દુર રાક્ષસ જેવા બનેલા મિત્રને જરા દયા પણ ન આવી. એનું કઠોર હૃદય પિગળ્યું નહિ. પેલાને દરિયાનું બંબાકાર પાણી જોઈ ચકકર આવી ગયા. હવે આ મને જીવત નહિ રહેવા દે. એને ફરીને ચક્કર આવી ગયા ને પાછો બેભાન બની ગયે અને પાપીએ તેને ધક્કો મારીને દરિયામાં નાંખી દીધા અને પિતે હોટલમાં આવી ગયે.
દેવાનુપ્રિયે ! પૈસાના પ્રલોભનમાં પડી પાપ કર્યું પણ પાપ કદી છૂપું રહેતું