________________
શારદા સરિતા
૪૦૧ દષ્ટાંત છે પણ આમાંથી આપણે સાર એ લે છે કે આપણે આત્મા એ આપણું નિજઘર છે. તે આત્માના સ્વભાવમાં સ્થિર બની જાવ અને બાહ્ય પદાર્થોમાં મારાપણની બુદ્ધિને તિલાંજલી આપી દે. તમે નિજઘરમાં આવશે ત્યારે તમને સાચા સુખનો અનુભવ થશે. આત્માનું જે સુખ પ્રાપ્ત થાય છે તે શાશ્વત સુખ છે. આત્માનું સુખ શાશ્વત શા માટે? તેનું કારણ એ છે કે આત્મા સ્વયં શાશ્વત છે. નાશવંત નથી. માટે તેમાંથી પ્રાપ્ત થતું સુખ પણ શાશ્વત છે. પર વસ્તુને સંયોગ નાશવંત છે. જેને સંગ છે તેનો વિયોગ અવશ્ય છે તેથી જે સોગ સુખદાયી લાગતું હોય તે નાશવંત હોવાથી તેનું સુખ શાશ્વત નથી. શાતા કે અશાતા, પુણ્ય કે પાપ શુભાશુભ કર્મની પ્રકૃતિના કારણે થાય છે અને તે પ્રકૃતિઓ શાશ્વત નથી તેથી તેમાંથી મળતું સુખ પણ શાશ્વત નથી તેથી તમે પરપુગલમાંથી જે સુખ મેળવવાને ઈચ્છે છે તે શાશ્વત નથી. તેથી તમે પરપુદ્ગલ વડે જે સુખ મેળવવા ઈચ્છે છે તે સુખ ત્રણેય કાળમાં મળે તેમ નથી. મહાન પુરૂષોએ જે સુખને સાચો માર્ગ બતાવ્યો છે તે માર્ગે ચાલવાથી કર્મોને ખપાવી સાચું સુખ મેળવી શકશે. તમે કહેશે કે ધનથી સુખ પ્રાપ્ત થાય છે તે તમને કકડીને ભૂખ લાગી હેય અને સે રૂપિયાની નોટ મેઢામાં મુકશે તે તમારી ભૂખ મટી જશે ખરી? જે ધનમાં સુખ છે તે ભૂખ કેમ ન મટી? સોનું-રૂડું વિગેરે જે પરિગ્રહને તમે સંગ્રહ કરે છે અને જેના ઉપર તમે અત્યંત રાગ રાખે છે તે તમને એમ નથી કહેતા કે અમારા ઉપર રાગ કરે.
દુખકારક નહિ વસ્તુ વ્યકિત, દુઃખકારક છે મમતા રાગ, બંધન છે આસકિત કાજે, જગત પ્રભુને સુંદર બાગ.
કઈ પણ વસ્તુ કે વ્યક્તિ પોતે ખરાબ નથી પણ તેના પ્રત્યેની આસકિત ખરાબ છે. તેના પ્રત્યેને રાગ જીવને દુઃખ કરાવે છે. માટે જ્ઞાની વારંવાર કહે છે જડ પદાર્થો ઉપર રાગ ન કરે. રાગના કારણે જીવ જ્યાં ગમે ત્યાં રિબાવે છે. રાગનો રોગ જીવને હેરાન કરે છે અને કર્મનું બંધન કરાવે છે ને ભવભ્રમણ કરાવે છે પરંતુ સાચું સુખ પ્રાપ્ત થતું નથી. સાચું આત્મામાંથી પ્રાપ્ત થાય છે અને તેને ઉપાય મનુષ્યભવમાં થઈ શકે છે કારણ કે દેવ દિવ્યસુખે ભેગવવામાં આયુષ્યને પૂર્ણ કરે છે. નારકીઓ નરકની અનંત વેદના ભેગવી રહ્યા છે ને તિર્યંચ પરાધીન છે. તેનામાં આત્મજાગૃતિ હેતી નથી. માટે આત્મિક સુખની પ્રાપ્તિ માટે તો મનુષ્યભવ એક સાનુકુળ છે. દેવતાઓ ભૌતિક સુખના ભેતા ભલે હોય પણ મનુષ્યની જેમ આત્મસાધના માટે વ્રત, પ્રત્યાખ્યાન, તપ કે ચારિત્ર ગ્રહણ કરી શકતા નથી. આત્મસાધનાને અમૂલ્ય અવસર તો મનુષ્યને મળે છે. આ મનુષ્યજન્મ સિવાય બીજા કોઈ જન્મમાં આત્માના સ્વરૂપને નિશ્ચય થતું નથી કે તેના માટે ચારિત્રની આરાધના થતી નથી. માટે બંધુઓ!