________________
શારદા સરિતા
૩૯૧ આવત નહિ. આપ તે પવિત્ર છે. આપે મારો ત્યાગ કર્યો તે મને બાર વર્ષ સહેજે બ્રહ્મચર્ય પાળવાની તક મળી.
જેના જીવનમાં જ્ઞાન છે તે દુઃખમાં પણ સુખને અનુભવ કરે છે. અવળામાંથી પણ સવળું ગ્રહણ કરે છે. તેમનાથ પરણવા માટે ગયા અને પશુડાને પિકાર સાંભળીને તરણેથી પાછા ફર્યા રાજુલને ખબર પડી કે નેમ પાછા ફર્યા. એના દિલમાં દુઃખ થયું. આંખમાં આંસુ આવી ગયા ત્યારે તેના માતપિતા કહે છે બેટા ! તું શા માટે રડે છે? કુંવારી કન્યાને સે ઘર અને સો વર. તને નેમકુમારથી પણ સારા રાજકુમાર સાથે પરણાવીશું. ત્યારે રાજુલ કહે છે મારે હવે બીજે કઈ વર ન જોઈએ. કેમકુમારને જે માર્ગ તે મારે માર્ગ છે. સતી સ્ત્રીને એક પતિ હોય. મેં આઠ ભવથી એમની સાથે પ્રીત બાંધી છે, તે આ ભવમાં કેમ છોડું. એ દીક્ષા લેશે તે હું પણ દીક્ષા લઈશ. જે એ તારણે ન આવ્યા હતા તે મને પણ વૈરાગ્ય કયાંથી આવત? એમને મહાન ઉપકાર છે. આઠ ભવની પ્રીત તૂટી ગઈ. પણ આ ભવમાં એવી પ્રીત બાંધુ કે જે કદી તૂટે નહિ. રાજલ એની બહેનપણીઓને કહે છે ભલે એ મારા હાથ પર હાથ નહિ મૂકે પણ મારા માથે તે હાથ મૂકશે ને? આ આત્માની ઓળખ છે. જડ દેહની નહિ.
સુચનાના સસરા ચાલ્યા ગયા. પિતે સાસુ અને વહુ બે રહ્યા. મદને રહી સહી બધી મિલ્કત મદનસેનાના પ્રેમમાં પડીને ઝૂંટવી લીધી. ઘરબાર વેચાઈ ગયા. પાસે કંઇ ન રહ્યું તે પણ ઘેર લેવા આવે છે. પણ શું આપે? હવે સુચના કહે છે સ્વામીનાથ મારી વાત સાંભળો.
ઘર તજીને પરમાં નાથ જરૂર નહિ કરે ઉજજડ વન તણું જમીન શા માટે ભરો, આત્માનું હિત સ્વામી શા માટે હરે,
કર જોડી કહું છું કુલટા સંગના માટે કરે." - તમે વેશ્યાનું ઘર છોડી દે. માણસ પોતાનું ઘર છોડીને પરઘરમાં કદી સુખી થત નથી. જે પરનારીને સંગ કરે છે તે અધમ છે. ત્યાં તે એકાંત વાર્થની સગાઈ છે. પણ આ શબ્દ મદનને ન ગમ્યા. તે તરત ચાલ્યા ગયા. પણ હવે તે સાવ ખાલી થઈ ગયું છે. વેશ્યા મંગાવે તે લાવી શકતું નથી. આ તરફ એની માતા બિમાર પડી છે. મરણ પથારીએ સૂતી છે એટલે કહેવડાવે છે દીકરા એક વાર તારી માતાને તારૂં મુખ બતાવી જા. પછી તો તારે ને મારે ભવો ભવનું છેટું પડશે. પણ દીકરે આવતે નથી. જ્યાં સ્વાર્થની સગાઈ છે એવી મદનરેખાએ જાણ્યું કે હવે કંઈ લાવતો નથી. સાવ ખાલી થઈ ગયું છે માટે એને રાખવા જેવું નથી. એક દિવસ કહે છે તમે બધું મને આપ્યું છે પણ હજુ મને એક ઈચ્છા છે. મદન કહે છે બેલ, તારી શું ઈચ્છા છે? ત્યારે કહે