________________
૩૨
શારદા સરિતા છે હું કહું તેમ કરશે? ત્યારે મદન કહે છે તું કહે તે કરવા તૈયાર છું. વેશ્યા કહે છે જે હું તમને વહાલી હોઉં તે તમારી માતાનું કાળજુ કાઢી લાવીને મને આપે. મદન ઘેર ગયે. ડેશીમાં પથારીમાં સૂતા છે. સુલેચના સાસુજીની દવા લેવા માટે ગઈ હતી. મદન ઘેર આવ્યું. માતા મદનને જોઈ હરખાઈ ગઈ. બેટા! તું આવ્યું? ત્યારે કહે છે મા ! હું એક ચીજ લેવા માટે આવ્યો છું. માતાને હવે બેલવાની તાકાત નથી. ભાંગીતૂટી ભાષામાં કહે છે બેટા ! હવે ઘરમાં કઈ નથી રહ્યું. તારે શું જોઈએ છે? ત્યારે કહે છે મા ! જે છે તે લઈ જઈશ. એમ બોલતાંની સાથે ખિસ્સામાંથી છરી કાઢી માતાની છાતીમાં મારીને કાળજું કાઢ્યું. મરતાં મરતાં માતાઅરિહંત-અરિહંત કરતી ગઈ. એને જરા પણ દીકરા પ્રત્યે કષાય ન આવી. મરતાં મરતાં પણ દીકરાનું હિત ઈચ્છતી ગઈ. મદન લેહીથી નીતરતું માતાનું કાળજું લઈને બજારમાંથી ચાલ્યા જાય છે. લોકે બોલે છે આ શેઠને દીકરો વેશ્યાના સંગે ચઢી કસાઈ જે બની ગયા છે. આ કોનું કલેજું લઈને જતો હશે? કુસંગે ચઢે છે તે કે નિષ્ફર બની ગયેલ છે. એને શરમ પણ નથી આવતી.
- મદન માતાનું કાળજું લઈને વેશ્યાના મહેલે પહોંચી ગયે. મનમાં આનંદ હતો કે માતાનું કલેજું લઈને જઈશ તે મદનસેના મને પ્રેમથી બોલાવશે. એની પાસે જઈને માતાનું કાળજું મૂકવા જાય છે ત્યાં મદનસેના કહે છે તે નિષ્ફર ! પાપી! તું ચાલ્યો જા. તું હવે મારા ઘરમાં નહિ. મેં તે તારી પરીક્ષા કરી હતી કે મદનનું હૃદય કેવું છે માનવનું કે રાક્ષસનું? આજે માતાનુ કાળજું કાઢી લાવ્યો તે કાલે મારું કાઢીશ અને બીજી વાત એ છે કે હવે તું પૈસે ટકે ખાલી થઈ ગયું છે. તું જાણે છે કે આ ઘરમાં પૈસાવાળાના માન છે. હવે મારે તારું કામ નથી. જલ્દી ચાલે જ અહીંથી. આ શબ્દ સાંભળીને મદનને ખૂબ આઘાત લાગે. માતાનું કાળજું હાથમાં છે. આઘાત લાગવાથી તે ભય પડી ગયે. અહો ! અત્યાર સુધી આ સ્ત્રી કહેતી હતી સ્વામીનાથ ! આ બધું તમારું છે અને હવે મારે આટલે બધે એ તિરસ્કાર કરે છે? એ વિચારે રડવા લાગ્યું. ત્યારે એકદમ ત્યાંથી અવાજ આવ્યું. મદન મદન ! સમજ. તારી માતાનું કાળજું કાઢ્યું. હવે તો તને શાંતિ થઈને? મદન વિચાર કરે છે અહીં તો કઈ છે નહિ અને મને મદન મદન કહીને કણ બોલાવે છે? ત્યાં ફરીને અવાજ આવ્યો. મદન...મદન ! કંઈક સમજ. હવે પાપથી પાછો હઠ. ત્યારે એને વિચાર થયે કે શું મારી માતાનું આ કાળજું બોલે છે? નિશ્ચય થયે કે આ કાળજામાંથી અવાજ આવે છે.
બંધુઓ ! તમને થશે કે શું એ કાળજું બોલતું હશે? વાત એમ છે કે મરી ગયેલા માણસનું કાળજું તે કંઈ બેલે નહિ. પણ આ ડોશીમા અરિહંત....અરિહંત કરતાં મરણ પામ્યા એટલે મરીને દેવ થયા. તેમણે તરત ત્યાં જઈને અવધિજ્ઞાનને