________________
શારદા સરિતા
૩૯૭ ચરોતરમાં બનેલી કહાણી છે. એક ભાઈ ખૂબ દાન કરે. એક વર્ષે બે લાખ રૂપિયા ગરીબોની સેવામાં વાપરે. એમને કેઈએ પૂછયું, ભાઈ! તમે આટલા શ્રીમંત છે, વર્ષે આટલા પૈસા ધર્માદામાં વાપરો , છતાં આટલી સાદાઈથી કેમ રહે છે અને તમારા કપાળમાં આટલો મોટો ઘા પડે છે તેને ઓપરેશન કરાવીને કેમ સરખે કરાવતા નથી? ત્યારે કહે છે, ભાઈ! આ મારા કપાળમાં પડે ઘા મારે ગુરુ છે. ત્યારે સામી વ્યક્તિ પૂછે છે એ ઘા તમારે ગુરુ કેવી રીતે? ત્યારે પેલા ભાઈ કહે છે, હું નાનો હતો ત્યારે અમે એક ધનવાનની બાજુમાં રહેતા હતા. એ શ્રીમંતને દીકરે શેરીમાં રમવા આવે ત્યારે એના ખિસ્સામાં કઈ વાર કાજુ હેય, બદામ હેય અને કઈ વાર બરફી-પેંડાનું પડીકું હોય, એ ખાય ને મને આપે. પણ એકવાર એની મા જોઈ ગઈ, તેથી તેના દીકરાને શીખવાડ્યું કે તારે એને આપવાનું નહિ. માગે તે ટી બતાવવાનો. એક વખતે એ શ્રીમંતનો દીકરે કેરી લઈને ખાતે ખાતે આવ્યા. મેં તેની પાસે કેરી માગી તે મને ટી બતાવ્યું અને કેરી ન આપી તેથી હું ઘેર જઈને રડવા લાગ્યો અને હઠ પકડી બા, મારે કેરી ખાવી છે. તું મને કેરી લાવી આપ. મને મારી માતાએ ખૂબ સમજાવ્યો પણ ન સમજે એટલે મારી માતા ધનવાન શેઠને ઘેર જઈને કહેવા લાગી કે બા! તમારા છોકરાને ઘરમાં બેસીને ખવડાવે. કારણ કે મારી એવી સ્થિતિ નથી કે હું મારા છોકરાને લાવી આપું અને તમારા બાબાને જોઈને મારે છેક હઠ કરે છે. ત્યાં શેઠાણી કેધે ભરાયા અને કહ્યું કે મારે છેક શેરી વચ્ચે બેસીને ગમે તે ખાશે. તમારે બોલવાની શી જરૂર! એમ કહીને મારી માતાને કાઢી મૂકી. હું નાને એટલે મને એમ કે બા અંદર કેરી લેવા ગઈ છે. બા બહાર આવી એટલે મેં કહ્યું બા કેરી લાવી? પણ એનું પેલી શેઠાણીએ અપમાન કરેલું તેથી તેને ખૂબ દુઃખ થયેલું એટલે કધમાં આવી બાજુમાં પથ્થર પડે તે લઈને મારા પર ઘા કર્યો. માથામાંથી લેહીની ધાર થઈ. માતાને ખૂબ દુખ થયું ને ખૂબ રડી એટલે મેં કહ્યું, બા! તું રડીશ નહિ. હું કદી કંઈ નહિ માંગું. પછી હું માંગવાનું ભૂલી ગયો. મેટ થયે, ભણે અને મારા સગાએ મને આફ્રિકા, નાયબી તેડાવ્યું ત્યાં જઈને ખૂબ કમાયે. ધનવાન બને પણ કપાળમાં ઘા રહી ગયે. રોજ સવારમાં ઉઠીને અરિસામાં મુખ જોતાં આ ઘા જોઈને મને મારે ભૂતકાળ યાદ આવે છે કે “બીજાના સુખે તારા કપાળમાં ઘા કર્યો પણ હવે તારું સુખ કેઈના કપાળમાં ઘા ન કરે તે યાદ રાખજે. એમ આ ઘા મારા જીવનમાં ગુરૂની ગરજ સારે છે.
દેવાનુપ્રિય! પૂર્વના પુણ્યથી તમને મળ્યું હોય તે આટલું યાદ રાખજો કે - મારા સુખને લાભ બીજાને આપું તો મને મળ્યાની સાર્થક્તા છે. કદાચ કોઈને ન આપી શકે તે બીજાને દુઃખ થાય તેવું તે ન કરવું એટલે નિયમ લેજે. પતમભાઈને