________________
શારદા સરિતા
૩૫
સુચના સમજાવે છે સ્વામીનાથ! શા માટે રડો છે? ગઈ વાતને ભૂલી જાવ. હવે નવા ચેપડા લખે. મદન કહે છેઃ સુચના! તારું દુઃખ મારાથી જોવાતું નથી. હું પાપી કુસંગે ચઢયે ત્યારે તારી આ દશા થઈને? મારા માતા-પિતા મનમાં દુઃખ લઈને ગયા. મેં કરેડોની સંપત્તિ ફના કરી. કંઈ કામ ધંધે શીખે નહિ. હવે શું કરૂં? ત્યારે સુલોચના કહે છેઃ આપણા ગામમાં એક લક્ષ્મી ધર નામના શેઠ રહે છે. તમે તેમને ત્યાં જાવ તે તમને કંઈક સહારે મળશે અને આપણું દુઃખ ટળી જશે.
મદન જવા તૈયાર છે પણ મનમાં થયું હું કરોડપતિ ધનદત્ત શેઠનો દીકરો. મારાથી કેમ જવાય? વળી મનને મનાવ્યું. તારી આ દશા થઈ ત્યારે જવું પડે છે ને? એમ કરતે કરતે શેઠની પેઢી ઉપર પહોંચે અને દુકાન બંધ કરવાનો સમય થયે એટલે મુનિમ બારણું બંધ કરવા જાય છે ત્યાં મદન કહે છે મને કંઈક આપે. ત્યારે મુનિમ કહે છે અત્યાર સુધી કયાં ગયે હોં! હવે અત્યારે નહિ મળે.
મદન ખૂબ કરગર્યો ત્યારે મુનીમને કેધ આવ્યો ને તેને લાત મારી. મદન એકદમ પડી ગયે, મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. આ ચીસ ઉપર બેઠેલા શેઠે સાંભળી. શેઠ તરત નીચે આવ્યા અને પૂછયું–આ કેમ રડે છે? શું છે? મુનીમે બધી વાત કરી ત્યારે શેઠે મુનીમને ઠપકો આપતા કહ્યું કે તમે આ રીતે ગરીબનું અપમાન કરે તે ઠીક નહિ. શેઠે મદનને ખેાળામાં લીધું અને પૂછયું તું કેણ છે? તારે શેની જરૂર છે? અને શા માટે રડે છે? શેઠની પવિત્રતા અને દયા જોઈ પહેલાં તો મદને ખૂબ રડી લીધું. પછી કહ્યું કે હું ધનદ શેઠને દીકરે મદન છું. લક્ષ્મીધર શેઠ કહે છે એ તે મારા મિત્ર હતા. તેમને તું દીકરે છે? તારી આ દશા કેમ? મદને અથથી ઇતિ સુધી બધી વાત કહી. શેઠે તેના માથે હાથ ફેરવ્યો. તેને નવરાવી સારા વસ્ત્રલંકારો પહેરાવ્યા, જમા ને ઉપરથી પાંચ હજાર રૂપિયા આપીને કહ્યું દીકરા! આમાંથી તું વહેપાર કરજે અને જરૂર પડે ત્યારે જરૂર આવજે. મુંઝાઈશ નહિ. તું મારો દીકરે છે. પણ હવે એટલે ખ્યાલ રાખજે કે કદી કુસંગ કરીશ નહિ. ખૂબ સારી હિતશિખામણ આપી અને મદનને વહેપાર કરતાં પણ શીખવાડી દીધા. શેઠનું જીવન પવિત્ર હતું. એના સમાગમથી મદનનું સમગ્ર જીવન સુધરી ગયું
દેવાનુપ્રિયે! જોયું ને? મદનના જીવનમાં સંગનો રંગ કેવું લાગી ગયું હતું ! કુસંગનું કેવું ખરાબ પરિણામ આવ્યું? પિતે ધનથી ને ગુણથી પાયમાલ થઈ ગયે. એની પત્ની સુચનાની શિખામણ માનીને શેઠને સમાગમ કર્યો તે ધનથી ને ગુણથી જીવન સભર ભરાઈ ગયું. આપણી જુની કહેવત છે ને કે કાળીયા સાથે ધબી બાંધે વાન ન આવે પણ સાન આવે. ગધેડા સાથે જોડે બાંધે તે ઘડે ગધેડે ન બની જાય પણ ભૂંકવાનું જરૂર શીખે છે. માટે તમે જીવનમાં સંગ કરે તે સંતને કરે પણ