________________
૩૯૦.
શારદા સરિતા
કહ્યું કે તમારા જેવી વીંટી હોય તે કેવું સારું લાગે? એટલે બે ત્રણ દિવસમાં તેણે એવી વિટી હાજર કરી. બીજા ત્રણ ચાર દિવસ ગયા એટલે બીજું આભૂષણ માંગ્યું. વળી થોડા દિવસ પછી ત્રીજું, ચોથું. આભૂષણ કિંમતી હજારોની કિંમતના માંગે. એટલી હદ સુધી પહોંચી ગયો કે મદન ઘેર આવીને બાપુજી પાસે પૈસા માંગે. બાપુજી ન આપે તે બા પાસે માંગે. મા એને જે જોઈએ તે આપતી. શેઠ કહેતા શેઠાણી! તમે આ શું કરે છે? ત્યારે કહેતા કે એક દિવસ જરૂર દીકરો સુધરશે. એથી વધુ પિસા જોઈએ તો ઘરમાંથી ચોરી કરીને લઈ જ. પણ મદનસેનાની ઈચ્છા પૂરી કરતો. છોકરાને ઘણું મજાવવા છતાં ન સમજે. એની ચિંતામાં આઘાત લાગવાથી શેઠ મૃત્યુ પામ્યા. છોકરાને કહેવડાવ્યું કે તારા પિતાજી મરણ પામ્યા છે. તું ઘેર આવ. પણ કામને કીડો બનેલે મદનકુમાર ન આવે તે ન આવે.
દેવાનુપ્રિયો! જુઓ, કુસંગનું પરિણામ કેવું વિષમ છે! શેઠના જવાથી મદનકુમાર બેફામ બની ગયે. શેઠ ગયા. હવે કમાનાર કેઈ રહ્યું નહિ. બેઠા બેઠા કુબેરના ભંડાર પણ ખૂટી જાય છે. એક મોટી કઠીમાં દશ-પંદર બેડ પાણી ભરી દે. તેમાંથી જ એક ગ્લાસ પાણી પીવાય તે તે પણ ખાલી થઈ જાય. પચાસ મણ અનાજની કોઠી પણ કમેકમે ખાલી થઈ જાય છે તેમ હવે આ છોકરે બધી મિલ્કત લઈ જવા લાગે. સુચનાને મારઝૂડીને ચાવી લઈ લે. અંદરથી દાગીના લઈ જે. પત્ની ખૂબ સમજાવતી પણ કઈ રીતે સમજતો નથી. આ સુલોચના સતી સ્ત્રી છે. પતિ બધું લઈ જાય છે. પોતાના સામું જેતે નથી ત્યારે એ પોતાના કર્મના દેષ દેખે છે. પતિને બિલકુલ દેષ કાઢતી નથી કે સાસુ-સસરાને પણ દોષ નથી દેતી કે તમારો છોકરો આ હતો તે મને શા માટે પરણાવી? કે પોતાના પિયરમાં પણ આ વાત કેઈને જણાવતી નથી. આજની વહુઓને જે આવું દુઃખ હોય તે કયારની વગેણ કરત.
અંજના સતીને કેવા કષ્ટ પડયા છે! પવનજીએ તેને પરણને પરિહરી હતી. પવનજી બહાર જતા ત્યારે મહેલની બારીએ અંજના તેમના દર્શન કરતી. એ પણ એને ન ગમ્યું તે બારીઓ બંધ કરાવી દીધી પવનછ યુદ્ધમાં ગયા અને અંજના શુકન આપવા ગઈ તો પણ લાત મારીને ફેંકી દીધી અને એમના વિયેગના દિવસે પૂરા થયા ત્યારે એક ચકલા ચકલીનું દશ્ય જોઈને પવનજીની આંખ ખુલી ને અંજના પાસે આવ્યા. ખૂબ આનંદ થયા. તમે બાર બાર વર્ષે મારા સામું ન જોયું એ એક પણ શબ્દ ન બોલી. ત્યારે પવનજી કહે છે અંજના! તું કેવી પવિત્ર સતી છે. આ દુષ્ટ પરણીને તારા સામું પણ ન જોયું. ત્યારે અંજના કહે છે સ્વામીનાથ! આપને જરા પણ દેષ નથી. દેષ મારા કર્મને છે. મેં પૂર્વભવમાં કેઈના સુખ લંટયા હશે, કેઈને વિયોગ પડાવ્યા હશે તે આ ભવમાં મને વિયાગ પડ્યા. આપ દુષ્ટ નથી. દુષ્ટ હોત તે અહીં