________________
શારદા સરિતા
૩૭૭ ઘાતી કર્મો ઉપર ઘા કરવા માટે જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ એ તીક્ષ્ણ શસ્ત્ર છે. એ શને ગ્રહણ કરીને આપણે કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવાને છે. કર્મશત્રુઓને ભગાડવા માટે તમને આ અમૂલ્ય સમય મળ્યો છે તે મળેલા સમયને સદુપયોગ કરે. હાથમાં આવેલો સમય ચાલ્યો ન જાય તેની કાળજી રાખવા માટે મહાન પુરૂષોએ ખૂબ ભાર મૂક્યો છે. માનવજીવનની એકેક ક્ષણ સોના કરતાં પણ કિંમતી જાય છે.
એક અંગ્રેજ વિચારકે કહ્યું છે કે “Time is money” સમય એ ધન છે. ધન જે નિરર્થક વેડફાઈ જાય તે તમે કેટલે અફસોસ કરો છો! એટલે અફસ સમય વ્યર્થ વેડફાય છે તે માટે તમને થાય છે ખરો? જે મનુષ્ય સમય રૂપી ધનને સદુપયોગ કરે છે તેઓ એક દિવસ જગતના પૂજનીક બને છે અને ઉચ્ચ પદ પર તેઓ પ્રતિષ્ઠિત થાય છે.
યુરોપમાં બીરીટ નામનો એક માણસ લુહારને ધંધે કરતે હતે. પિતાને ધ કરતાં તેને જે સમય મળતો હતો તેને ઉપગ તે વિવિધ ભાષા શીખવામાં કરતો હિતે. આ રીતે તે સમયને સદુપયોગ કરીને લગભગ અઢાર ભાષાઓ શીખે. તે કહેતે હિતે કે હું જે કંઈ શીખ્યો છું તે બુદ્ધિથી નહિ પણ સમયને સદુપયેાગ કરીને શીખે છું.
પિપ એટ્રિયમ બહુ ગરીબ હતા. ઘણી મહેનતે તે પિતાનું ગુજરાન ચલાવતે હતું. આમ છતાં પણ તે પિતાની એક પળ પણ નકામી જવા દેતો ન હતો. રાત્રે પુરસદના સમયે તે મ્યુનિસિપાલિટીની બત્તીએ પુસ્તક વાંચતે અને થોડા સમયમાં તે દુનિયાને અદ્વિતીય વિદ્વાન બની ગયો. આજે જગતમાં વૈજ્ઞાનિકોએ એકએકથી ચઢિયાતી જે આશ્ચર્યજનક શોધ કરી છે તે સમયના સદુપયેગનું ફળ છે. મેટા મેટા દાર્શનિક, વિદ્વાને અને સંતશિરોમણુઓ સમયના સદુપયેગથી ઉન્નતિના શિખરે પહોંચ્યા છે. સમયને સદુપયેગ માનવને મહાન બનાવે છે અને ભગવાનની કક્ષા સુધી પહોંચાડી શકે છે. જે સમયે ચૂકી જાય છે તેને પાછળથી પસ્તાવાનું રહે છે.
નેપલિયનના વિજ્યનું મૂળ કારણ વિચારીએ તે સમય હતે. પાંચ મિનિટના સમયની કિંમત નહિ સમજનાર ઓસ્ટ્રેલીયા નિવાસીઓ નેપોલીયન બોનાપાર્ટ સામે હારી ગયા. વેટરલૂના યુદ્ધમાં નેપોલીયનની હારનું મુખ્ય કારણ તેના સાથીદાર “પુસાએ” આવવામાં પાંચ મિનિટને વિલંબ કર્યો, એટલા માટે નેપોલિયનને બંદી બનવું પડયું. માટે સમયને ખૂબ સાવધાનીથી વિતાવવું જોઈએ. સમયની દરેક પળ સેનાના કણ કરતા કિંમતી હોય છે. સમર્થ રામદાસે પણ સમયનું મહત્વ બતાવતાં કહ્યું છે કે એક ક્ષણ પણ નકામી ન જવા દેવી અને તેને સદુપયોગ કરે તે સદ્દભાગ્યની નિશાની છે.
રાષ્ટ્રપતિ વૈશિંગ્ટન પણ સમયની બાબતમાં ખૂબ ચોક્કસ હતા. એક વાર તેમના એક સેક્રેટરીએ પિતે મોડા આવ્યા તે બદલ ક્ષમા માંગીને કહ્યું સાહેબ! મારી ઘડિયાળ