________________
શારદા સરિતા
૩૮૭ એક વખતે એક ગુરૂએ એમના શિષ્યને કહ્યું કે પિલી બીમાં લેખકની ડબ્બીમાં પારસમણિ છે તે લાવ. ત્યારે શિષ્ય વિચાર કરે છે કે પારસમણિના સંગથી લે સુવર્ણ બની જાય છે તે ડબ્બીમાં પારસમણિ હોવા છતાં લેખંડનું કેમ? શિષ્ય ગુરૂને ડમ્મી આપી. ખેલી તે પારસમણિ કાગળથી વીંટેલો હતો, એટલે લોઢાની ડબ્બી સેનાની ક્યાંથી બને? ગુરૂએ કાગળ કાઢી નાંખે અને ડબ્બીમાં પારસમણિ મળે તે ડબ્બી સેનાની બની ગઈ તેમ સંત સમાગમ માણસને મહાન બનાવે છે.
પારસમણિ ઔર સંતમે બડા અંતર જાણ,
વહ લેહકા ના કરે, વહ કરે આપ સમાન પારસમણિ લોખંડને સુવર્ણ બનાવે છે પણ સંત પિતાની પાસે જે આવે તેને પિતાના સમાન બનાવે છે. હળુકમી સંત સમાગમ કરી સંત બની જાય છે ને? તમે પણ સમાગમ તો ઘણે કર્યો છે. તેનું સાનિધ્ય પણ ઘણું સેવ્યું છે, પણ કેવું જાણે તમે કાળજા ઉપર કેવો કાગળ વીંટીને આવે છે કે હજુ જીવનમાં પરિવર્તન નથી થતું. કાળજા તે લેખંડી બની ગયા છે. જેમ કઈ વસ્તુ ફાયરપ્રુફ હોય તે તેને અગ્નિની અસર ન થાય. વોટરપ્રુફ હોય તેને પાણીની અસર ન થાય તેમ અત્યારના જીવાત્માઓ પ્રવચન સાંભળીને પ્રવચનરૂફ બની ગયા છે. સંતે ગમે તેટલું કહે પણ એનું હૃદય ભીંજાય નહિ
જ્યારે તમે પરણવા ગયા ત્યારે તમારી માતાએ તમને સ્નાન કરાવી, સારા શણગાર સજાવી તૈયાર કર્યો. પછી વિચાર કર્યો કે મારે દીકરો પરણવા જાય છે તે કેઈની નજર ન લાગે તે માટે કાન આગળ મેંશને ચાંલ્લો કર્યો. આંગળીએ તાંબાની વીંટી પહેરાવી. બહેને પાપડ બનાવે. મગ-મઠના ઘુઘરા કરીને સૂકવે ત્યારે અંદર કોલસો મૂકે અગર લોઢાની ખીલી મૂકે છે શા માટે? કેઈને પડછાયો ન પડે તેમ તમે પણ વ્યાખ્યાન સાંભળવા આવો છો ત્યારે મને લાગે છે કે તેની નજર તમને ન લાગે, પડછાયો ન પડે તે માટે અંદરમાં મેશનું ટપકું અગર લેખંડની ખીલી લઈને આવતા લાગે છે, નહિતર ઉપદેશની અસર થયા વિના ન રહે. સંતને સમાગમ કરે છે તે અવશ્ય તરી જાય છે અને દુર્જનને સંગ કરે છે તેના શુ હાલ થાય છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક શેઠ ખૂબ શ્રીમંત કેડાધિપતિ છે. તેમને ત્યાં ઘણુ વર્ષે દીકરો થ. મોટા ઘરમાં દીકરા ખૂબ લાડકવાયા હોય છે. નાનપણમાં ખૂબ લાડકોડથી ઉછરે છે અને મેટા થતા તે જેમ કહે તેમ કરવા દે છે. દીકરે પછી મોટે થતાં ઘરમાં એને કઈ કંઈ કહી શકતું નથી. સોનાની કટાર કેડે ભરાવવાની હોય પણ પેટમાં મારવાની ન હોય. એકનો એક દીકરે, અઢળક સંપતિ અને માતા-પિતાને ખૂબ વહાલે પછી પૂછવાનું જ શું હોય? છોકરાનું નામ મદનકુમાર હતું. સાત વર્ષને થયો એટલે તેને