________________
શારદા સરિતા
૩૭૩
પોતાની માતાના મહેલે જઈને કહે છે કે હે મેનાવતી માતા! મને ચપટી લેટની ભિક્ષા આપ એમ કહે છે ત્યારે આ નવા જેગીને જોઈને મનમાં થયું કે આ ન જોગી કેણ છે? આ ભેગી કદી જોયે નથી. ખૂબ ધારીને જોયું તે પિતાને પુત્ર ગેપીચંદન છે. પુત્રને જોઈને માતાના હૈયે હાથ પડી ગયે અરેરે દીકરા!તુ જેગી થયે? ત્યારે કહે છે માતા! ત્યાગ વિના કદી અમરપદની પ્રાપ્તિ થવાની નથી. ત્યાં માતાને ઘણું દુઃખ થયું પણ હવે શું થાય? માતાએ તે મોકલ્યા હતા. ત્યાંથી ગોપીચંદન પત્નીના મહેલે ગયા.
અલખ જગા જઈને પત્નીના મહેલે રે, ચંપાવતી માતા અમને ચપટી આટે આપ રેજી રાજા ઘેલા રાજા આ શું બોલ્યા, અક્કલ કયાં ગુમાવી રે,
નથી રાણે દારૂ પીધો, નથી અક્કલ ગુમાવી રે..જી રાજા
પત્નીના મહેલે જઈને કહે છે હે ચંપાવતી માતા! મને ચપટી આટ આપો. ગેપીચંદનને જેગીના વેશમાં જઈને રાણી કહે છે સ્વામીનાથ! આપ, આ શું બોલ્યા? મને માતા કહેતાં શરમ નથી આવતી? તમારી અકકલ કયાં મૂકી આવ્યા? ત્યારે
પીચંદન કહે છે રાણી ! મેં અક્કલનું દેવાળું નથી કાઢયું. બેભાન નથી. પણ ભાનમાં છું. મેં અમરપદ લેવા માટે આ ભગવે ભેખ લીધે છે. રાષ્ટ્રને ખૂબ આઘાત લાગ્યો. મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડી. પણ આ ગોપીચંદન મેહમાં લપટાય તેમ નહતો. એ તે ભિક્ષા લઈને ચાલતે થઈ ગયે.
ટૂંકમાં માતાની આંખમાં આંસુ આવ્યા. અને તેનું કારણ ગોપીચંદને પૂછયું અને માતાની ઈચ્છાનુસાર અમર૫દ લેવા માટે ગુરૂને અર્પણ થઈ ગયા. આપણે પણ એવું અજર અમર પદ પ્રાપ્ત કરવું છે, તે કેને અર્પણ થઈ જવું જોઈએ? સદ્દગુરૂ દેવને અર્પણ થઈ જાવ તે અમરપદ મળ્યા વિના ન રહે.
જમાલિકુમાર પ્રભુ મહાવીર સ્વામીને અર્પણ થવા માટે તૈયાર થયા છે. માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે પણ માતાને મોહ મૂંઝવે છે. માતા મૂછવશ થઈ ગયા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
આવતી કાલથી પર્યુષણ પર્વના પવિત્ર દિવસની મંગલ શરૂઆત થશે, તે આ પર્વમાં મારે શું કરવાનું છે તે નકકી કરજે. બહેને ભૂલેશ્વરમાં જાય અને નવી જાતજાતની ચીજો જુવે તેમાંથી કંઈને કંઈ ખરીદી કરી લાવે. તે અમારા વિતરાગ પ્રભુના બજારમાં તપ-સંયમ-બ્રહ્મચર્ય, જ્ઞાન-દર્શન અને ચારિત્રને અમૂલ્ય માલ મળે છે તે આવતી કાલે મારે અહીંથી શું ખરીદ કરીને જવું છે તેનો આજથી નિર્ણય કરજે. વધુ ભાવ અવસરે કહેવાશે.