________________
૩૭૨
રદા સરિતા
માતા કહે છે બેટા! મને રડવાનું બીજું કઈ કારણ નથી. પણ આ તારી સોનાવણી કાયા જોઈને મને એમ થયું કે મારા દીકરાના સોના જેવા વાળ અને કંચનવર્ણ કાયા એક દિવસ રાખમાં રોળાઈ જશે ? આવો વિચાર આવવાથી મારી આંખમાં આંસુ આવી ગયા છે. ત્યારે ગોપીચંદ કહે છે માતા! તને આજ દુઃખ છે ને? તે મારી કાયા એવી રીતે રાખમાં ન રોળાય તેના માટે કંઈ ઉપાય છે? ત્યારે માતા કહે- હા, દીકરા છે. આપણું રજવાડામાં જલંધર નામના મહાન અવધૂત ગી છે તેમની પાસે તું જા અને અમર કાયા માંગ. ગોપીચંદન કહે ભલે હું ત્યાં જાઉં છું. તરત ગોપીચંદન માતાની પાસેથી સીધે જલંધર જેની પાસે આવ્યો ને કહે છે કે ગુરૂદેવ! મને અમર કાયા આપો. મારે અમર બનવું છે. જલંધર જેગી કહે છે બેટા તારે અમર કાયા જોઈતી હોય તે અમારા કાયદાનું પાલન કરવું પડશે અને અર્પણ થવું પડશે. ગોપીચંદન કહે છે અમર કાયા માટે આપ જે કાયાનું પાલન કરવાનું કહેશે તે કરવા તૈયાર છું. ત્યારે જેગી કહે છે.
અમર કાયા જોઇતી હેય તે રાજપાટ છેડે રે,
રાજપાટને ખપ નથી અમર કાયા આપેજી રાજા
હે ગોપીચંદન! જો તારે અમર કાયા જોઈતી હોય તે રાજપાટને ત્યાગ કરવો પડશે. રાજ્યમાં રહીને અમર કાયા નહિ મળે. જેગીને અર્પણ થવું પડશે ત્યારે ગોપીચંદન કહે અમર કાયા મળતી હોય તે રાજ્ય છોડી દેવા તૈયાર છું જેમ તમને કઈ રોગ થયો હોય ને ડોકટર પાસે જાવ તે ડૉકટર કહેશે કે તમારે આ વસ્તુ રોગ મટી જાય તે પણ જીવનભર ખવાશે નહિ. તે કહો છેને કે મારે રોગ મટતે હોય તે અબઘડી એને ત્યાગ કરી દઉં. ડોકટર કહે કે તમારે આ વસ્તુનો ત્યાગ કરે પડશે તે અબઘડી છૂટી જાય પણ અમે કહીએ કે કાંદા ને બટાટા જૈનના દીકરાથી ખવાય નહિ, તેને ત્યાગ કરી દે તે તમે માનતા નથી. રેગના કારણે ડોકટર ખાવાની ના પડે તરત ત્યાગ થઈ જાય છે પણ યાદ રાખજે સ્વેચ્છાથી ત્યાગ થશે તે કર્મની નિર્જરા થશે.
અમર કાયા પ્રાપ્ત કરવા માટે ગોપીચંદને રાજપાટને ત્યાગ કર્યો અને ભગ ભેખ પહેરી લીધા. હવે ગુરૂ કહે છે તમારા માતાના મહેલે અને પત્નીના મહેલે જઈ ભિક્ષા લઈ આવે. માતાને માતા કહી શકાય પણ પત્નીને માતા કહેવી એ કંઈ સહેલ વાત નથી પણ ગુરૂની આજ્ઞા થવાથી ગેપીચંદન ભિક્ષા લેવા માટે જાય છે.
અલખ જગાવ્યો જઈને માતાના મહેલે રે. મેનાવંતી માતા અમને ચપટી આટો આપે રેજો રાજા
આ જોગી જા નેતે, ન જોગી કયાંથી રે, પિતાને પુત્ર જાણું હૈયેહાથ નાખે રે જી.રાજા