________________
૩૬૮
શારદા સરિતા
જેલમાં ચાલ્યો જાય છે અને સ્વાભાવિક શકિતઓની જીત થાય છે તે મોક્ષનું અખંડ સામ્રાજય પ્રાપ્ત થાય છે. આ યુદ્ધમાં એક બાજુ ચૈતન્ય રાજાના સમ્યકત્વ, જ્ઞાન-દર્શન ચારિત્ર, પાંચ સમિતિ, અપ્રમાદ, ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મ આદિ સુભટો છે અને બીજી બાજુ કામરાજાના મિથ્યાત્વ, પ્રમાદ, કષાય, મેહ, આદિ સુભટે છે. આ યુદ્ધ ચર્મચક્ષુએથી જોઈ શકતું નથી. તેને જોવા માટે આવ્યંતર ચક્ષુની જરૂર છે. રાજા મહારાજાઓને યુદ્ધમાં વિજય મળે તે ભૂમિ અને ધનને લાભ થાય છે પણ અધ્યાત્મિક વિજ્યથી ઉર્વ-અધા ને ત્રિી છે. ત્રણે લોકનું સામ્રાજ્ય મળે છે. આધ્યાત્મિક યુદ્ધને વિજેતા ત્રણલેક પર પિતાનું શાસન ચલાવે છે. રાજા-મહારાજા તો શું પણ દેવોના અધિપતિ ઈન્દ્રો તેના ચરણોમાં નમે છે અને તેમની સેવા કરવાનું અહોભાગ્ય માને છે. લૌકિક વિજયમાં તે કયારે મેટા મોટા સમ્રાટોને પણ હાર ખાવી પડે છે, પરંતુ જ્ઞાની કહે છે જેણે એક વાર અધ્યાત્મિક યુદ્ધમાં વિજય મેળવ્યો તેને તો ક્યારે પણ પરાજય થતો નથી. માટે આધ્યાત્મિક વિજય એ શાશ્વત વિજય છે. દેશના વિજેતા તે કયારેક પોતે સત્તાના ઉન્માદથી પ્રજા પર દુઃખની આગ વરસાવે છે
જ્યારે અત્મિક વિજેતા આધિ-વ્યાધિ ને ઉપાધિના ત્રિવિધ તાપથી સંત દુનિયા પર કયાણનું પાણી છાંટે છે અને જગતના જીને આત્મકલ્યાણને માર્ગ બતાવે છે. માટે ભગવાન કહે છે તમે તમારા પર વિજય પ્રાપ્ત કરે. તમે દુનિયામાં વિશ્વવિજેતા બની જશે. માટે આત્મવિજય એ શ્રેષ્ઠ વિજય છે. આત્મા પર વિજય મેળવનાર મનુષ્ય સુખ ને દુઃખમાં સમભાવ રાખે છે. તે દુઃખમાં પણ સુખનો અનુભવ કરે છે. આના ઉપર એક દષ્ટાંત કહું.
મરૂભૂતિના ઘરમાં એક નોકર હતો. શેડ ખૂબ ધર્મિષ્ઠ હતા એટલે ઉપવાસ, પિષધ આદિ ધર્મક્રિયાઓ ખૂબ કરતાં અને ઘરના નોકરને પણ નવકારમંત્ર શીખવાડ્યા હતા. શેઠ જે ધર્મિષ્ઠ હોય તો નોકરને પણ તારે છે. તમે પણ તમારા નોકરને નવકારમંત્ર શીખવાડ્યા હશે ને? કંઈક જગ્યાએ એવું બન્યું છે કે શેઠના ઘરમાં ધર્મને સંસ્કાર જોઈને ઘરમાં ચાના કપ-રકાબી દેનાર નોકર સાધુ બની ગયા છે અને નોકરડી સાવી બની ગઈ છે. ઘરના શેઠ એવા સારા ને ધર્મિષ્ઠ હોય તે પોતે તરે અને બીજાને તારે. જેને કંઈ ન આવડતું હોય, ધર્મ – કર્મ સમજતો ન હોય પણ જે એને સંગ સારે મળે તો તરી જાય છે.
જેમ એક લોખંડનો ટુકડો પાણીમાં મૂકશો તો તે ડૂબી જશે પણ એ લોખંડના ટુકડાને એક લાકડાની પટ્ટી ઉપર જડીને પાણીમાં મૂકવામાં આવશે તો ડૂબવાના સ્વભાવવાળું લોખંડ લાકડાના સંગે તરે છે, તેમ જ્ઞાની કહે છે નેકરો લખંડ જેવા હોય પણ લાકડાની પટ્ટી સમાન શેઠને સંગ થવાથી તે તરી જાય છે.